________________
પ્રવચન-૬૫ /
[ ૪૨૧
સમ્યારિત્ર એ ત્રણેય આત્માના ધ્યાનની જ પર્યાય છે. તેના ફળમાં પૂર્ણાનંદરૂપ મોક્ષ પ્રગટ થાય છે જેનો અનુભવ જીવ સદાય કર્યા જ કરશે પણ તેનો અંત નહિ આવે.
મોક્ષમાર્ગ ધર્માજીવ પૈસા, આબરૂ, મકાન આદિને વિષ્ટા સમાન માને છે. અમૃત સમાન એક આત્મા છે એમ જાણે છે. અહો ! આત્માના ધ્યાનથી ક્ષણમાં મોક્ષ મળે છે ! માટે આત્માનું જ ધ્યાન કરવાલાયક છે. આવી જ વાત બૃહઆરાધના” નામના શાસ્ત્રમાં કહી છે. આત્માની આરાધના એટલે સેવવાનું શાસ્ત્ર છે, તેમાં કહ્યું છે કે ચોવીશમાંથી પ્રથમ સોળ તીર્થકરોને જે સમયે કેવળજ્ઞાન થયું એ જ સમયે એવા સાધુ થયાં કે સાધુપણું લીધું અને તરત જ કેવળજ્ઞાન થયું અને અંતરમુહૂતમાં તો મોક્ષ ચાલ્યા ગયાં. ઋષભદેવથી માંડીને શાંતિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું અને જ્યાં મોક્ષ વાણી છૂટી ત્યાં કેટલાક જીવો સાધુ થઈ ગયાં અને તેમાંથી કેટલાક તો ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામીને અંતરમુહૂતમાં મોક્ષમાં ગયાં. ભગવાનનો મોક્ષ તો પછી થયો પણ ભક્તો પહેલાં ભગવાન થઈ ગયા.
આહાહાહા...! જે હજુ તો છદ્મસ્થ સાધુ થયાં ત્યાં તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અને અંતર્મુહૂર્તમાં મોક્ષ પામી ગયા ! એટલી આત્મામાં તાકાત છે ! રોદડાં રોવા જેવું આત્મામાં કાંઈ છે જ નહિ.
સોળ પછીના ચાર તીર્થકરોના સમયમાં સાધુ થયા તે કોઈ એક મહિને, કોઈ બે મહિને કે કોઈ છ મહિને મોક્ષ ગયાં. નમિનાથ ભગવાનના સમયમાં સાધુ, કોઈ એક વરસે-કોઈ બે વરસે અને કોઈ ત્રણ વરસે અને છ વરસે મોક્ષ પામ્યા. “ત્રિલોક પરિણતિ'માં આ બધો વિસ્તાર બહુ આપ્યો છે. સોળ તીર્થકરના સમયના સાધુ તો કેટલાક તરત જ અંતર્મુહૂર્તમાં મોક્ષ ગયા. પછીના ચાર ભગવાનના સમયના સાધુ છ મહિનાની અંદર મોક્ષ ગયા. અહા ! એ કાળ કેવો ! એ પુરુષાર્થની ઉગ્રતા કેવી ! અહા, આવો મોક્ષ આટલાં ટૂંકા ટાઈમમાં થઈ જાય ! આવો મોક્ષ અમને કેમ થતો નથી ? એમ હમણાં શિષ્ય પૂછશે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “જો પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે તો અત્યારે ધ્યાન કરવાવાળા અમને કેમ મોક્ષ થતો નથી ? આમ કહીને બે વાત કરી છે કે ધ્યાન તો અમે પણ કરીએ છીએ. આ કાળે ધ્યાન નથી એવું તો નથી. નિર્વિકલ્પ ધ્યાન તો અમે કરીએ છીએ તો અમને અંતર્મુહૂર્તમાં મોક્ષ કેમ મળતો નથી? સાધુ કહે છે, ચિદાનંદમૂર્તિ શુદ્ધાત્માનું ધ્યાન તો અમે પણ કરીએ છીએ છતાં મોક્ષ થતો નથી, તો શું અમારું ધ્યાન ઓછું હશે !
શિષ્યના પ્રશ્નનું સમાધાન આ છે કે જેવું નિર્વિકલ્પ શુક્લધ્યાન વજવૃષભનારાચસંહનનવાળાને ચોથા કાળમાં હોય છે તેવું આ કાળમાં થઈ શકતું નથી. વજવૃષભનારાચસંહનનવાળા શરીરની શક્તિ બહુ હોય છે તેવું શરીર પંચમકાળમાં હોતું નથી. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે. “àત્યાદ્રિ” તેનો અર્થ આ છે કે સર્વજ્ઞવીતરાગદેવ