________________
પ્રવચન-૫૮ ]
[ ૩૭૭
છો હો. પર્યાયની અશુદ્ધતા અને રાગની કાંઈ ગણતરી નથી પ્રભુ ! તું તો શુદ્ધ છો એવો ઉપદેશ પામવો મહાદુર્લભ છે. એવો અનુભવ તો દુર્લભ છે જ પણ એવો ઉપદેશ પણ દુર્લભ છે એમ કહ્યું છે. મનુષ્યપણું પામીને આર્યક્ષેત્ર, ઉત્તમકુળ અને શુદ્ધાત્માનો ઉપદેશ આદિ મળવું ઉત્તરોત્તર ઘણું કઠિન છે.
અહો ! શુદ્ધાત્માનો ઉપદેશ ! જેમાં પરિપૂર્ણ-ઠાંસોઠાંસ અતીન્દ્રિય આનંદ ભરેલો છે તેનું શું કહેવું ! વસ્તુ પરિપૂર્ણ છે, શુદ્ધ ભગવાન છે, નિર્મળાનંદ, જ્ઞાનાનંદનાથ છે. પર્યાયમાં અશુદ્ધતા છે તે કાંઈ આત્મતત્ત્વ નથી, એ તો આસ્રવ અને બંધતત્ત્વ છે. આવો ઉપદેશ સાંભળ્યા પછી તેમાં શું કહે છે તે પકડવું દુર્લભ છે અને પકડાયા પછી ગ્રહણ થવું તેનાથી પણ દુર્લભ છે. માત્ર સાંભળી લેવાથી તો કાંઈ પોતાનું કલ્યાણ થાય તેમ નથી.
આત્મતત્ત્વ સાંભળ્યા પછી તેનું ગ્રહણ થવું દુર્લભ છે, સમજ્યા વગર સાંભળવું નિરર્થક છે. હું આત્મા શુદ્ધ નિર્મળસ્વભાવી છું એવું ગ્રહણ થવું દુર્લભ છે અને ગ્રહણ થાય તો એવી ધારણા ટકી રહેવી મુશ્કેલ છે. એ પણ થઈ જાય તો કાકતાલીય ન્યાયથી એટલે કે વૃક્ષ ઉપરી ફળ પડતું હોય અને રસ્તામાં જ ઉડતાં કાગડાના મોઢામાં આવી જાય એવું કયારેક જ બને તેમ આ તત્ત્વની ધારણા થઈ ગયા પછી સમ્યક્ત્વ પામવું એવું દુર્લભ છે. અનંતકાળે એવી આટલી તૈયારી થઈ ગયા પછી જો કાળલબ્ધિ પાકી ગઈ હોય તો જૈન શાસ્ત્રોક્ત માર્ગમાં વીતરાગે કહેલી વિધિથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધી દૂર થઈ જવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ થાય છે. ભગવાને કહ્યું કે તું શુદ્ધાત્માની શ્રદ્ધા કર, તેનું જ્ઞાન કર અને તેમાં ઠર! એ પ્રમાણે કરવાથી મિથ્યાત્વ દૂર થયું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ કે જે અનંતકાળમાં કદી થઈ ન હતી. અનંતકાળમાં બીજું બધું મળી ચૂક્યું પણ એક આત્મપ્રાપ્તિ જ થઈ ન હતી.
વીતરાગદેવ કહે છે કે મિથ્યાભ્રાંતિને ટાળ અને શુદ્ધાત્માનો અનુભવ કર ! આ વીતરાગે કહેલો શાસ્ત્રોક્તમાર્ગ છે. એ માર્ગે પુરુષાર્થ કરવાથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય બીજા અજ્ઞાનીઓએ કહેલાં માર્ગથી કદી આત્મપ્રાપ્તિ થતી નથી. પુરુષાર્થ કરી આત્મપ્રાપ્તિ કરે તો તેને દુર્લભતાનો લાભ થયો કહેવાય. બાકી બીજી દુર્લભ ચીજો તો અનંતવાર પામ્યો, તેનાથી આત્માને કાંઈ લાભ થયો નથી.
સમ્યક્ત્વ થયા પછી જે રાગ બાકી રહે છે તે જેમ જેમ મંદ પડતો જાય છે તેમ તેમ સ્વરૂપમાં સ્થિરતા વધતી જાય છે. આત્માની રુચિરૂપ સમ્યક્ત્વ તો થયું હવે તેનું વિશેષ પોસાણ થતું જાય છે. આત્મા જ ઉપાદેય છે તેમાં સ્થિરતા વધતી જાય છે. પહેલાં પણ વિભાવની રુચિ ઘટાડીને સ્વભાવની રુચિનું વલણ વધારતો વધારતો આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે તેણે અનંતા જન્મ-મરણને ટાળવાનો ખરો પ્રયત્ન કર્યો....સમ્યક્ત્વ સાધ્યું...પછી પણ જે ઘર જોઈ લીધું તેમાં વારંવાર ઠરવાનો પ્રયત્ન કરતો...સ્થિરતા વધારતો