________________
૩૭૬ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો અને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ધીમે ધીમે મિથ્યાત્વ મંદ પડે તેમ તેમ અનુભવ થતો જાય એવું ન હોય. મિથ્યાત્વનો નાશ અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી જે મોહ બાકી રહે છે તે ક્રમે ક્રમે ટળતો જાય છે અને શુદ્ધતા અને આનંદ વગેરે વધતાં જાય છે. એ વાત ભાવાર્થમાં લેશેકે મિથ્યાત્વાદિ દૂર થઈ જવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતાં થતાં જેમ જેમ મોહ દૂર થતો જાય છે તેમ તેમ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યકત્વ થાય છે.
સમ્યકત્વ પ્રાપ્તિનો કાળ પાકે ત્યારે પોતાના પુરુષાર્થની ગતિથી પ્રથમ તો મિથ્યાત્વનો નાશ અને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. તેમાં કાળને નિમિત્ત કહ્યો છે પણ પછી કાળને હેય પણ કહ્યો છે કેમ કે કાળ કાંઈ આદરવા યોગ્ય નથી. દ્રવ્યસંગ્રહમાં કાળને હેય જ કહ્યો છે. કાળથી કાંઈ ન થાય. પોતાનો પુરુષાર્થ ઉપડે કાળ તો પાકી જ ગયો હોય. જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદસ્વરૂપ તરફ પુરુષાર્થ ઢળે ત્યારે કાળલબ્ધિ તો હોય જ. જે કાળે કાર્ય થાય તેને કાળલબ્ધિ કહેવાય અને જે કાર્ય તેને ભવિતવ્ય કહેવાય. એકવાર મિથ્યાત્વરૂપ મોહ ગળી ગયા પછી જેમ જેમ રાગ ઘટતો જાય છે તેમ તેમ આનંદ વધતો જાય છે. પછી આગળ વધીને વિશેષ સ્થિરતા પામે છે. - મિથ્યાત્વને વશ પડેલાં જીવને એકેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં આવવું પણ ઘણું મુશ્કેલ છે. તો ભાઈ ! તું તો ક્યાં આવી ગયો છો ! કેટલી દુર્લભતા તે પ્રાપ્ત કરી લીધી છે ! અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ આદિમાં એકેન્દ્રિય જીવને ભગવાને જોયા છે. એવા શરીરમાં આ જીવે અનંતકાળમાં અનંતવાર ભવ ધારણ કર્યા છે. તેમાંથી બહાર નીકળીને બેઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌરેન્દ્રિય થવું પણ દુર્લભ છે. નિત્ય નિગોદમાં જીવે અનંતકાળ કાઢ્યો છે. એક શ્વાસમાં અઢારવાર જન્મ-મરણ એટલે અંતર્મુહૂર્તમાં ત્રણ હજાર સાતસો તોતેર ભવ એમાં ને એમાં થયા કરે એ રીતે અનંતકાળ તેમાં કાઢી નાંખ્યો છે. અનંત પુદ્ગલપરાવર્તન જેટલો કાળ તો એકલી નિગોદદશામાં ગયો છે. તેમાંથી નીકળીને બેઈન્દ્રિય થવું પણ ચિંતામણિરત્ન પામવા તુલ્ય દુર્લભ છે તો મનુષ્ય થવું તો કેટલું દુર્લભ હોય ! મન વિનાના અસંજ્ઞી પંચેન્દ્રિય થવું પણ કઠણ છે તેનાથી વિશેષ સંજ્ઞી પંચેન્દ્રિય થવું કઠણ છે. પંચેન્દ્રિય થાય તોપણ પર્યાપ્તિ પૂરી પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. તેનાથી આગળ મનુષ્ય થવું તો મહાકઠણ છે.
મનુષ્ય થાય તોપણ આર્યક્ષેત્ર અને ઉત્તમકુળ મળવું બહુ કઠણ છે. જુઓ ! પૈસા અને સ્ત્રી, પુત્રાદિ મળવા કઠણ કહ્યાં નથી. મનુષ્યપણું મળવું કઠણ છે એમ કહીને આવું મનુષ્યપણું મળી ગયું છે તો આત્મકલ્યાણ કરી લે એમ કહેવું છે. મનુષ્યપણું મળે પણ અનાયદેશમાં કે હલકા કુળમાં જન્મ થયો હોય તો આત્માની વાત પણ સાંભળવા ન મળે. માટે આ બધું દુર્લભ છે છતાં આટલે સુધી તો જીવ અનંતવાર આવી ચુક્યો છે.
મનુષ્ય થયા પછી અહો ! તને શુદ્ધાત્માનો ઉપદેશ મળી ગયો એ કેટલું મહાભાગ્ય છે! આત્મા શુદ્ધ ચિદાનંદ મૂર્તિ છે. તારામાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે. પ્રભુ! તું શુદ્ધ