________________
10 )
[ પરત્નપ્રકાશ પ્રવચનો ભાવના કે વિકારના આધારની જરૂર નથી. એવા પર અને વિકારના આધારથી રહિત અદ્ધર બિરાજતો નિરાલંબી ચૈતન્ય, તેને ચિદાનંદ લક્ષણ વડે લલિત કર તો તેનો તને અનુભવ થાય. તેમાં કાંઈ બહુ ગડિયાં ભણવા પડે તેમ નથી.
આવા ચૈતન્યભગવાનની પૂજા કરવા જેવી છે.
હવે આગળ ૪૭મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે, જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે જ્ઞાનમાં જાણવામાં ન આવે. બધાં જ પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે એવું પરમાત્માનું જ્ઞાન સર્વવ્યાપક છે.
અહીં પરમાત્માના પ્રગટ જ્ઞાનની વાત કરી છે પણ દરેક આત્મામાં જ્ઞાનની એવી સર્વ વ્યાપક શક્તિ રહેલી છે. શક્તિએ કે વ્યક્તિએ જ્ઞાન સર્વવ્યાપક છે એટલે કે કાંઈ પણ જાણ્યા વિનાનું રહે એવો એનો સ્વભાવ નથી. આનું નામ જ્ઞાનલક્ષ્મી સરસ્વતી છે. આવો દરેકનો ચૈતન્ય જ્ઞાનલક્ષ્મીવાળો આત્મા છે પણ અનંતકાળમાં કદી એણે (અજ્ઞાનીએ) પ્રતીત કરી નથી.
જેનો સ્વભાવ “જાણવું છે તેમાં, આને ન જાણે એવું ક્યાંથી આવે? જાણવામાં જાણવું...જાણવું જાણવું જ આવે, તેમાં કેટલું જાણવું આવે તે સમજાવે છે કે જેમ, માંડવા ઉપર વેલ ચડે છે ને ! તે ક્યાં સુધી જાય કે જ્યાં સુધી મંડપનો ઉપલો ભાગ હોય ત્યાં સુધી ચડે પણ પછી આગળ મંડપનો સહારો નહિ હોવાથી વેલ ત્યાં અટકી જાય છે. વેલની આગળ વધવાની શક્તિ તો ઘણી છે પણ મંડપના સહારાના અભાવે આગળ વધતી નથી. વેલડી આવી જતી નથી માટે શક્તિ નથી એમ નથી, શક્તિ તો ઘણી છે પણ મંડપ હોય ત્યાં સુધી જ ફેલાય છે. તેમ જ્ઞાન પણ જ્યાં સુધી શેયો છે ત્યાં સુધી ફેલાય જાય છે, તેનાથી વધુ શેયો નથી માટે જાણતું નથી. જ્ઞાનની શક્તિ તો ઘણી છે.
જુઓ ! આમાં ઊંધા અભિપ્રાયવાળા જીવો ઊંધો અર્થ કાઢે કે નિમિત્ત હોય એટલું જ જ્ઞાન થાય છે; પણ અહીં એ સિદ્ધ નથી કરવું. અહીં તો એ સિદ્ધ કરવું છે કે જ્ઞાનની શક્તિ તો ઘણી છે પણ આગળ કોઈ શેય જ નથી તો કોને જાણે! આમ કહીને જ્ઞાનની અનંતી શક્તિ સિદ્ધ કરવી છે. નિમિત્ત નથી માટે જ્ઞાન નથી એમ સિદ્ધ નથી કરવું.
લોકાલોક અને ત્રણકાળને તો જાણે પણ તેનાથી વિશેષ જોય જ નથી તો જ્ઞાન કોને જાણે? શેયોનું અવલંબન ન મળવાથી જ્ઞાનમાં જાણવાની શક્તિ હોવા છતાં વિશેષ જાણતું નથી. ટીકાકારના આ શબ્દમાંથી કોઈ તર્ક કાઢે કે જુઓ, ઉપાદાનમાં શક્તિ તો ઘણી છે પણ નિમિત્ત નથી તો કાર્ય ક્યાંથી કરે. અરે ! ભગવાન, તારી પણ બલિહારી છે! અહીં તો અવલંબન નથી એમ કહીને જ્ઞાનની શક્તિની વિસ્તૃતતા બતાવે છે. નિમિત્તનો અભાવ છે માટે કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ નથી કરવું.