________________
૩૪ ]
માત્મપ્રકાશ પ્રવચનો પ્રતિક્રમણમાં તીર્થકરોની સ્તુતિમાં ભગવાનને બોધિ-સમાધિના દાતા કહ્યા છે. પ્રભુ! મને પુણ્ય-પાપના વિકાર રહિત ભાવ-આરોગ્ય પ્રાપ્ત થાય અને મરતાં સુધી મારી બોધિ ટકી રહે, સમાધિમરણ થાય અને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી એવી ને એવી બોધિ ટકી રહે એવી હું ભાવના ભાવું છું.
અહીં પ્રભાકર ભટ્ટ-શિષ્ય કહે છે પ્રભુ! મારામાં આવી બોધિ અને સમાધિનો અભાવ છે તેથી ચારગતિમાં હું બહુ બહુ દુઃખ પામ્યો, ક્યારેય મને મારું વીતરાગ પરમાનંદ સુખ ન મળ્યું માટે હવે મને એ બોધિ સમાધિ કેમ પ્રાપ્ત થાય તે કહો.
પ્રભુ ! ચારગતિમાં મેં શારીરિક અને માનસિક દુઃખ જ ભોગવ્યાં. પુણ્ય–પાપની આકુળતામાંથી હું ઊંચો ન આવ્યો. પુણ્ય-પાપની પાછળ રહેલાં આત્માના ભાન વગર મેં માત્ર દુઃખ જ ભોગવ્યું.
સંસાર-સાગરમાં ભ્રમણ કરતાં આગળ કહ્યું તે પ્રમાણે મનુષ્યદેહ, જૈનશાસન અને સમ્યજ્ઞાન આદિ પ્રાપ્ત થવા મહા દુર્લભ છે. એ મળ્યાં પછી બિલકુલ પ્રમાદ ન કરવો જોઈએ. જે પ્રમાદી થાય છે તે અનંતકાળ સુધી સંસારવનમાં ભટકે છે. આવી જ વાત બીજા શાસ્ત્રમાં પણ કહી છે કે આ મહાન દુર્લભ જે જૈનશાસ્ત્રનું જ્ઞાન છે તે પ્રાપ્ત થયા પછી જે જીવ પ્રમાદી થઈ જાય છે તે ભિખારી બની ઘણા કાળ સુધી સંસારમાં ભટકે છે.
સમ્યક શ્રદ્ધા થયા પછી જે તેની રક્ષા ન કરે અને દુનિયા શું કહે છે તેમાં લક્ષ કરી પ્રમાદી બને છે તે સંસારવનમાં ભટકે છે. માટે કહ્યું કે વીતરાગ પરમાત્માએ કહેલાં પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધાત્માના શ્રદ્ધા–જ્ઞાન પામીને પછી જીવે આળસ ન કરવી–પ્રમાદ ન કરવો. પ્રમાદમાં રોકાઈને નિજ શુદ્ધાત્માની દૃષ્ટિને ગોપવી ન દેવી.
જે અપૂર્વ દૃષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયા છે તેને દુનિયા સાથે મેળવવા જાય તો તેનો , મેળ ન ખાય. માટે ગુરુ શિષ્યને સાવધાન કરે છે કે દુનિયા સામું જોઈને તું તારી શ્રદ્ધાને ઢીલી ન કરીશ, દુનિયા આ વાત માનતી નથી માટે તું શંકા કરીશ નહિ.
નિયમસારમાં આવે છે કે આ સુંદર માર્ગની ઇર્ષા કરનારા અને નિંદા કરનારા તો દુિનિયામાં ઘણા નીકળશે પણ તેને જોઈને તું તારી શ્રદ્ધાની મૂડીને ખોઈ ન નાખીશ! ધર્મના ચોર-લૂંટારાનું તું ધ્યાન રાખજે કે એ ક્યાંક તારી મૂડી ચોરી ન જાય ! તારી શ્રદ્ધાને જાળવીને રાખજે. પ્રમાદી ન બનીશ.
અનંતકાળમાં જૈનશાસન મળવું મહા દુર્લભ છે. અન્ય મતમાં તો ક્યાંય આ સત્ય વાત નથી પણ જૈનના વાડાઓમાં પણ કયાંય આ સત્ય નથી એવું સત્ય જેનશાસને તને | મળ્યું છે. તે મહાદુર્લભ રત્ન છે, તેને દુનિયાના માન-આબરું આડે વેડફી ન નાખીશ. ભાઈ ! ભગવાનની વાણીમાં આવ્યું કે આ જીવ સમકિતી ભવ્ય છે પછી તારે ત્રણ ભુવનમાં