________________
૩૬૮)
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો જ હાથી ઉપર બેસીને ચારેય ભાઈઓ વનમાં જાય છે અને ભરતને જોઈને હાથીને જાતિસ્મરણ થઈ જાય છે કે અરે ! આ ભરત ને હું તો પૂર્વે સાથે હતાં, અમે બંને મિત્ર હતાં અને અત્યારે મારી આ દશા ! ક્યાં રાજકુમાર અને કયાં આ મારી દશા ! અંદરથી હાથીને એકદમ વૈરાગ્ય થઈ ગયો. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયું, પછી તો પંદર પંદર દિવસે આહાર લે છે. લોકો તેને થાળ ભરી ભરીને આહાર આપે છે. જુઓ ! સામે દિવાલ ઉપર ચિત્ર દોરેલું છે. (સ્વાધ્યાયમંદિરની દિવાલમાં આ ચિત્ર પેઈન્ટ કરેલું છે.)
અહીં કહે છે કે હાથી, રથ આદિ કોઈ તારા નથી. રાજા-મહારાજાઓને કરોડો-અબજો રૂપિયાના રથ હોય છે. માણેક અને રત્નથી શણગારેલાં રથ હોય. જ્યારે યાદવો લડવા જાય છે ત્યારે કૃષ્ણ, નેમિનાથ, જરાસંઘ આદિ બધાંને જુદાં જુદાં રથ હોય છે. રથના ચિહ્નથી જ એકબીજાને ઓળખાવે છે. આ નેમિનાથનો રથ છે, ત્રણજ્ઞાનના ધણી નેમિનાથ અંદર બિરાજે છે, તીર્થંકર થવાના છે, કૃષ્ણની સાથે આવ્યા છે એમ જાણીતા હોય તે રાજાને ઓળખાણ . પાડે છે. પણ જરાસંઘ તો બધાંને મારો..મારો કરતો જ આવ્યો હતો. ભગવાન તો અંદરમાં એમ જાણે છે કે આ રથ પણ મારો નથી અને વિકલ્પ પણ મારો નથી. દીક્ષા લેવા જાય ત્યારે દેવો પાલકી લઈને આવે છે પણ ભગવાન તેને મારી માનતાં નથી.
આ બધો વૈભવ-કુટુંબ આદિ પરિગ્રહ બધો માયાજાળ છે, અસત્ય છે, ધૂમાડાના બાચકા છે એ તારા નહિ થાય ભાઈ ! કૃત્રિમ અર્થાત્ કૃત્રિમ એનો અર્થ કર્યજનિત છે તારી ચીજ નથી. તેને તું તારી ઋદ્ધિ-સમૃદ્ધિ ન માન ! તારી ઋદ્ધિ તો તારી અંદર છે. તારી ઋદ્ધિ તારાથી એક પ્રદેશ પણ દૂર ન હોય. એક પ્રદેશ પણ દૂર હોય તે તારી ચીજ નથી. ના આહાહા....! ભગવાન પણ કાંઈ ભૂલ્યો છે ! ભીંત સાથે માથા ફોડ્યાં છે. જ્ઞાનમૂર્તિપ્રભુની શ્રદ્ધા અને ભાવના છોડીને આ બધાં મારા....મારા એવા વેગમાં ને વેગમાં ખેંચાઈ રહ્યો છે.
ભાવાર્થ –આ માતા-પિતાદિ કુટુંબીજન પરસ્વરૂપ છે, બધાં સ્વાર્થના સગાં છે, શુદ્ધાત્માથી ભિન્ન છે, શરીરસંબંધી છે, હેયરૂપ સાંસારિક નારકાદિ દુ:ખોના કારણ હોવાથી ત્યાજ્ય પણ છે. (૧) કુટુંબીજન પરસ્વરૂપ છે, સ્વસ્વરૂપ નથી.
બધાં સ્વાર્થના સગાં છે. સ્ત્રી, પુત્રાદિ બધાં સ્વાર્થી છે હો. કોઈ તારા આત્માની સેવા નહિ કરે. શરીરની સેવા પણ લાંબો ટાઈમ કરવી પડે તો કંટાળી જાય એવા છે. જુવાન છોકરો પણ જો લાંબો ટાઈમ પથારીમાં રહેશે અને સારું થતું નહિ જાણે તો બાપ જ કહેશે કે દુઃખી થાય છે. હવે તો...જગતમાં આવું છે ભાઈ ! મફતની હોંશ કરીને પડ્યો છો. રાતના પાંસળામાં બળતરા થતી હોય, ઘરના કોઈ જાગતાં ન હોય એકલો બળતરામાં પડ્યો દુઃખી થાય છે.
(૨)