________________
પ્રવચન-૧૭ )
[ ૩૬૯
(૩) કુટુંબીજન આદિ બધાં શુદ્ધાત્માથી ભિન્ન છે. (૪) શરીરસંબંધી છે. આત્માના કોઈ સંબંધી નથી એ તો બધાં શરીર સાથે સંબંધવાળા
(૫) હેયરૂપ સાંસારિક નારકાદિ દુઃખોના કારણ હોવાથી ત્યાજ્ય છે. સ્ત્રી, પુત્ર, માતા-પિતાદિ
આદિ બધાં ચારગતિમાં રખડવાના કારણરૂપ છે. તેના પ્રત્યેની મમતા અને રાગ-દ્વેષના ભાવથી તારે નરક આદિ ચારગતિમાં રખડવું પડશે.
આમ સર્વપ્રકારે તે દુઃખના કારણ હોવાથી ત્યાજ્ય છે. છતાં અજ્ઞાની મૂઢ મિથ્યાદૃષ્ટિ તેને પોતાના સ્વભાવ સાથે જોડે છે. પોતાનો પ્રભુ તો સાક્ષાત્ ઉપાદેયરૂપ છે, અનાકળતાસ્વરૂપ પારમાર્થિક સુખથી અભિન્ન વીતરાગ પરમાનંદરૂપ એક સ્વભાવવાળો શુદ્ધાત્મા છે તેની સાથે આ પરદ્રવ્યને મારા માનીને જોડે છે તે મૂઢ મિથ્યાદેષ્ટિ જીવ છે.
શ્રોતા :–કુટુંબીજન જુદાં પડે તોપણ યાદ આવ્યા કરે છે તેનું શું કરવું?
પૂજ્ય ગુરુદેવશ્રી એને મારા માન્યા છે તેથી યાદ આવે છે. અરે, સાળાના સાળા સારાં પગારદાર હોય તો તેની પણ હોંશ આવે છે કેમ કે તે અમારાં સગા છે એમ માન્યું છે. અનેક પ્રકારે તેને બીજાની મહિમા અને હરખ આવે છે પણ એ બધું ગાંડપણ છે, ડહાપણ નથી.
બધું પ્રત્યક્ષ દેખાય છે કે આ પરચીજ છે, દુઃખમાં નિમિત્ત છે, સ્વાર્થના સગાં છે.પણ એ પોતે અર્થ જ જુદાં કરે છે. બીજાના સ્ત્રી, પુત્રાદિ સ્વાર્થી હશે પણ મારા તો બહુ સારાં છે. મૂળ તેને પ્રેમ છે એટલે શંકા પણ પડતી નથી. એને નિઃશંકતા છે કે આ બધાં મારા જ છે. સ્ત્રી તો પહેલાં તદ્દન અજાણી હોય છતાં તેના પ્રેમ આડે તેને શંકા પડતી નથી કે આ મને મારી નાંખશે તો ! એમ જ આત્માના પ્રેમવાળાને આત્મામાં શંકા પડતી નથી. જેને જેનો પ્રેમ હોય તેમાં તેને શંકા ન હોય તેમ ભગવાન આત્માના ચિદાનંદસ્વરૂપના ભાવમાં જે પ્રગટ થાય તેમાં તેને શંકા ન હોય.
પરને મારા માનવારૂપ પરિણમેલો એટલે કે મન, વચન, કાયાના લક્ષે આ મારા છે એમ પરિણમેલો જીવ પોતાના શુદ્ધ આત્મદ્રવ્યની ભાવનાથી શૂન્ય મૂઢાત્મા છે એમ જાણો. ૮૧મી ગાથામાં છેલ્લે અજ્ઞાન પરિણત જીવ મૂઢાત્મા છે એમ કહ્યું, ૮૨મી ગાથામાં પરમાત્મભાવનાથી ટ્યુત મૂઢાત્મા છે એમ કહ્યું અને અહીં ૮૩મી ગાથામાં પરને લક્ષે મન, વચન, કાયામાં એકાકાર થયેલો આત્મદ્રવ્યની ભાવનાથી શૂન્ય મૂઢાત્મા છે એમ કહ્યું. આમ દરેકમાં અપેક્ષા ફેરવીને મૂઢાત્માનું કથન કર્યું છે. આ મૂઢાત્મા પોતાના ચિદાનંદપ્રભુની શ્રદ્ધા, જ્ઞાનથી શૂન્ય છે અને પરમાં મારાપણાની માન્યતાથી ભરેલો છે.
અતીન્દ્રિયસુખરૂપ આત્મામાં પરવસ્તુનું શું પ્રયોજન છે? ઘરમાં છોકરા બરાબર