________________
પ્રવચન-૪૮ )
[ ૩૦૭ અતીન્દ્રિયભાવસ્વરૂપ છે અને ઇચ્છા તથા રાગાદિથી ભિન્ન એવો શુદ્ધાત્મા છે તે જ ઉપાદેય છે તે જ દૃષ્ટિમાં લેવા લાયક છે. આવો આ શ્લોકનો અભિપ્રાય છે.
હવે તેનાથી પણ ઊંચી ગાથા આવે છે કે આત્મા જન્મ-મરણ અને બંધ-મોક્ષને પણ કરતો નથી.
અહા ! પરમાત્મપ્રકાશ તો પરમાત્મપ્રકાશ જ છે.
આત્મા એક વસ્તુ છે તે અનાદિ અનંત એકરૂપભાવે રહેલી છે. આત્માને તેના એકરૂપ સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો તે જન્મને કરતો નથી, મરણને કરતો નથી. બંધ કરતો નથી અને મોક્ષ પણ કરતો નથી. જેવો છે તેવો જ ત્રણેકાળ છે એમ આ ગાથામાં નિરૂપણ કરે છે.
જુઓ ! આમાં આચાર્યદેવે જિનવરને સાક્ષીમાં વચ્ચે લીધા છે. જિનવર-ત્રિલોકીનાથયોગીશ્વર એમે કહે છે, હે આત્મા ! વસ્તુની દષ્ટિએ જોઈએ તો આત્મા જન્મતો નથી, આત્મા મરતો નથી અને બંધ-મોક્ષને કરતો નથી. દ્રવ્યબંધ અને દ્રવ્યમોક્ષને તો કરેતો નથી પણ ભાવબંધ અને ભાવમોક્ષને પણ કરતો નથી. ભાવબંધને છોડીને પોતાની પર્યાયમાં ભાવમોક્ષને આત્મા કરતો નથી. આ વાત સાંભળજો હો ! સાંભળવા જેવી છે. ત્રણલોકના નાથ ભગવાન પરમેશ્વરદેવ સમવસરણમાં આ વાત ફરમાવતા હતાં.
આત્મા તો ભગવાન છે તે કાંઈ બંધને કરે ! જે બંધને કરે નહિ તેને મોક્ષ કરવાનો ક્યાં રહ્યો ! બંધને કરે તે જ મોક્ષને કરે. આત્મપદાર્થ તો પર્યાયના બંધ અને પર્યાયની મક્તિથી રહિત જ છે. એક સમયનો બંધ અને એક સમયની મુક્તિ તે બંને પર્યાય છે. વસ્તુ તેનાથી રહિત છે. મોક્ષ પણ એક સમયની પર્યાય છે. સિદ્ધપણું એ કાંઈ આત્માનું દ્રવ્ય-ગુણપણું નથી. મોક્ષ છે તે અનુપચરિત સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે, કેમ કે તે વસ્તુનો એક સમય પૂરતો અંશ છે, ત્રિકાળ શુદ્ધભાવનો વિષય નથી, ત્રિકાળ શુદ્ધભાવનો વિષય તો અખંડ એકરૂપ નિજદ્રવ્ય છે.
ભગવાન કહે છે કેવળજ્ઞાન અને સિદ્ધદશા એ પણ તારું ત્રિકાળ સ્વરૂપ નથી. એશ છે માટે તે વ્યવહાર છે. તારી પોતાની સત્તામાં છે. માટે સદભૂત છે પણ અંશ હોવાથી વ્યવહાર છે. દ્રવ્યનો આદર કરતાં તે પ્રાપ્ત થાય છે દ્રવ્યને પ્રાપ્ત કરતાં પર્યાય થઈ જાય છે પણ તે શુદ્ધનયનો વિષય નથી. પર્યાય આખો આત્મા નથી. સંવર, નિર્જરા અને મોક્ષ ભલે શદ્ધપર્યાય છે પણ તે કાંઈ આખું દ્રવ્ય નથી. આખા દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો તે દ્રવ્ય બંધ અને મોક્ષને કેમ કરે!
હજુ તો જેને શરીરની ક્રિયા કરવી છે, રાગ કરવો છે, રાગ કરવાથી લાભ માનવો છે તેને આ વાત ક્યાંથી બેસે ! પણ વિચાર કરે તો સમજાય કે જે વસ્તુના સ્વરૂપમાં નથી