________________
પ્રવચન-૫૮)
[ ૩૭૫ વિષયોને સુખરૂપ જાણી સેવે છે. હરખાતો હરખાતો કૂવામાં પડે છે. ભગવાન આત્માનો પ્રેમ નથી અને બહારના વિષયોમાં જ પ્રેમ છે તેથી બહિરાત્મબુદ્ધિ મિથ્યાષ્ટિ દુઃખના કારણોને સુખના કારણ માનીને સેવે છે પણ તેમાં સુખ તો છે નહિ, તેથી માત્ર વલખાં, મારીને દુઃખી થાય છે.
આચાર્યદેવે મિથ્યાષ્ટિની મૂઢતાની ઝીણી-ઝીણી છેલ્લે સુધીની ખૂબ સ્પષ્ટતા કરી છે. પાંચેય ઈન્દ્રિયના વિષયોની અનુકૂળતા મેળવવા માટે તે ક્યુ પાપ નથી કરતો ? ઘણી હિંસા કરે છે, ઘણી તૃષ્ણા કરે છે, જૂઠું બોલે છે, સ્ત્રીઓને સેવે છે, આરંભપરિગ્રહની કોઈ મર્યાદા રાખતો નથી. લક્ષ્મી મેળવવા માટે પાપ કરવામાં બાકી રાખતો નથી. ““કર્યું પાપ ન કરે !' એમ કહીને ઘણું કહી દીધું છે. પોતાની આબરું અને મોટપ રાખવા ધર્માત્માને આળ દેતાં પણ અચકાતો નથી. જ્ઞાની અથવા સજ્જન પુરુષો ઉપર પણ આળ દઈને પોતાની આબરૂ જાળવી રાખવા મથતો હોય છે અને જેની આબરૂ અને મોટા પહેલેથી હોય તે પણ મોહમાં ફસાઈને અટકી જતો હોય છે. ઘરના અને સમાજના લોકો ખૂબ માન રાખતાં હોય તો ભાઈસાહેબ એ મીઠાશમાંથી નીકળી શકતાં નથી. જગતની મીઠાશ જ એવી છે કે આત્માની મીઠાશ આવ્યા વગર તેની મીઠાશ અંતરથી ખસે નહિ.
સાધુ થાય, ત્યાગી થાય પણ આત્માના સમ્યફ ભાન વિના તેને પણ રાગની ક્રિયામાં મીઠાશ વર્તે છે. જે ખરેખર દુઃખરૂપ છે એવા મહાવ્રતાદિના પરિણામમાં તેને સુખ લાગે છે. જ્યાં સુખ લાગે તેની પ્રાપ્તિ માટે એ શું ન કરે? માટે જ આચાર્યદેવ કહે છે કે વિષયોને સુખના હેતુ જાણીને મિથ્યાદેષ્ટિ બધી જાતના પાપ કરે છે, કાંઈ બાકી રાખતો નથી.
આ રીતે “નિક મિચ્છતે' ઈત્યાદિ આઠ ગાથા દ્વારા મિથ્યાષ્ટિની અંતર પરિણતિની વાત પૂરી કરી. હવે સમ્યગ્દષ્ટિની ભાવનાની મુખ્યતાથી ‘ાત નવિજુ' ઇત્યાદિ આઠ ગાથા કહે છે.
ગાથાર્થ –હે યોગી ! કાળ પામીને જેમ જેમ મોહ ગળે છે, ઓછો થતો જાય છે તેમ આ જીવ સમ્યગ્દર્શનને પામે છે અને નિશ્ચયથી પોતાના સ્વરૂપને જાણે છે. ૮૫.
- શ્રી યોગીન્દ્રદેવ પોતાના શિષ્યને કહે છે કે ધર્મી ! પોતાની કાળલબ્ધિ પામીને અર્થાત્ એ પ્રકારના પુરુષાર્થની યોગ્યતા પામીને જેમ મોહ ગળતો જાય છે તેમ સમકિત નજીક થતું જાય છે. પુરુષાર્થની ગતિ અંતરમાં વળતાં પોતાના અનુભવનો કાળ પાકી ગયો છે તેનું જ્ઞાન થાય છે તે વાતને અહીં કાળલબ્ધિની મુખ્યતાથી કહી છે. અનુભવપ્રકાશમાં સાધક સાધ્યના બોલ લીધા છે તેમાં પણ કાળને સાધક કહ્યો છે અને દ્રવ્યમાં શુદ્ધતા થવી તેને સાધ્ય કહ્યું છે.
આમ તો, મિથ્યાત્વનો નાશ ક્રમે ક્રમે થતો નથી, એક ધડાકે જ મિથ્યાત્વનો નાશ