________________
૧૭૪ )
[ પરપ્રકાશ પ્રવચનો ઘરનું પદાર્થ વિજ્ઞાન છે. આ વિતરાગી સાયન્સ છે. આ સ્વભાવ ઈશ્વર શાસ્ત્ર છે.
કુદરતી આજે ધનતેરસ છે અને અહીં કેવળજ્ઞાનલક્ષ્મીના સામર્થ્યનું પૂજન ચાલે છે. અનંતગુણથી ભરેલા દ્રવ્યો, તેનું ક્ષેત્ર, ત્રણકાળ અને દ્રવ્યના ભાવ બધાંને કેવળજ્ઞાન એક સમયમાં જાણે છે એટલું જ નહિ પણ એવા અનંત લોકાલોકને એક સમયમાં જાણવાની તેનામાં તાકાત છે.
[પંચ પરાવર્તનરૂપ સંસારનો અભાવ કરીને, પંચમગતિની પ્રાપ્તિ માટે, અનંત સ્વરૂપ લક્ષ્મીનું અપૂર્વ પૂજન કરનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો.
અનંત અનુપમ જ્ઞાનનિધિ પ્રગટાવીને અનુપમ જ્ઞાનનિધિ આપનારા શ્રી સદગુરુદેવનો જય હો.
આત્મલક્ષ્મી દાતાર, મહાન લક્ષ્મીધારક શ્રી સદ્દગુરુદેવનો જય હો.]
આચાર્ય મહારાજ કહે છે કે ભગવાન ! તારી મૂડીમાં-પૂંજીમાં-સ્વરૂપમાં રાગ-દ્વેષ બિલકુલ નથી અને બીજી ચીજ તને રાગ-દ્વેષ કરાવે એવી એનામાં તાકાત નથી પણ તારા સ્વભાવના જ્ઞાતાપણાને છોડીને અજ્ઞાનના કારણે લાંબી દોરી ચલાવે છે. આ ઠીક છે, આ અઠીક છે એવું અનંતકાળથી રાગ-દ્વેષનું મંથન કર્યું છે. પોતાના જ્ઞાતાદૃષ્ટા સ્વભાવમાં ડૂબવું જોઈએ, જ્ઞાનાનંદમાં આવવું જોઈએ એને છોડીને અજ્ઞાની રાગ-દ્વેષમાં ડૂબી ગયો છે. એનાથી તરવું મુશ્કેલ થઈ ગયું છે. જ્ઞાનાનંદ સ્વભાવમાં વિકલ્પનું ઉત્થાન છે જ નહીં, તેમાં પર પદાર્થનો તો ત્રિકાળ અભાવ છે તથા એમાં શુભાશુભ પરિણામ ઊઠે છે એનો પણ અભાવ છે એમ જ્ઞાનમાં એકાગ્ર થઈને વિકલ્પને પૃથક કરવો તે જ આત્માના હિતનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં.
– પૂજ્ય ગુરુદેવશ્રી