________________
૭૬ )
[ ઘરમાWાશ પ્રવચનો કાંઈક તો મદદ કર. પૈસા કહે છે અમે તો જડ છીએ. તારી મદદ અમારાથી ન થાય.
દિગંબર સંતો કહે છે, પ્રભુ! તારી પ્રતિષ્ઠા-બડાઈ આગળ બીજી ચીજોની બડાઈ–મહિમા તને કેમ આવે છે? છોડ એ મહિમા અને આત્માની કિંમત કર, મહિમા લાવ. નિજારની મહિમા છોડીને પરની મહિમા કરનારી દુનિયા આખી પાગલ છે. નિજ શુદ્ધાત્માની મહિમા સમજેલા સમ્યગ્દષ્ટિને આખા જગતનો વૈભવ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ ભાસે છે.
' અરે, સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે ભગવાન ! તારો આત્મા મારી જેવો જ છે. તેની બડાઈ છોડીને દુનિયાની બડાઈમાં તું હેરાન થઈ ગયો છે.
બહારમાં જેટલું જોયું, જે સાંભળ્યું, જે ભોગવ્યું એટલે પરને તો આત્મા ભોગવી ન શકે પણ તેના લક્ષે થયેલા રાગને અને વિકલ્પને ભોગવ્યાં તે દેખેલા અને સાંભળેલા ભોગોની ઇચ્છારૂપ વિભાવને છોડી શુદ્ધાત્માનો ભોગ કર–અનુભવ કર.
દેહદેવળમાં બિરાજમાન નિજ શુદ્ધાત્માની અનુભૂતિ સ્વરૂપ નિર્વિકલ્પ શાંતિમાં કરીને શુદ્ધાત્માનો અનુભવ કરવો એ જ સાર છે. સમજાણું કાંઈ?
પહેલાં ગુરુગમથી અને શાસ્ત્રથી આત્માનું સ્વરૂપ જાણી લે. પણ રાગ, પુણ્ય, દયા-દાનના વિકલ્પથી કે શાસ્ત્રના વિકલ્પથી આત્મા અનુભવમાં નહિ આવે. રાગ, પુણ્ય, વિકલ્પ અને મનના સંગથી રહિત શુદ્ધાત્માનું અનુસરણ કરવાથી આત્મા અનુભવમાં આવશે. માટે તું સર્વ વિભાવ પરિણામોને છોડી શુદ્ધાત્માનુભૂતિ કર અને તેમાં ઠર એ કહેવાનું પ્રયોજન છે. સિદ્ધનું સ્વરૂપ કહીને પણ આચાર્યદવનો હેતુ તો સિદ્ધ સમાન દ્રવ્યસ્વભાવને ઓળખી, તેમાં ઠરી અભેદ શાંતિ પ્રગટ કરાવવાનો આશય છે.
જેવી સિદ્ધની પર્યાય છે એવું તારું દ્રવ્ય છે. માટે સિદ્ધના જેવી પર્યાય પ્રગટ કરવા માટે તું રાગ અને મનનો સંગ છોડી અંતરસ્વભાવમાં ત્રાટક લગાવી–દષ્ટિ કરી, અનુભવ કર અને તેમાં ઠરી જા. એ અમારો કહેવાનો આશય છે.
શ્રદ્ધાનો એવો વજસ્તંભ ખડો કરી દે કે ભગવાન અખંડાનંદ પ્રભુ સન્મુખ દૃષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ અનુભૂતિથી જ આત્મા પ્રાપ્ત થાય બીજો કોઈ ઉપાય નથી. ““જિસને પાયા ઉસને ધ્યાનસે પાયા, જિસને ગુમાયા ઉસને રાગક એકતાએ ગુમાયા” ત્રણકાળ ત્રણલોકમાં જૈન પરમેશ્વરનો આ એક જ માર્ગ છે.
વાંચવું નહિ, સમજવું નહિ, વિચારવું નહિ અને માત્ર ક્રિયાથી ધર્મ થઈ જશે એમ માનીને વ્યવહારી જીવોએ, જીવને ઘાંચીના બળદની જેમ ક્રિયામાં જોડી દીધો છે પણ એમ ધર્મ નહિ થાય ભાઈ ! અંતરમાં બિરાજમાન આતમરામ ઉપર દૃષ્ટિ લગાવી, રાગ રહિત નિર્વિકલ્પ અનુભવથી શાંતિમાં ઠરી અનુભવ કર. એ જ એક સિદ્ધપદ પ્રાપ્તિનો ઉપાય છે.