________________
પ્રવચન-૭ )
[ ૩૩
ભગવાન સર્વશપ્રભુ આત્માના રાગરહિત સ્વભાવને ગ્રહણ કરવો તેને ધર્મ કહે છે. દયા-દાન-વ્રત પાળવા એ પુણ્ય છે, ધર્મ તેનાથી જુદી ચીજ છે. આ વાત બુદ્ધિમાં પેસવી કઠણ પડે છે અને બુદ્ધિમાં ગ્રહણ થાય તો પણ તેનું ટકી રહેવું ધારણ થવું એનાથી પણ દુર્લભ છે. અમે પહેલાં વ્યાખ્યાનમાં પંચમેષ્ઠીનું સ્વરૂપ અને આત્માનું સ્વરૂપ સમજવાની વાત કરતાં તો લોકોને “સ્વરૂપ” શબ્દ સાંભળીને એમ થતું કે આ સ્વરૂપ વળી શું? વિતરાગની વાતનું સ્વરૂપ સમજવું પણ લોકોને દુર્લભ છે તો તેનું “ધારણ' તો કેટલું દુર્લભ લાગે?
ભગવાન વીતરાગ તીર્થંકર પરમદેવ આત્માનું વિતરાગસ્વરૂપ કહે છે. તેને પુણ્ય-પાપના રાગ રહિત અંતર્દૃષ્ટિ કરીને અનુભવમાં લેવું તેને ભગવાન ધર્મ કહે છે. એમ પહેલાં ધારણામાં નક્કી થવું જોઈએ. ત્યાર પછી તેની અંતરથી રુચિ થવી જોઈએ કે ભગવાન કહે છે માટે નહિ પણ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ભગવાન જાણે છે અને એવું જ કહે છે એમ અંતર રુચિમાં વાત બેસી જવી તે અત્યંત દુર્લભ છે.
વસ્તુનું સ્વરૂપ સાંભળીને તેનું ગ્રહણ, ધારણ અને શ્રદ્ધાન થયા પછી પાંચ ઇન્દ્રિયના દમનરૂપ સંયમ પ્રગટ કરવો અને વિષયસુખોથી નિવૃત્તિ પામવી એ તેનાથી પણ દુર્લભ છે. એ પણ થયા પછી ક્રોધાદિ કષાયોનો અભાવ થવો એ વધુ દુર્લભ છે.
આ બધાંમાં સૌથી ઉત્કૃષ્ટ એવી શુદ્ધાત્મ ભાવનારૂપ રાગરહિત–વીતરાગ નિર્વિકલ્પ સમાધિ-શાંતિ પ્રાપ્ત થવી તે ઘણી દુર્લભ છે. કેમકે આ નિર્વિકલ્પ વીતરાગ સમાધિના શત્રુ જે મિથ્યાત્વ અને વિષય–કષાય આદિ છે તેની ઘણી પ્રબળતા છે. જુઓ ! મિથ્યાત્વભાવને વેરી કહ્યો છે. જ્યાં મિથ્યાત્વભાવ હોય ત્યાં આત્માની શાંતિ પ્રગટતી નથી.
દેહની ક્રિયા હું કરું છું, પરદ્રવ્યમાં હું ફેરફાર કરી શકે છે, પરદ્રવ્ય મને લાભ-નુકશાન * કરે છે, પરની દયા પાળવાથી લાભ છે, પુણ્યમાં મારું કાંઈક હિત છે એવી બધી મિથ્યાત્વની
ગ્રંથિ છે તે આત્મશાંતિની વેરણ છે. ચોથા ગુણસ્થાને આત્માની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતારૂપ સમાધિ થતાં મિથ્યાત્વનો નાશ થાય છે.
જગતમાં અનાદિથી આત્માની બોધિ સમાધિથી વિપરીત મિથ્યા માન્યતાની પ્રબળતા વર્તે છે આ મિથ્યાત્વ અને વિષય–કષાયની પ્રબળતાને લીધે જીવોને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પ્રાપ્ત થતાં નથી. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ તે જ બોધિ છે અને તેને નિર્વિઘ્નપણે ધારણ કરવી તે સમાધિ છે.
વીતરાગ સર્વજ્ઞ ભગવાને આત્માને અનંત ગુણવાળો જોયો છે, જાણ્યો છે અને કહ્યો છે. પ્રભાકર ભટ્ટ કહે છે કે મેં અનાદિથી આત્માનું આવું સ્વરૂપ જાણ્યું નથી અને વિપરીત માન્યતા જ કરી છે તેથી હું દુઃખી થઈ રહ્યો છું.