________________
૧૭૨ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો તેમાં નાસ્તિ કયાં આવે તેમ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે તે કોને ન જાણે? બધા દ્રવ્ય, બધું ક્ષેત્ર, બધો કાળ, બધાં ભવ અને બધાં ભાવને જ્ઞાન જાણે છે. આવા તારાં જ્ઞાનના અસ્તિત્વની ભાઈ ! તને ખબર નથી. એ અસ્તિત્વ અહીં સિદ્ધ કરે છે કે, આ લોકાલોક જે શેય છે એટલું જ જ્ઞાન છે એમ નથી.
જો લોકાલોક છે તેનાથી તેનું જ્ઞાન જીવને થતું હોય તો, લોકાલોક તો છે જ, તો બધાને કેમ તેનું જ્ઞાન નથી? પોતાના અંતરમાંથી કેવળજ્ઞાન પ્રગટ કરતો નથી માટે જ્ઞાન નથી.
જે મહા....હા...હા....જ્ઞાનસ્વભાવ તેમાંથી નીકળતી એક સમયની કેવળજ્ઞાન પર્યાયની શક્તિની કોઈ હદ નથી કે આટલું જ જાણે ! તો તેના અંતરસ્વભાવની શક્તિનું શું કહેવું ! આહાહા....આ તો તારા સ્વભાવની અલૌકિકતાનું વર્ણન થાય છે. તારા એક જ્ઞાનગુણની એક સમયની જ્ઞાન પર્યાયમાં લોકાલોકને જાણે છે એટલું જ જ્ઞાનસામર્થ્ય છે એમ નથી. શેય ખૂટે છે પણ જ્ઞાન ખૂટતું નથી. અરે, વર્તમાન શ્રુતજ્ઞાનની પણ કેટલી તાકાત છે કે આખા લોકાલોકને જાણે છે માત્ર પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ભેદ છે. આવી તો શ્રુતજ્ઞાનની પર્યાયની બેહદતા છે તો જ્યાં કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ તેનું શું કહેવું! શેય ખૂટ્યાં પણ જ્ઞાન ખૂટતું નથી. શેય ખૂટ્યાં ત્યાં જ્ઞાન કામ નથી કરતું એમ નથી કહેતાં.
અરે ! આવા તારા એક ગુણની એક પર્યાયના માહાસ્ય પણ તે જાણ્યાં નહિ. જાણવું એ જ જેનું સત્ત્વ છે, તેમાંથી નીકળેલું તત્ત્વ જે પ્રગટ પર્યાય, તેની અસ્તિમાં આખા લોકાલોકનું જાણવું તો થાય છે પણ એવા અનંત લોકાલોક હોય તોપણ તેનામાં જાણવાની તાકાત રહેલી છે. ન જાણવું કે ઓછું જાણવું થાય એવી તો વાત જ નથી. એક સમયના ભાવમાં પણ આવી બેહદ..બેહદ.બેહદ..શક્તિ ભરેલી છે કે શેય ખૂટે છે પણ જ્ઞાન ખૂટતું નથી. આવી તારા દરિયાની એક સમયની વેલની તાકાત છે તો જ્ઞાનદરિયાનું તો શું કહેવું? એક એક ગુણનું સામર્થ્ય દરિયા જેવડું છે તો એવા અનંત ગુણોનું સામર્થ્ય કેટલું? અને તેના એકરૂપ એવા દ્રવ્યના સામર્થ્યની તો વાત જ શી ? આવો તારો પરમાત્મસ્વભાવ છે તેનો અહીં પ્રકાશ થાય છે–વર્ણન થાય છે.
એ આ ધનતેરસની લાપશી પીરસાય છે. તારી ચૈતન્યલક્ષ્મીની એક સમયની પર્યાયને પણ હદ કહી શકાતી નથી કે જ્ઞાન આટલું જ જાણે, આનાથી વિશેષ ન જાણે એવી હદ બંધાતી નથી. હદ કહેવાય જ નહિ એવી તો પ્રભુ! તારા એક અંશની બેહદતા છે. આહાહા..! આવા અનંતા અંશના પિંડની બેહદતાનું શું કહેવું ભગવાન !
આ જ્ઞાનપૂજન ચાલે છે ભાઈ ! લોકો મફતના ચોપડાને પૂજ્યા કરે છે. તેમાંથી કાંઈ મળવાનું નથી. અહીં તો કેવળજ્ઞાનલક્ષ્મીના ભંડાર ભર્યા છે ને? સ્વભાવને વળી હદ