________________
ચોરાશીની જેલમાંથી છૂટકારાનો ઉપાય
(સળંગ પ્રવચન નં. ૫૮) दुःखस्य कारणं ये विषयाः तान् सुखहेतून् रमते । मिथ्यादृष्टिः जीवः अत्र न किं करोति ॥८४॥ कालं लब्ध्वा योगिन् यथा यथा मोहः गलति। तथा तथा दर्शनं लभते जीवः नियमेन आत्मानं मनुते ॥५॥ आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति ॥८६॥ आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । पुरुषः नपुंसकः स्त्री नापि ज्ञानी मनुते अशेषम् ।।१७।। आत्मा वन्दकः क्षपणः नापि आत्मा गुरवः न भवति ।
आत्मा लिङ्गी एकः नापि ज्ञानी जानाति योगी॥१८॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રની આ ૮૪મી ગાથા છે, તેમાં મૂઢના લક્ષણો કહે છે અર્થાત્ અજ્ઞાનીનું સ્વરૂપ બતાવે છે.
ગાથાર્થ :–મિથ્યાર્દષ્ટિ જીવ દુઃખના કારણ એવા પાંચ ઇન્દ્રિયના વિષયોને સુખનું કારણ જાણીને તેમાં રમણ કરે છે તેથી મિથ્યાષ્ટિ જીવ આ સંસારમાં કહ્યું પાપ ન કરે ? બધાં પાપ કરે છે. અર્થાત્ જીવોની હિંસા કરે છે, જૂઠું બોલે છે, બીજાનું ધન હરે છે, પરસ્ત્રી સેવન કરે છે, અતિ તૃષ્ણા કરે છે, ઘણો આરંભ કરે છેખેતી કરે છે, ખોટાં ખોટાં વ્યસન સેવે છે, જે ન કરવાયોગ્ય છે એવા બધાં કામને પણ તે કરે છે. ૮૪.
આત્મામાં અતીન્દ્રિય આનંદ અને સુખ છે તેનું ભાન નથી એવા મૂઢ અજ્ઞાની જીવો સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ પાંચેય ઇન્દ્રિયના વિષયોને સુખના કારણ જાણીને સેવે છે, જે ખરેખર દુઃખના કારણ છે પણ તેમાં જ સુખ માન્યું હોવાથી તે કોઈ પાપ કરવું બાકી રાખતો નથી. સમ્યગ્દષ્ટિને પણ પાંચ ઇન્દ્રિયના વિષયો તો હોય છે પણ તેમાં તેણે સુખ માન્યું નથી. ભોગ ભોગવવો તેને ધર્મી ઉપસર્ગ માને છે, ઝેર માને છે, દુઃખ માને છે. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાશ્રમમાં રાજપાટમાં હોય પણ ધર્મીને ક્યાંય સુખબુદ્ધિ હોતી નથી. રૂપ, રસ, ગંધ, વર્ણ આદિના વિષયમાં તેને કયાંય સુખબુદ્ધિ થતી નથી. ધર્મીની દૃષ્ટિમાં જ ફેર છે. તેની દૃષ્ટિ તો એક આત્માના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર રહેલી હોય છે.
પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ હોવાથી મિથ્યાષ્ટિને તેના ભોગના કાળે તેમાં