________________
૩૦૮ )
[ ઘરમાત્મપ્રકાશ પ્રવચનો તેનાથી વસ્તુમાં લાભ કેવી રીતે થાય? અભેદ અખંડ દ્રવ્ય શુદ્ધપર્યાયને પણ કરતું નથી, શુદ્ધતા પ્રગટ થાય છે તે પણ વ્યવહારનો વિષય છે. જે ભેદરત્નત્રયથી અભેદરત્નત્રય થવાનું માને છે તે તો ભીંત ભૂલ્યા છે. અહો ! મહાન ચૈતન્યપ્રભુ ઉપર દૃષ્ટિ દેવી અને એકાકાર થવું તે પણ વ્યવહારનયનો વિષય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તે મોક્ષમાર્ગ છે પણ એક સમયની અવસ્થા હોવાથી તે વ્યવહારનયનો વિષય છે. ત્રિકાળી દ્રવ્ય જ નિશ્ચયનો વિષય છે તેની અપેક્ષાએ શુદ્ધ અવસ્થા પણ અંશે હોવાથી વ્યવહાર છે અને વ્યવહાર તો જાણવા લાયક છે. આદરવા લાયક તો એક શુદ્ધાત્મા જ છે.
પૂર્ણદશા જે સિદ્ધદશા તે પણ જાણવા લાયક છે. આદરવા લાયક તો એક ત્રિકાળી દ્રવ્ય છે.
અજ્ઞાનીને એમ થાય છે કે અરે ! આમાં તો મગજ કામ કરતું નથી. પણ ભાઈ ! મગજ જેનું કામ કરે છે એવા ચેતનને જ આ કહેવાય છે, જડને કહેતાં નથી.
બંધની એક સમયની વિકૃત અવસ્થા અને મોક્ષની એક સમયની અવિકૃત અવસ્થા તે બંનેથી રહિત ભગવાન આત્મા ત્રિકાળ એકરૂપ છે. બંધ-મોક્ષથી રહિત છે એમ ત્રણલોકના નાથ પરમ પૂજ્ય જિનેન્દ્રદેવે ફરમાવ્યું છે દ્રવ્ય” શુદ્ધનયનો વિષય છે. “પર્યાય' તે વ્યવહારનો વિષય છે અને બંને થઈને પ્રમાણનો વિષય થાય છે.
અરે ! જેના ઘરમાં અનંત આનંદની લક્ષ્મી ભરી છે, અનંત જ્ઞાનના પરિપૂર્ણ ભંડાર ભર્યા છે, અનંતવીર્ય અને ચારિત્રરસના ભંડાર જેમાં ભર્યા છે, જેનામાં પ્રભુતા, સ્વચ્છતા અને પૂર્ણ પ્રગટ થવાની લાયકાતવાળા ગુણના ભંડાર ભર્યા છે. તે એક અંશમાં ક્યાંથી આવી જાય! વસ્તુ અંશપણે કેમ થાય? (ન થાય).
ભાવાર્થ –જો કે આ આત્મા શુદ્ધાત્માનુભૂતિના અભાવને કારણે શુભ, અશુભ ઉપયોગથી પરિણમન કરીને જીવન, મરણ અને શુભ-અશુભ કર્મબંધને કરે છે. .
“આત્મા' એટલે જ્ઞાનાદિ શુદ્ધગુણનો ધ્રુવપિંડ એકરૂપ વસ્તુ. તેની અનુભૂતિ એટલે એકરૂપ ધ્રુવ આત્માના અનુભવરૂપ પર્યાય. અનંતગુણનું એકરૂપ એવી વસ્તુને અનુસરીને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય થાય છે પણ એવો અનુભવ જેને નથી એવા અનાદિથી અજ્ઞાની જીવોને પર્યાયમાં વસ્તુની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાનો અભાવ છે. વસ્તુનું લક્ષ તેની રુચિ અને તેમાં સ્થિરતાનો પર્યાયમાં અભાવ છે તેથી પરિણામમાં શુભ અને અશુભભાવને કરતો તે પર્યાયમાં જન્મ-મરણ કરે છે તથા કર્મબંધ પણ કરે છે.