________________
પ્રવચન-૧૪ )
[ ૭૭,
શ્રોતા –કર્મ કયાં ગયા?
પૂજ્ય ગુરુદેવશ્રી કર્મ જાય કર્મમાં. કર્મ જડ છે. જડની મૌજુદગી જડમાં અને આત્માની મૌજુદગી આત્મામાં. બંને સ્વતંત્ર છે. કર્મ કાંઈ આત્મામાં ઘૂસી ગયા નથી. એક સમયના વિકલ્પનું પણ આત્મામાં અસ્તિત્વ નથી, માટે નિર્વિકલ્પ ધ્યાનવડે જ આત્માની પ્રાપ્તિ થાય છે. બીજો કોઈ ઉપાય નથી.
અરે, તું પરની મહિમા, બડાઈ છોડ, ભોગોની આકાંક્ષા છોડ અને સ્વરૂપમાં દૃષ્ટિ લગાવીને તેમાં ઠર ! તારા સ્વભાવમાં એક એક ગુણમાં અચિંત્ય, અપૂર્વ, મહાન શક્તિ ભરી છે. એવા અનંત ગુણસ્વરૂપ વસ્તુની શક્તિની મહિમા શું કહેવી? તેને પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય ભગવાને કહ્યો છે. તે એ કે નિર્વિકલ્પ અનુભૂતિ કરીને તેમાં ઠરી જા. ભગવાને વ્યવહાર કહ્યો છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કહ્યો છે. શાસ્ત્ર અને સત્સમાગમ વડે પહેલાં વસ્તુનો ખ્યાલ કરી લે અને પછી અંતરનો ઉપાય કરીને અનુભવ કરે તો શાસ્ત્ર આદિને નિમિત્ત કહેવાય. અંદરનો ઉપાય ન કરે તો એ નિમિત્ત પણ નથી. અંતર અનુભવદૃષ્ટિરૂપ નિશ્ચય પ્રગટ્યા વિના વ્યવહાર પણ ન હોય. છઢાળામાં આવે છે ને.
0 “પદ્રવ્યનતેં ભિન આપમેં રુચિ સમ્યક્ત્વ ભલા હૈ.' દશ દોહામાં સિદ્ધનું સ્વરૂપ કહે છે પણ પ્રયોજન તો સિદ્ધ સમાન પોતાના આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ કરીને તમે પણ સિદ્ધ જેવી પૂર્ણ દશાને પ્રાપ્ત કરો એ કહેવાનો આશય છે.
વળી તે નિરંજન સિદ્ધ કેવા છે? કે જેમાં દ્રવ્ય, ભાવરૂપ પુણ્ય–પાપ નથી. પુણ્ય–પાપ કર્મ પણ સિદ્ધમાં નથી અને પુણ્ય પાપ ભાવ પણ નથી. સિદ્ધની જેમ આત્મામાં પણ દ્રવ્યભાવરૂપ પુણ્યનો અભાવ છે, હરખ-શોકરૂપ, રાગ–ષ પણ સિદ્ધમાં અને આત્મસ્વભાવમાં નથી. સુધા, તૃષા આદિ દોષો પણ સિદ્ધને નથી અને આત્માને પણ નથી. આવા આત્માનું ધ્યાન કરીને તું સિદ્ધપદ પ્રાપ્ત કર એ આખા શાસ્ત્રનો સાર છે.