________________
મહાવીર–નિર્વાણ-દિને અપૂર્વ બોણી : દૃષ્ટિ-મોક્ષનું અદ્ભુત સ્વરૂપ
(પ્રવચન નં. ૩૧) कर्मभिः यस्य जनयद्भिरपि निजनिजकार्यं सदापि ।
किमपि न जनितो हृतः नैव तं परमात्मानं भावय ॥४८॥ આજે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ છે. અનંતકાળથી જ નહિ પામેલી એવી સિદ્ધદશાને આજે ભગવાને પાવાપુરીના ક્ષેત્રમાંથી પ્રાપ્ત કરી. તેથી આજના દિવસને નિર્વાણદિન કહે છે. ભગવાન નિર્વાણ પામ્યાને આજે ૨૪૯૧ (૨૫૧૬) વર્ષ પૂરા થયાં અને ૨૪૯૨ (૨૫૧૭)મું વર્ષ શરૂ થયું. આજે દિવાળી અને બેસતું વર્ષ એક સાથે છે.
અનંતકાળથી કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો તે પૂરો છૂટેલો નહિ. તે સંબંધ આજે પૂરો છૂટી ગયો અને પોતાના ધ્રુવ નિર્મળ પરમ પારિણામિકભાવની વર્તમાન પૂર્ણ નિર્મળ પર્યાય આજે પ્રગટ થઈ તેને મોક્ષ થયો કહેવાય છે.
તે મોક્ષની અથવા કેવળજ્ઞાનની પર્યાયની કેટલી તાકાત છે તેનું અહીં વર્ણન ચાલે
ભગવાન પરમાત્માના એક સમયના કેવળજ્ઞાન પર્યાયની એટલી તાકાત છે કે, તેમાં પોતાના ત્રિકાળી દ્રવ્ય-પર્યાયસહિત ત્રણલોકના સર્વ પદાર્થોના દ્રવ્ય–પર્યાય એક સાથે જણાય છે. જ્ઞાન સર્વનું અંતર્યામિ છે, જ્ઞાનની પરિણતિ સર્વકાર છે એટલે કે તેમાં પોતાનો ત્રિકાળી સ્વભાવ, પર્યાય સ્વભાવ અને જગતના દરેક પદાર્થો તેની ત્રણકાળની પર્યાય સહિત એક સાથે જણાય છે. આવું જ્ઞાનનું સ્વરૂપ જાણી જ્ઞાનનું આરાધન કરો.
ભાવાર્થ-જ્ઞાન ત્રણકાળ, ત્રણ લોકને જાણે એટલી જ તાકાતવાળું નથી પણ તેની જાણવાની શક્તિ તો અમર્યાદિત છે. જેમ જ્યાં સુધી મંડપ હોય ત્યાં સુધી જ વેલ ફેલાય છે પણ તેનો અર્થ એ નથી કે વેલની આગળ વધવાની તાકાત નથી, તેમ ત્રણકાળ ત્રણલોકને જાણવા જેટલી જ જ્ઞાનની તાકાત છે એવું તેનું માપ નથી. ત્રણકાળ અને ત્રણલોકથી અનંતગણો લોક હોત તો તેને જાણી લેવાની પણ જ્ઞાનમાં તાકાત છે. કેમ કે, જ્ઞાનની જે પર્યાય પૂર્ણ જાણવાની તાકાતવાળી છે તેના અસ્તિત્વમાં મોજૂદગીમાં આટલું જ જાણવું એવું કોઈ માપ નથી.
જીવ વસ્તુના ત્રિકાળી સામર્થ્યની વાત તો એક તરફ રહી પણ તેની એક સમયની પર્યાયની વ્યક્તતાના સામર્થ્યમાં છે...છે....છે....એમાં નથી એવું ક્યાંય નહિ આવે, ત્રણકાળ,