________________
પ્રવચન-૩૧ )
[ ૧૭૯ તેના ભાવનો અંત નથી અને દ્રવ્યને તો કાળની પણ શરૂઆત કે અંત નથી અને ભાવની પણ બેહદતા છે.
આ સર્વજ્ઞ પરમાત્માએ કહેલું પદાર્થ વિજ્ઞાન છે. ભગવાન મહાવીર દિવ્યધ્વનિ દ્વારા આ વિજ્ઞાન કહીને આજે સંસાર સમાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા ગયાં.
અહીં કહે છે કે, કર્મના સભાવમાં દ્રવ્ય હણાતું નથી અને કર્મના અભાવમાં દ્રવ્ય ઉત્પન્ન થતું નથી. જેમ આકાશ છે......છે....છે...તેનો કયાંય અંત નથી. તેમ દરેક દ્રવ્યના સ્વભાવની અસ્તિની ક્યાંય નાસ્તિ નથી. જીવની જે પૂર્ણ પર્યાય પ્રગટ થઈ તેના ભાવના સામર્થ્યનો પણ કોઈ અંત નથી. તે પર્યાય અને દ્રવ્યમાં એટલો ફેર છે કે પર્યાય નવી ઉત્પન્ન થઈ છે અને દ્રવ્યની તો કાળની પણ કોઇ શરૂઆત નથી. દ્રવ્યની અને આ ' સ્વભાવપર્યાયના ભાવની કોઈ મર્યાદા નથી.
/પ્રભુ ! શાશ્વત સત્ નિરાલંબી ચૈતન્યગોળો ભગવાન આત્મા તું પોતે જ છો. તારી એક સમયની જાણવાની પર્યાયની એટલી તાકાત છે કે જેનો અંત નથી કે હવે આટલું ? બસ બહુ જાણ્યું. આવી જેની એક પર્યાય, એવી સદેશ પર્યાયોનો પિંડ જે ધ્રુવ સત્ત્વ તે કદી નવો ઉત્પન્ન થાય નહિ કે કર્મ તેને હણે નહિ.
આ પરમાત્મા તું પહેલાં વિશ્વાસમાં લે કે, આવું જ સ્વરૂપ હોય. આવું સ્વરૂપ ન હોય તો એ સત્નું સત્ત્વ જ ન કહેવાય. આવી જેને શ્રદ્ધા, જ્ઞાન અને વીર્યમાં કબૂલાત આવે તે અંદરમાં જઈ શકે છે. ભલે વિકલ્પવાળી શ્રદ્ધા હોય પણ તેમાં કબૂલાત આવ્યા વગર અંદરમાં જઈ શકાતું નથી,
આ તો બધી ન્યાયથી વાત છે. ભગવાન એમ નથી કહેતાં કે તું અમે કહીએ તેમ માની લે. અહો! જે સત્ શાશ્વત છે, જેનો સ્વભાવ શાશ્વત છે સદેશતાની શક્તિનું સત્વ આખું શાશ્વત છે એવા પરમાત્માનો તું પર્યાયમાં પહેલાં વિશ્વાસ કર ! અને વિશ્વાસ કરીને તે બાજુ ઢળ! જો સત્ય જોઈતું હોય તો આ કરવાનું છે, બાકી તો સત્ય વગર સંસારમાં રખડ્યા જ કરે છે. સ્વર્ગ મળે કે નરક મળે, રાજા થાય કે રંક થાય બધાં ભિખારા છે.
જે ઠરવાના ધ્રુવ ઠેકાણા પડ્યાં છે તેનો વિશ્વાસ કરીને ત્યાં જા તો ત્યાં ઠરી શકીશ—ત્યાં તને વિશ્રામ મળશે. વિશ્રામનું સ્થાન આ એક જ છે પણ એને આ વાત બેસતી નથી. હું આવડો મોટો ! મારે દાળ વગર ચાલે નહિ, શાક વગર ચાલે નહિ. એક સગવડતા તૂટે ત્યાં રાડ પાડે, કોઈ પોતાને પૈસાવાળો, બુદ્ધિવાળો, સારા શરીરવાળો કહે તો રાજી થાય અને મૂરખ કહે તો ગોતું નથી. આ બધી જડની નિંદા અને પ્રસંશામાં મૂરખ પોતાની નિંદા–પ્રસંશા માને છે તેમાં સ્વભાવ તો એકબાજુ રહી જાય છે.
અરે, તું કોના અસ્તિત્વમાં આ બધાંની શ્રદ્ધા કરે છે? તારા જ્ઞાનની પર્યાયમાં જ