________________
પ્રવચન-૫૮)
૩૭૩
લાગતી નથી, દુઃખ લાગે છે. રાજપાટના ભોગમાં પણ તેને પ્રેમ નથી. તેથી વિષયોને મેળવવાની તેને ભાવના હોતી નથી. ધર્માને તો મારા આત્મામાં એકાગ્રતા કેમ વધે ! આનંદ કેમ વધે! એવી ભાવના હોય છે.
મૂઢ તો, બીજા કરતાં મોટાં ગણાવવાના પ્રેમ ખાતર–મોટો શેઠીયો કે રાજા ગણાઉં એ માટે કેટલી જમીન રાખે અને ખેતી કરાવે. તેમાં અનેક જીવોની હિંસા થાય તેને ન ગણે. જમીનના પોલાણમાં સર્પ, દેડકાં વગેરે રહેતાં હોય તે પણ ખેડ કરતાં મરી જાય તે પાપને ગણતો નથી. વળી, મૂઢ અજ્ઞાની ભોગની મીઠાશને વશ થઈને ખોટાં ખોટાં વ્યસનો સેવે છે. શરીર સારું રહે તો ભોગ ખુબ લેવાય એ માટે માંસ ખાય, દારૂ પીએ, કોડલીવર પીએ. શરીર તંદુરસ્ત રહે ઘણો કાળ ટકે તો ઘણાં ભોગ ભોગવાય એવી મૂઢતાને સેવે છે.
મોટા મોટા રાજા હોય તે પણ વિષયલોલુપતાવશ કયા પાપ નથી કરતાં! સાતેય વ્યસનોને સેવે છે. દારૂ પીવે, જુગાર ખેલે, શિકાર કરે, પરસ્ત્રી સેવે, વેશ્યાગમન કરે, જઈ બોલે, ચોરી કરે વગેરે અનેક પાપોને તે સેવે છે. પોતાના વિષયની મીઠાશને વેદવા માટે ન કરવાયોગ્ય કામને પણ તે કરે છે.
એક વાણિયા શેઠને પાંચ લાખની ખોટ ગઈ હતી ઘરમાં પચાસ હજાર પણ ન હતાં, તો આબરૂ ન જાય એ માટે પૈસા મેળવવા માટે તેને કોઈએ કહ્યું કે ઊંચી જાતના અમુક માછલાની આંખ એવી હોય છે કે તેને તળતાં મોતી થઈ જાય છે. તેને વેચવાથી ઘણો પૈસો થાય તો એ માટે તે કષાઈના ઘરે જઈને માછલની આંખ તળાવતો. કષાઈને પણ એમ કે તે ખોજો હશે પણ વાણિયો થઈને આવા કામ કરતો હતો ! જુઓ, આબરૂ માટે નહિ કરવાયોગ્ય કામ વાણિયો હોવા છતાં કર્યું ને ! એટલે અહીં કહે છે, મૂઢ કયા પાપને ન કરે ! બધાં જ પાપ તે કરે છે કેમ કે, મારું સુખ મારામાં છે તેની તો એને ખબર નથી અને બહારથી માન્યું છે તેથી તેને મેળવવા માટે નહિ કરવાયોગ્ય પાપ પણ એ કરે છે.
મારું સુખ પાંચ ઇન્દ્રિય, તેના વિષયો કે રાગમાં કદી ત્રણકાળમાં હોય નહિ એવું ભાન નથી તે શું ન કરે ! કાળા કેર કરી નાંખે છે. પોતાની આબરૂની મીઠાશ આડે સંતો, મુનિઓને પણ અવર્ણવાદમાં નાંખી દે છે. વારિષણ મુનિની કથામાં આવે છે કે ચોરી કરીને ચોર નીકળ્યો તેની પાછળ તેને પકડવાવાળા દોડ્યાં તો રસ્તામાં વારિષેણ મુનિને ધ્યાનમાં ઊભેલાં જોયાં ત્યાં પોતે ચોરેલી વસ્તુ મુનિ પાસે મૂકીને ભાગી ગયો. એમ વિચાર ન કર્યો કે મુનિ ઉપર ચોરીનો આરોપ આવશે અને મુનિને મારી નાંખશે. અરે ! પોતાના વિષયોની મીઠાશ અને આબરૂ માટે મુનિને મારે, ગાળો આપે એનાથી પણ વિશેષ એ શું શું કરી નાંખે તેની કોઈ મર્યાદા જ નથી.
અહા ! પરમાત્મપ્રકાશમાં પણ કાંઈ વાત કરી છે ! કહે છે ભગવાન આત્મામાં જૈ