________________
પ્રવચન-૩૦ ]
/ ૧૭૩
શી ? એટલે તો આકાશના અમાપ ક્ષેત્રનો વારંવાર દાખલો આપીને સમજાવીએ છીએ તેમાં આ હેતું છે કે જેમ આકાશના ક્ષેત્રનો ક્યાંય છેડો નથી તેમ તારા અમાપ.....અમાપ સામર્થ્યનો ક્યાંય અંત નથી.
અહો ! ભગવાન આત્મા પાસે વિકલ્પની કિંમત શું! ભલે તે વિકલ્પના ફળમાં તીર્થંકરગોત્રનું પુણ્ય બંધાય એવો ઊંચો શુભભાવ હોય પણ તેની પરમાત્મા પાસે કિંમત શું? જેના એક એક ગુણમાં અનંત શક્તિ અને અનંતી પર્યાય છે તેની પ્રભુતાનું માપ શું કહેવું બાપુ ! એ તો પ્રભુ છે. એક એક ગુણની પ્રભુતાનું માપ ન હોઈ શકે બાપુ !
મુમુક્ષુ ઃ—પ્રભુ ! આ તમે કઈ દુનિયાની યાત્રા કરાવો છો ?
પૂજ્ય ગુરુદેવશ્રી :—ચૈતન્યના સમ્મેદશિખર ઉપર ચડી જાઓ. અહીં તો કહેવું છે કે એકવાર વીર્યથી કબૂલાત તો કર કે હા, હું આવો મહિમાવંત છું. હા એટલે કેવી ‘હા’ પાડ કે એમાં ક્યાંય ‘ના' ન હોય તો કબૂલ કર્યું કહેવાય.
આત્મા પોતે પરમેશ્વર છે. તેના એક જ્ઞાનગુણની મોટપનો પાર નથી પણ તેની એક સમયની સર્વજ્ઞપર્યાય પણ ઇશ્વર છે. તેની ઇશ્વરતાની એટલી તાકાત છે કે લોકાલોકને જાણે છતાં એથી અનંતગણું જાણવાની તાકાત છે, આ તો જેવી પ્રભુતા છે તેવી કહેવાય છે.
ધવલ આદિમાં આવે છે કે, સત્ પદ પ્રરૂપણા છે તેમ અહીં પણ સત્ પદ—જે છે તેનું વર્ણન થાય છે. કેવળજ્ઞાન લોકાલોકને જાણે છતાં એવા અનંતગુણા લોકાલોકને જાણવાની તેનામાં ઇશ્વરતા છે છતાં જેમ, ચક્રવર્તી થઈને વાઘરી પાસે ભીખ માંગવા જાય તેમ, આ ચૈતન્યચક્રવર્તી રાગ અને પુણ્ય પાસે ભીખ માંગવા જાય છે.
અરે ! તું પોતે સર્વજ્ઞસ્વભાવી અને તારી પર્યાયમાં સર્વજ્ઞતાની શક્તિ છે.... છે....છે....જેમાં નાસ્તિની વાત જ નથી એવા સ્વભાવને તારું વીર્ય શ્રદ્ધાના જોરે બૂલ કરે તેમાં વિકલ્પના સહારા ન હોય ભાઈ ! ન હોય.
સ્વભાવને ક્ષેત્રની બેહદતાની જરૂર નથી. તેનું સામર્થ્ય બેહદ છે. પરમાણુમાં પણ અનંત સામર્થ્ય છે. પરમાણુ રૂપી, મૂર્ત, સ્પર્શ, રસાદિ ગુણનો પિંડ છે. તેના ક્ષેત્રને ન જુઓ, તેના સ્વભાવને જુઓ તો તેમાં પણ અનંત સામર્થ્ય છે. તેના એક એક ગુણ અને તે ગુણોની પર્યાય પણ એટલી સામર્થ્યવાળી છે. ક્ષેત્ર સાથે સ્વભાવની બેહદતાને સંબંધ નથી. સાત હાથનું ક્ષેત્ર હોય કે પાંચસો ધનુષનું ક્ષેત્ર હોય બંને જીવોનું કેવળજ્ઞાન સરખા સામર્થ્યવાળુ જ હોય છે માટે જ વ્યંજનપર્યાયને જુદી પાડી છે. વ્યંજનપર્યાયમાં આકૃતિ નાની છે માટે અર્થપર્યાય પણ નાની છે એમ નથી. આકૃતિ મોટી તો અર્થપર્યાય પણ મોટી એમ નથી. સાત હાથની આકૃતિ હો કે પાંચસો ધનુષની હો કે લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી આકૃતિ હો દરેકને અર્થપર્યાયની બેહદતામાં કાંઈ ફેર નથી. આ સર્વજ્ઞભગવાનના