________________
૩૭૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો મીઠાશ લાગે છે, મજા આવે છે. પ્રેમથી તેને ભોગવે છે. આબરૂ, કીર્તિના શબ્દો સાંભળતાં તેને સુખ લાગે છે તેથી આબરૂ, કીર્તિ અને વિષયાદિ માટે તે શું પાપ ન કરે ! સુંદર સ્ત્રી, સારા બાળકો આદિના રૂપમાં મોહિત મિથ્યાર્દષ્ટિ જીવ રૂપ માટે શું પાપ ન કરે ! ભોગમાં સુખ લાગે છે તેથી તને માટે પરસ્ત્રીને હરી લાવે, કોઈની હિંસા કરે, કોઈને દુઃખી કરે વગેરે ચા પાપ તે ન કરે ! ભોગ ભોગવવામાં તો પાપ છે પણ તેની પ્રાપ્તિ માટે બીજા પણ આવા અનેક પાપ તે કરે છે. ભોગની અનુકૂળતા સાધવા માટે પાપ કરવામાં તે કાંઈ બાકી રાખતો નથી.
સમ્યગ્દષ્ટિને પોતાના સ્વભાવની દૃષ્ટિ થઈ છે તેથી ભોગના કાળે ભોગ ભોગવવા છતાં તેમાં તેને મીઠાશ લાગતી નથી. ભોગ ભોગવવાનો રાગ આવે છે તે પણ તેને
દુઃખરૂપ લાગે છે. જ્યારે અજ્ઞાનીને તેમાં સુખ લાગે છે. સ્પર્શેન્દ્રિયના વિષયભોગમાં પશુ હોય, મનુષ્ય હોય કે દેવ હોય, તેને અંતરમાં હોંશ, હરખ અને મીઠાશ લાગે છે તેથી તે વિષયોની અનુકૂળતા મેળવવા માટે ગમે તે પાપ કરવું પડે તે કરીને પણ વિષય મેળવવા માગે છે. માટે તો તેને અહીં મૂઢ કહ્યો છે.
અનુકૂળ સ્પર્શ, અનુકૂળ રૂપ મેળવવા, અનુકૂળ રસ, ગંધ, વર્ણ આદિ મેળવવા તથા આબરૂ કીર્તિ માટે અજ્ઞાની જૂઠ્ઠું બોલે, હિંસા કરે, ચોરી કરે...કોઈ પાપ બાકી ન રાખે. ગુરીબ માણસોને લૂંટે, સધનને નિર્ધન કરે, હિંસા પણ કરે, જૂઠું પણ હદ બહાર બોલે, બીજાના ધનાદિ ચોરીને પણ પોતાના વિષયોને અનુકૂળ બનાવે. જ્ઞાનીને તો પૂર્વના પુણ્યના ઉદયથી વિષયને અનુકૂળ સામગ્રી મળી હોય તેપણ તેમાં તેને સુખબુદ્ધિ નથી, મીઠાશ વેદાતી નથી અને તેના ભોગવટાનો રાગ આવે છે તે પણ દુઃખરૂપ લાગે છે તેથી વિષયો માટે ધર્મી અન્યાય તો કરતો જ નથી, વિષય સામગ્રીની તેને ભાવના જ હોતી નથી.
અજ્ઞાની મૂઢ મિથ્યાર્દષ્ટિને તો વિષયની મીઠાશનો મીણો ચડી ગયો છે તેથી કોઈ રૂપાળી સ્ત્રીને જુએ તે ભલે તિર્યંચણી હોય કે દેવી હોય તેને ભોગવવાનો પણ ભાવ આવી જાય છે. અરે ! માંસ અને હાંડકાના ચૂથણામાં તેને મીઠાશ લાગે છે ! તેથી તે કઈ સ્ત્રી માટે પાપભાવ ન કરે ! ઘણી તૃષ્ણા કરે છે, ઘણો આરંભ કરે છે. શાસ્ત્રમાં કેટલાંય આવા પ્રસંગો આવે છે ! સ્ત્રી માટે લડાઈ કરે, પૈસા માટે લડાઈ કરે, જમીન માટે લડાઈ કરે. જર, જમીન અને જોરૂ આ ત્રણ માટે કજીયા કરે. કેમ કે તેમાં મૂઢને મીઠાશ વેદાય છે કે અમારે તો આટલું ધન છે ! અમારે આટલી જમીન છે ! અમારે આટલા બંગલા છે, મારે આટલી તો સ્ત્રી છે! અમારે નોકર-ચાકર એવા કે એક ઓર્ડર કરીએ ત્યાં હાજર આવીને ઊભાં રહે !....આમ પરપદાર્થના વલણવાળા ભાવમાં તેને મીઠાશ લાગે છે અને પોતાના સ્વભાવની તો ખબર નથી માટે તેને અહીં મૂઢ કહ્યાં છે.
સમ્યગ્દષ્ટિને પણ બહારમાં પાંચેય ઇન્દ્રિયના વિષયો દેખાય છે પણ તેને મીઠાશ