________________
૧૭૮ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો છે તે ન પેદા થાય કે ન વિનાશ થાય કે ન રૂપાંતર પામે. સંસારનું ઊપજવું, નાશ થવું, મોક્ષનું ઊપજવું થાય છે તે બધું પર્યાયમાં છે. દ્રવ્યનું રૂપાંતર થતું નથી.
સમયસારની ૧૧મી ગાથામાં આત્માને ભૂતાર્થ કહ્યો છે ને ! તે કૂટસ્થ છે—ધ્રુવ છે. ભલે તેનો આશ્રય કરનાર પર્યાય છે પણ વસ્તુ પોતે ધ્રુવ દ્રવ્ય છે. તે વસ્તુ કદી પેદા થતી નથી, હાની પામતી નથી કે રૂપાંતર પામતી નથી. સદેશ–એકરૂપ છે. સ્વતઃસિદ્ધ શાશ્વત અનંતસ્વરૂપ વસ્તુ છે.
અરે ! અનંતકાળમાં એણે પોતાની વસ્તુના માહાત્મ્ય કર્યા નથી. એનું માહાત્મ્ય કરે તો સંયોગની મહિમા બધી ઊડી જાય, રાગની મહિમા ઊડી જાય, બધાં ઝેરની મહિમા ઊડી જાય.
મુમુક્ષુ :—આપ તો જીવમાત્રની મુક્તિની જાહેરાત કરો છો. પૂજ્ય ગુરુદેવશ્રી :—વસ્તુ છે ને ! વસ્તુનો સ્વભાવ જ એવો છે.
એક પરમાણુ પણ દ્રવ્ય છે ને! તેનું ક્ષેત્ર ભલે નાનું છે પણ ભાવે તે અનંત સ્વભાવનો સાગર છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શોદિ શક્તિનું સત્ત્વ પણ શાશ્વત અનંત છે. સ્વભાવને નાના—મોટા ક્ષેત્ર સાથે કાંઈ સંબંધ નથી. પરમાણુ પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ શાશ્વત અનંત શક્તિનો સાગર છે.
નિગોદમાં અંગૂલના અસંખ્યમાં ભાગ જેટલા ક્ષેત્રમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે અને એકએક શરીરમાં અનંતા આત્મા છે. તે દરેકમાં અનંત અનંત ગુણ છે. તે બધાંને જ્ઞાનની પર્યાય એક સમયમાં કબૂલે છે. આવી તો એક સમયની પર્યાયની તાકાતે છે. આ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય નથી આવતું પણ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે.
આ તો વીતરાગ મારગ છે અને અનંત આનંદદાયક છે. દ્રવ્ય તો છે.....છે...છે... જ પણ તેનો એક સમયનો પર્યાય પણ છે...છે...તે શેયને અડ્યા વગર જાણી લે છે એવી તેની તાકાત છે.
અહા ! વસ્તુ છે ને ! તેનું હોવાપણું છે ને ! તો એ હોવાપણાનું ન હોવાપણું ક્યારે હોઈ શકે ? સત્ત્નો અંત કેમ હોઈ શકે ! ક્યા કાળે તેનો અંત હોય ? કે ક્યા ભાવે તેન્દુ અંત હોય ! આ બધી લોજીકથી—ન્યાયથી વાત કરાય છે. કાંઈ ખેંચીને નથી કહેતાં. જે વસ્તુ છે, તેનો જેવો સ્વભાવ છે એવો કહેવાય છે. પરમાણુ પણ વસ્તુ છે પણ તેનામાં જ્ઞાન નથી. તેનો નિર્ણય કરનારું આ જ્ઞાન છે માટે મહત્તા જ્ઞાનસ્વભાવી આત્માની છે. પણ પરમાણુ પણ વસ્તુ માટે તેનો કદી નાશ ન હોઈ શકે. તેના ભાવોનો કોઈ પાર ન હોઈ શકે.
હવે આત્માની જે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ છે તેના કાળની તો શરૂઆત થઈ પણ