________________
૩૭૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો કમાતાં હશે તો શાંતિથી ધર્મધ્યાન થશે, બહારમાં બધી અનુકૂળતા હોય તો નિશ્ચિતપણે ધર્મધ્યાન થઈ શકે એવી કોઈ અપેક્ષા ધર્મમાં નથી કેમ કે ધર્મી ભગવાન આત્માં પોતાની સમીપમાં જ બિરાજે છે. સંયોગો તો બધાં દૂર છે. માટે જે સમીપમાં બિરાજે છે એવા અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાનની ભાવના કર ને! દૂર પડેલાં પદ્રવ્યોની ભાવના શું કામ કરે છે !
અતીન્દ્રિય ભગવાન આત્માના સુખ માટે ઇન્દ્રિયની પણ જરૂર નથી તો તેનાથી પણ દૂર એવા કુટુંબીજનો, ધન, નોકર આદિની ભાવના ક્યાં કરવા લાગ્યો ! પરદ્રવ્યનું તારે શું પ્રયોજન છે ! તું પોતે અતીન્દ્રિય સુખથી અભિન્ન ભગવાન છો તેની ભાવના કેમ કરતો નથી ? દેહ સારો હોય તો ધર્મ થાય એ વાત ભૂલી જા. દેહ અને અન્ય કુટુંબીજનો તો બહાર છે તેની સાથે તારે શું સંબંધ છે? પરથી પોતાનું સુખ માને છે એ જગતમાં મોટો મૂરખ છે.
ભગવાન આત્મા અતીન્દ્રિયસુખનો સાગર છે એ તારી નજરની આળસે દેખાતો નથી, નજર નાંખ તો કોઈ પરદ્રવ્યની તારે જરૂર નથી. રાગની અને મનની પણ જ્યાં જરૂર નથી ત્યાં બીજાં પરદ્રવ્યની શું જરૂર હોય ? તું તો પરથી નિરપેક્ષપ્રભુ છો તેની દૃષ્ટિ કૅર અને તેનું જ સાધન કર
જેને પર્યાયબુદ્ધિ છૂટી ગઈ છે તે બીજા જીવોને પણ પર્યાયબુદ્ધિથી જોતા નથી. બીજા જીવોને પણ તે પૂર્ણ પ્રભુપણે જ દેખે છે. ચૌદ બ્રહ્માંડ આખો ભગવાનથી જ ભરેલો છે, એક સમયનું લક્ષ છોડી દે તો બધા જીવો ભગવાન સમાન છે. - પૂજ્ય ગુરુદેવશ્રી
=