________________
૧૮૦ ]
/ ઘરમાત્મા
પ્રવચનો
તું આ બધું જાણી રહ્યા છો તો એમ તો જો કે, હું કોના અસ્તિત્વમાં આ બધું જાણું છું? તિને આ તારા અસ્તિત્વની તો મહિમા નથી અને પરના અસ્તિત્વમાં આ આવ્યું અને આ ગયું એમ કરીને હોળી સળગાવ્યા કરે છે. તેથી જ તને શાંતિ મળતી નથી.
ઉત્પાદ્વ્ય ય તે વ્યવહારનયનો વિષય છે અને ધ્રુવ તે નિશ્ચયનયનો વિષય છે. અહીં કર્મોનું નિમિત્ત બતાવીને કહે છે કે જો કે, જ્ઞાનાવરણાદિ કર્મ પોત-પોતાના સુખ–દુઃખાદિ કાર્યને પ્રગટ કરે છે તો પણ શુદ્ધ નિશ્ચયનયથી જે આત્માનું અનંત જ્ઞાનાદિસ્વરૂપ ન તો કદી ઉત્પન્ન થયું કે ન નાશ પામ્યું એવા પરમાત્માનું તું ચિંતવન કર ! સારામાં સારો કોઈ હોય તો આત્મા છે. ઘરનું માણસ બહાર જતું હોય તો ઘરના કહે છે ને ! અમારા માટે સારામાં સારી ચીજ લાવજો, બાયડી કહે મારા માટે સારામાં સારો સાડલો લાવજો, દીકરી કહે સારામાં સારો દાગીનો લાવજો. અહીં કહે છે બધાં જીવો માટે સારામાં સારો કોઈ હોય તો પોતાનો આત્મા છે, માટે ભગવાનને કહેજો કે પ્રભુ! સારામાં સારો પ્રભુ મને બતાવજો.
અહા! કેવળજ્ઞાન પણ જેના પરમભાવ પાસે અપરમભાવ છે એવો આ “ભૂતાર્થ આત્મા છે. તેની પર્યાયમાં કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ વસ્તુમાં તે સંબંધ નથી.
જ્ઞાનાવરણીકર્મ જ્ઞાનને ઢાંકે છે, દર્શનાવરણીકર્મ દર્શનને આચ્છાદવામાં નિમિત્ત છે, વેદનીયકર્મ સાતા અસાતા ઉત્પન્ન કરીને અતીન્દ્રિયસુખને પર્યાયમાં ઘાતે છે, મોહનીયકર્મ સમકિત અને ચારિત્રની પર્યાયને રોકે છે એમ નિમિત્તથી કહેવાય છે પણ તું તેમાં રોકાય તો તે તને ઢાંકે છે, તું ન રોક તો તું તો સ્વતંત્ર જ છો.
આયુકર્મ સ્થિતિ પ્રમાણે શરીરમાં રાખે છે એટલે કે શરીરમાં રહેવાની જીવની પર્યાયની યોગ્યતા અને આયુષ્યની સ્થિતિને સંબંધ છે પણ વસ્તુને આયુ સાથે કોઈ સંબંધ નથી. વસ્તુ તો અનાદિ–અનંત શાશ્વત છે. આ સમજાય છે ! જુદી જાતની કારીગરી છે. ન સમજાય એમ કેમ કહે છો? મને આ ન સમજાય એમ માનવામાં તારી લાયકાત હાની પામે છે. પોતાના આત્માની મહિમા છોડીને બીજા હણાની અને હણા કરનારની પ્રીતિ કરીને સાંભળે છે તેથી સમજાતું નથી. અહીં તો કુંદકુંદાચાર્યે કીધું ને ! હું સિદ્ધ અને તું પણ સિદ્ધ એમ કરીને સાંભળજે. ના પાડીશ નહિ. ના પાડે તો તું અમારો શ્રોતા જ નથી.
આજે દિવાળી છે. એક ભગવાન મોક્ષ ગયા તેવા અનંતા ભગવાન ત્યાં બિરાજે છે અને છ મહિના ને આઠ સમયમાં છસો ને આઠ એમ હારબંધ સિદ્ધો ત્યાં બિરાજે છે. તે અનંતા સિદ્ધોને અમારી પર્યાયમાં સ્થાપીએ છીએ અને શ્રોતા! તમારી પર્યાયમાં પણ અનંતા સિદ્ધોને સ્થાપીને અમે વાત કરીએ છીએ માટે હવે હીણો થઈશ નહિ. મને ન સમજાય એ વાત રહેવા દેજે. અહીંથી જ સમયસારની વાત ઉપાડી છે.
દાતારને ઓળખીને માંગરે ભાઈ! ભૂલ ખાઈશ નહિ. એક દષ્ટાંત આવે છે ને