________________
૩૭૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
મારું જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ આદિ બધું જ છે એવી દૃષ્ટિ, રુચિ, શ્રદ્ધા અને જ્ઞાન થયાં નથી એવા જીવો પરમાં મીઠાશની કલ્પના કરીને ક્યા પાપ ન કરે! એક બાજુ ભગવાનની પૂજા-ભક્તિ કરે પણ અંદરમાં પરમાં મીઠાશ પડી છે તો કાળા કેર કરી નાંખે એવા પાપ પણ કરતો જાય છે.
ભાવાર્થ :મિથ્યાર્દષ્ટિ જીવ વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિથી ઉત્પન્ન પરમાનંદ પરમસમ૨સીભાવરૂપ સુખથી પરાન્મુખ થયેલો નિશ્ચયથી મહા દુઃખરૂપ વિષયોને સુખના કારણ સમજીને સેવન કરે છે પણ તેમાં સુખ નથી.
ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શનમાં વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિથી ઉત્પન્ન— રાગરહિત પરમશાંતિથી ઉત્પન્ન થયેલ પરમ આનંદ અને પરમ સમરસીભાવ હોય છે. આત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનમાં જેટલો રાગ નાશ થાય છે એટલો અરાગ-વીતરાગભાવ પણ પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાયનો નાશ થાય છે અને સામે એટલી જ શાંતિ અને સિદ્ધ જેવો અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે તેવા સુખ, શાંતિ અને આનંદનો મિથ્યાર્દષ્ટિમાં અભાવ છે તેનાથી વિપરીત દુઃખ અને અશાંતિ છે, સમ્યગ્દર્શનની શું કિંમત છે તેની લોકોને ખબર નથી.
આત્માનું સમ્યક્ ભાન થતાં અનંતાનુબંધીનો અંતરમાં અભાવ હોય છે અને અભેદ આત્માની અનુભૂતિની શાંતિનો સદ્ભાવ હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ બાહ્યમાં દુઃખ હોવાથી દુઃખી નથી અને બહારમાં રાજપાટ આદિ હોવા છતાં તેનાથી સુખી નથી. તે તો પોતાના અનુભવની શાંતિ અને આનંદને વેદતો સુખી છે. તેને પરમાં સુખબુદ્ધિ જ નથી. ભલે છન્નુ હજા૨ રાણીના ભોગમાં હોય, રાણી પણ સમકિતી હોય, વૈભવનો પાર ન હોય તેની તેને મીઠાશ નથી. અંદરમાં રાગ હોવા છતાં તેમાં મીઠાશ નથી.
આવા સમ્યગ્દર્શનથી વિરુદ્ધ એવા મિથ્યાદર્શનમાં પડેલો જીવ નિશ્ચયથી મહાદુઃખરૂપ એવા વિષયોને સુખના કારણ સમજીને સેવે છે. શબ્દ, રૂપ, રસ, ગંધ, વર્ણ, આબરૂ, કીર્તિ આદિના વિષયો આત્માની અતીન્દ્રિય શાંતિ અને સુખથી વિપરીત છે. વિષયોમાં સુખની કલ્પના થાય છે તે પણ એટલી જ દુઃખરૂપ છે. તેને દુઃખરૂપ નહિ જાણતાં મિથ્યાર્દષ્ટિ તેને જ સુખરૂપ માને છે. તેથી તેને જ સૈવે છે તેથી તેની સાચી શાંતિ અને સમાધિ લૂટાંય છે વિષયો અને તેના તરફનો રાગ મહા દુઃખરૂપ છે કેમ કે તે આત્માની શાંતિને લૂંટે છે. પણ મૂઢને તેનું ભાન નથી.
અજ્ઞાનીને આત્માનું સુખ અને શાંતિ નથી અને તેનાથી વિરૂદ્ધ દુ:ખ અને અશાંતિ છે કેમ કે આનંદ અને સુખ-શાંતિનો આખો ભંડાર જે પોતાનો આત્મા છે તેની તો તેને શ્રદ્ધા નથી, રુચિ નથી, જ્ઞાન નથી અને તેનાથી વિરુદ્ધ દુઃખરૂપ એવા વિષયો અને રાગની તેને મીઠાશ છે. સ્વભાવનું વલણ નથી અને પરભાવમાં વલણ છે તેથી દુઃખરૂપ એવા