________________
પ્રવચન-૩o/
[ ૧૬૯ જુઓ ! આત્માને સંસાર, બંધ અને આકુળતાથી રહિત લક્ષણવાળો અને મોક્ષનું મૂળ કારણ કહ્યો છે. તેની અનુભૂતિ એટલે શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ અને સ્થિરતા વડે પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ પ્રાપ્ત થાય છે માટે આવો શુદ્ધાત્મા જ આરાધવા યોગ્ય છે.
એમ કહે છે કે, તારે મોક્ષ માટે કાંઈ કામ કરવું છે કે ખાલી વાતો જ કરવી છે? મોક્ષ એટલે પૂર્ણ શાંતિ અને સુખની પ્રાપ્તિના કામ માટે આ અબંધ અને અસંસાર લક્ષણવાળા આત્માને જાણ અને તેમાં ઠર ! આત્મા બંધ અને સંસારના લક્ષણથી રહિત છે અને અબંધ-મુક્તસ્વભાવ અને સંસારના અભાવ લક્ષણવાળો છે તેના આશ્રયથી સંસારરહિત મુક્ત-અવસ્થા પ્રાપ્ત થાય છે.
વસ્ત પોતે બંધ અને સંસારથી રહિત છે. વર્તમાન અવસ્થામાં હું આ ભાવસ્વરૂપ છે. પર્યાય જેવડો . એવી ભ્રાંતિ છે તેનાથી આત્મા રહિત છે. શરીર, વાણી, મન તો પરદ્રવ્ય જ છે તેનાથી તો આત્મા રહિત જ છે પણ પર્યાયમાં જે મિથ્યાભ્રાંતિરૂપ સંસાર છે તેનાથી પણ રહિત લક્ષણવાળો આત્મા છે અને પ્રકૃતિ, પ્રદેશ આદિ ચાર પ્રકારના કર્મબંધથી પણ આત્મા રહિત લક્ષણવાળો છે. સંસારના અને બંધના લક્ષણવાળો આત્મા નથી. આત્મા તો અબંધ અને મુક્ત લક્ષણવાળો છે. એવા સ્થિર લક્ષણવાળા આત્મામાં એકાગ્ર થઈને, “આ હું છું' એમ જાણ.
એક તરફ ભગવાન અને એક તરફ અભગવાન છે. બંનેનો એકબીજામાં અભાવ છે. ભગવાન શુદ્ધ, અનાદિ-અનંત, આનંદકંદ, ચિદાનંદઘન મહિમાવંત પદાર્થ છે અને સંસાર અને બંધભાવ તે અભગવાન છે મહિમા વિનાની ચીજ છે તેનો ભગવાનમાં અભાવ છે અને ભગવાનનો તેમાં અભાવ છે.
પણ એને કાંઈ નિર્ણય કરવો નથી, સમજણની દરકાર કરવી નથી અને ધર્મ કરવો છે. ધર્મ કરવો છે તો ધર્મદશા કરનારો કેવડો છે ધર્મ થાય એવા સ્વભાવવાળો છે કે અધર્મ સ્વભાવવાળો છે? તે સમજવું પડશે ને !
આમાં કાંઈ વધુ ભણતરની જરૂર નથી. જેમ સાકાર છે તેમાં સાથે મેલ પણ છે તે બંને જુદી ચીજ છે તો દૂધ નાંખતા જુદી પડી જાય છે ને ! સાકર તો મીઠાશ લક્ષણવાળી છે, મેલ લક્ષણવાળી નથી. તેમ આત્મા અને વિકાર વર્તમાનમાં સાથે રહેલાં છે પણ આત્મા તો નિર્મલ લક્ષણવાળો ચિદાનંદ અમૃતનો ગોળો છે તે વિકાર–મેલ લક્ષણવાળો નથી.
પ્રભુ ! તારું લક્ષણ શું છે એ જાણ્યા વિના લક્ષ્ય હાથમાં શી રીતે આવશે ? રાગ-દ્વેષ, પુણ્ય-પાપ એ તારાં લક્ષણ છે? એ તો વિકારના લક્ષણ છે. તેનાથી તો બંધ હાથમાં
0 4 તને દ્રવી રીતે હાથમાં આવે? કે, જેમ સાકર એકલો મીઠાશની ગાથા છે " આત્મા અરૂપી. નિરાલંબી, શુદ્ધ જ્ઞાનનો ગોળો છે તેને કોઈ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,