________________
પ્રવચન-૩૦ ]
[ ૧૭૧
વૃત્તેપિ—એટલે જાણવાની શક્તિ હોવા છતાં પણ લોકાલોક અને ત્રણકાળમાં જેટલાં શેય છે તેને જાણે છે એમ કહીને એટલી જ જાણવાની શક્તિ છે એમ નથી એ વાત સિદ્ધ કરવી છે.
અરે ! તું ચૈતન્ય આનંદકંદ, તારી અનંત અથાહ જાણવાની શક્તિ છે તેની પાસે શું શરીર, શું રાગ અને શું લોકાલોક, તેની કોઇ ગણતરી નથી. એવી અમાપ શક્તિ તારામાં રહેલી છે. મંડપને હદ છે પણ વેલડીને હદ નથી. એમ કહીને વેલડીની શક્તિ બતાવવી છે. મંડપની પ્રધાનતા બતાવવી નથી.
જેમ આમાંથી નિમિત્તની પ્રધાનતાનો તર્ક ઉઠે છે તેમ શાસ્ત્રમાં એવો પણ પાઠ છે કે સિદ્ધનો અનંત ઊર્ધ્વગમન સ્વભાવ છે પણ આગળ ધર્માસ્તિકાય નથી માટે લોકાગ્રથી ઉપર સિદ્ધ જતાં નથી એમ કહીને ધર્માસ્તિકાયની પ્રધાનતા બતાવવી નથી, પણ સિદ્ધના ઊર્ધ્વગમન સ્વભાવની અનંતતા બતાવવી છે. શક્તિ તો ઘણી છે પણ શક્તિ જેટલું કામ કરે છે એટલું જ નિમિત્ત હોય છે એ સિદ્ધ કરવું છે.
નિયમસારમાં એવો પાઠ આવે છે કે, કાળદ્રવ્યના અભાવમાં કોઈ દ્રવ્યનું પરિણમન ન થાય અને જો પરિણમન ન થાય તો પર્યાય વગર દ્રવ્ય પણ ન રહે. આમ, કાળદ્રવ્ય ન હોય તો કોઈ વસ્તુ જ ન હોય. આમ કહીને શું સિદ્ધ કરવું છે કે, દ્રવ્યના પરિણમન વખતે જે નિમિત્ત ચીજ છે તે કાળદ્રવ્ય છે. આમ, નિમિત્તને સિદ્ધ કરવા જાય છે ત્યાં લોકો નિમિત્તનું જોર માનવા લાગે છે.
અહીં પણ મંડપ–વેલડીના દ્રષ્ટાંતે જ્ઞાનની અનંત શક્તિ બતાવવી છે કે જેનો જે સ્વભાવ છે તેમાં મર્યાદા હોતી નથી. જેમ આકાશ છે... છે... છે....તેમાં હવે આગળ આકાશ નથી એમ ક્યારેય બનતું નથી, તેમ જ્ઞાનની પર્યાય અને ગુણ આદિમાં છે.... છે....છે....તેમાં કોઈ અંત નથી એટલું છે.
અરે, એના પોતાના માહાત્મ્યની વાત કહેવાય છે ત્યાં પોતાનું માહાત્મ્ય સ્વીકારતો નથી અને નિમિત્તનું માહાત્મ્ય કરવા લાગે છે. એની પણ બલિહારી છે ને ! એને ઘડ જ ઊંધી બેસી ગઈ હોય છે. ઊંધેથી જ જુએ છે. નિયમસારમાં કહ્યું છે કે, પુદ્ગલ વિના લોકયાત્રા ન થાય તેમાં શું કહેવું છે કે, ગતિ કરવાની જીવની યોગ્યતા છે પણ તે કાયમી સ્વભાવ નથી એટલે પુદ્ગલના લક્ષે પોતાની યોગ્યતાથી એટલું પરિણમન છે એમ કહેવું છે. પણ ત્યાં અજ્ઞાની એમ અર્થ કરે કે, જુઓ ! પુદ્ગલ વિના જીવની ગતિ નથી. આ ગાથામાં એમ અર્થ લે કે, શેય વિના જ્ઞાન કામ કરતું નથી, ધર્માસ્તિકાય વિના સિદ્ધો આગળ ગમન કરી શકતાં નથી. આમ ઊલટાં અર્થ કરે તેમાં તેની સાથે ચર્ચા શું કરવી ? જેનો જે સ્વભાવ છે તેને મર્યાદા શું કહેવી ? જેની અસ્તિ છે... છે.... છે.....છે