________________
૧૭૬ ]
[ પરમાત્મકાશ પ્રવચનો
ત્રણલોક જાણ્યાં એટલું બસ એમ નથી. એક સમયની પર્યાયના સામર્થ્યમાં પણ છે.... છે..છે...છે—તેનું કોઈ માપ નથી. આવું તો એક જ્ઞાનગુણની એક પર્યાયનું અમાપ સામર્થ્ય છે ત્યાં બીજા ગુણો અને તેને ધરનાર દ્રવ્યના સામર્થ્યની તો વાત જ શી કરવી !
જેનો સ્વભાવ વ્યક્ત થઈ ગયો તેના સામર્થ્યની કોઈ હદ નથી ત્યાં સ્વભાવની તો વાત જ શું કરવી ! આ તો એક સમયની પ્રગટેલી સ્વાભાવિક પર્યાયના સામર્થ્યની પણ કોઈ હદ નથી. અહા ! સ્વભાવ ! સ્વભાવ-સ્વભવન !
અહા! ભગવાનના નિર્વાણદિને–દિવાળીના દિવસે બરાબર ૪૭મી ગાથા આવી છે. જેની ૪૭ પ્રકૃતિનો નાશ થયો–પાંચ જ્ઞાનાવરણીની, નવ દર્શનાવરણીની, અઠ્યાવીશ મોહનીયની અને પાંચ અંતરાયની એમ કુલ ૪૭ કર્મપ્રકૃતિનો નાશ થઈને જ્ઞાનપર્યાય પ્રગટ થઈ છે તે એક સમયની પર્યાયના સામર્થ્યનું શું કહેવું ! આ કોઈ કહેવા માત્ર વાત નથી કેમ કે, જેના એકરૂપ સ્વભાવની એકરૂપ પર્યાય થઈ તેની અસ્તિ છે....છે...છે અનંત.....અનંત. અનંત....તેની અનંતતાનો અંત ક્યાંય આવે એવું પર્યાયમાં પણ નથી.
અહા ! સાવો આત્મા જેને લક્ષમાં આવે તેને આ શરીર, સંયોગ અને વિકલ્પની મહિમા ઊડી જાર્ય. સમજાણું કાંઈ !
આ રીતે, સર્વવ્યાપક જ્ઞાન અર્થાત સર્વને પહોંચી વળતું નિવણી જ્ઞાન–કેવળજ્ઞાન કે જેમાં સર્વ પદાર્થ ઝલકે છે એવો જેનો પ્રગટરૂપ સ્વભાવ છે તે જ્ઞાન જેનું છે એવો શુદ્ધ ભગવાન આત્મા ઉપાદેય છે. એ જ દૃષ્ટિમાં અંગીકાર કરવા લાયક છે.
આ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મારામ છે તે, મહામુનિઓના ચિત્તનું વિશ્રામસ્થાન છે. સંતોનું એ વિશ્રામધામ છે–વિશ્રામની પર્યાય છે તે પર્યાયને ઠરવાનું ઠામ ચિદાનંદધામ છે. ધર્માત્માને શરીર, વાણી કે વિકલ્પ એ ઠરવાનું–વિશ્રામનું સ્થાન નથી.
વસ્તુ કોને કહેવી! જે અણકરાયેલી, અવિનાશી અકૃત્રિમ ચૈતન્ય–જ્ઞાનપિંડ, આનંદકંદ ચૈતન્યવસ્તુનો સ્વભાવ શું કહેવો ! તેનું વિશેષ વર્ણન તો આગળ ૪૮મી ગાથામાં આવશે પણ અહીં તો કહે છે કે તેની એક સમયની કેવળજ્ઞાન પર્યાયની તાકાત કેટલી કે જેની અનંત...અનંત.....અનંત ...અનંતતામાં ક્યાંય અંત નથી. તેના આનંદનો પણ ક્યાંય પાર નથી. અનંત અનંત આનંદના હોવાપણામાં ક્યાંય નહિ–હોવાપણું આવતું નથી. ભાઈ ! આ તો વસ્તુની સ્થિતિનું વર્ણન છે.
અહા ! દરેક આત્મા અકૃત્રિમ અણકરાયેલ નિત્ય સત્ ચૈતન્યપદાર્થ છે તેની એક પર્યાયની આવી તાકાત છે તે પર્યાય જેની છે એવો ભગવાન આત્મા જ જ્ઞાનીઓનું વિશ્રામસ્થાન છે. અહા ! પરમાત્મપ્રકાશ છે ને!
અરે ! તેની એક સમયની પર્યાયની આટલી તાકાત ! તેની અવસ્થાનો પૂર્ણ આનંદ,