________________
પ્રવચન-૩૧ /
[ ૧૭૭ તેની અવસ્થાનું વીર્ય, તેની અવસ્થાનું દર્શન, તેની અવસ્થાની સ્વચ્છતા, તેની અવસ્થાની પ્રભુતા, તેની અવસ્થાનું અકારણકાર્યપણું કે જેથી તે રાગનું કારણ કે રાગનું કાર્ય ન થાય એવું અકાર્યકારણપણાનું અનંત સામર્થ્ય જેમાં ઉત્પન્ન થયું છે આવા તો અનંતગુણની અનંત પર્યાયના અનંત સામર્થ્યનું શું કહેવું!
ભગવાન આત્માની અવસ્થામાં જે કાર્ય પ્રગટ થયું છે તે કારણ–દ્રવ્યના આશ્રયે પ્રગટ થયું છે પણ કોઈ બાહ્યકારણ કે રાગની મંદતા કે પૂર્વ પર્યાયના આશ્રયે આ કાર્ય થયું નથી. પોતાના કારણના આશ્રયે કાર્ય થયું છે આમાં અન્ય કારણની તો અપેક્ષા જ નથી. બાપુ! તને તારી મોટપની ખબર નથી અને તું બીજાને મોટપ દેવા જાય છે તેમાં તારી હલકાઈ–-હીણપ થઈ જાય છે ભાઈ !
અહા ! ધ્રુવધામ એક જ આદરણીય છે. ત્યાં જ દૃષ્ટિ મૂકવા જેવી છે. ઠરવાનું ઠામ (ધામ) એક જ છે.
આ તો જગતથી જુદી જાતની વાતો છે. - હવે આગળ જે શુભ-અશુભ કર્મ છે તે જોકે સુખ–દુઃખાદિને ઉપજાવે છે તોપણ આત્મા કોઈથી ઉત્પન્ન થયો નથી કે કોઈએ બનાવ્યો નથી એવો અભિપ્રાય મનમાં રાખીને ૪૮મી ગાથા કહે છે.
ભગવાન આત્મા પોતાના પૂર્ણાનંદ સ્વરૂપને ભૂલી, પર્યાયમાં વિકાર કરી જે જ્ઞાનાવરણાદિ કર્મો બાંધે છે તે કર્મો હંમેશા પોતપોતાના સુખ–દુઃખાદિ કાર્યને પ્રગટ કરે છે. તોપણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માના અનંત જ્ઞાનાદિ સ્વરૂપને ન તો કર્મોએ નવું પેદા કર્યું છે, ન નાશ કર્યો છે કે નથી બીજી કોઈ રીતે પલટાવ્યું તે પરમાત્મસ્વરૂપ આત્માનું તું ચિંતવન કર !
- ગાથામાં શું કહે છે?—કે પોતાનું સ્વરૂપ ભૂલવાથી વિકાર થયો તેનાથી કર્મો બંધાયા અને તે કર્મોથી સુખ–દુઃખ આદિની પર્યાય થાય છે પણ મૂળ વસ્તુ છે તેને તો કર્મોએ ઉત્પન્ન પણ નથી કરી, કર્મોએ તેનો નાશ પણ નથી કર્યો. કર્મોથી વસ્તુ ઢંકાતિ પણ નથી. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ જે સતસતસત.. છે તે કાંઈ નવો ઉપજતો નથી. કર્મના સદૂભાવમાં પર્યાયની હીનતા અને કર્મના અભાવમાં પર્યાયની ઉગ્રતા પ્રગટ થાય છે પણ હીનતા કે ઉગ્રતા વસ્તુના મૂળ સ્વરૂપમાં થતી નથી. જે સત સત્...સત્ સ્વરૂપ ધ્રુવ તારો છે તેને કોણ ઉત્પન્ન કરે ! એ તો છે...છે ને છે જ. પર્યાયમાં હીનતા, ઉગ્રતા થાય છે એ તો અવસ્થાપણે થાય છે. વસ્તુ કદી હિણી કે ઉગ્ર થતી નથી.
વસ્તુ તો શાશ્વત અનંત છે. શાશ્વતમાં વળી અંત કેવો ! શાશ્વતમાં ઉપજવું કેવું! વસ્તુ તો ધ્રુવ સત્ છે તેમાં ઉપજવું કે વિણસવું હોઈ જ ન શકે. દ્રવ્ય તો વિરાટ વસ્તુ