________________
- ત્રિકાળ-મુક્તના આશ્રયે મુક્તિ આ
(સળંગ પ્રવચન નં. ૪૯) શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે તેના પ્રથમ અધિકારની આ ૬૮મી ગાથા ચાલે છે.
नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति।
जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति ॥६॥ મૂળ ગાથામાં આચાર્યદવ કહે છે કે, આત્મા બંધ અને મોક્ષને કરતો નથી. પરંતુ ટીકાકાર ટીકામાં એ વાત પણ સિદ્ધ કરે છે કે પર્યાયદષ્ટિથી આત્મા બંધ–મોક્ષને કરે છે.
શુદ્ધ પરમ પરિણામિકભાવરૂપ વસ્તુ છે તે બંધની કર્તા નથી તેમ જ મોક્ષની કર્તા નથી. ધ્રુવ દ્રવ્ય કદી બંધને, મોક્ષમાર્ગને કે મોક્ષને કરે જ નહિ પણ દ્રવ્યની પર્યાયમાં વસ્તુના શુદ્ધસ્વરૂપની અનુભૂતિ નથી તેથી પર્યાયમાં તે શુભ અને અશુભભાવપણે પરિણમી જીવન, મરણ અને શુભ-અશુભકર્મનો બંધ કરે છે.
Vર્જ મૂળ વસ્તુ છે તે તો પર્યાય વિનાની ધ્રુવ છે તે નિશ્ચયનો વિષય –નિશ્ચયતત્ત્વ છે અને તેની પર્યાય છે તે વ્યવહારનો વિષય–વ્યવહારતત્ત્વ છે. એકરૂપ ધ્રુવ ધ્રુવ...ધ્રુવ તે નિશ્ચયતત્ત્વ છે અને પર્યાય વ્યવહાર તત્ત્વ છે, આ વ્યવહારતત્ત્વમાં જ્યાં સુધી વસ્તુનું લક્ષ નથી, વસ્તુની રુચિ અને લીનતા નથી અર્થાત્ મોક્ષમાર્ગ નથી ત્યાં સુધી શુભ અને અશુભભાવની અનુભૂતિ હોય છે. પર્યાય શુભ અને અશુભભાવને કરે છે. ત્રિકાળ ધ્રુવ વસ્તુ તો ઉત્પા-વ્યયને કે શુભ-અશુભભાવને કરતી જ નથી. પર્યાયમાં પણ શુભ-અશુભભાવ કરવાનો સ્વભાવ નથી પણ શુદ્ધ આત્માની અનુભૂતિ નથી તેથી અજ્ઞાનથી શુભાશુભભાવનું પરિણમન થાય છે અને તેથી કર્મોનું બંધન પણ થાય છે. જ્યારે પર્યાયમાં શુદ્ધ આત્માની અનુભૂતિ થાય છે અર્થાત્ સ્વસ્વરૂપની શ્રદ્ધા, સ્વસ્વરૂપનું જ્ઞાન અને સ્વસ્વરૂપમાં સ્થિરતા થાય છે ત્યારે પર્યાયમાં મોક્ષનો માર્ગ શરૂ થઈ જાય છે, તે પર્યાય શુદ્ધોપયોગની પરિણત થઈ જાય છે. પૂર્ણ શુદ્ધતા થઈ જાય છે તે મોક્ષ છે. આમ બંધ, મોક્ષમાર્ગ અને મોક્ષનો કર્તા વ્યવહાર આત્મા છે. ધ્રુવ તેને કરતું નથી,
બંધ, મોક્ષ અને મોક્ષમાર્ગ નિશ્ચયવસ્તુમાં નથી. માટે નિશ્ચયનયથી જોઈએ તો વસ્તુ તો ત્રિકાળ એકરૂપ છે તેમાં બંધ, બંધમાર્ગ, મોક્ષ અને મોક્ષમાર્ગ એ બંધાનો અભાવ છે. એકરૂપ ત્રિકાળ સત્ત્વમાં બંધ-મોક્ષ છે જ નહિ. ફક્ત તેની એક સમયની પર્યાયમાં શુદ્ધાત્માની અનુભૂતિના અભાવે તે શુભાશુભરૂપે પરિણમે છે, જીવન-મરણને કરે છે અને કર્મને બાંધે છે. એ જ દ્રવ્ય પોતાના શુદ્ધાત્માનુભૂતિના કાળે શુદ્ધોપયોગરૂપ પરિણમી મોક્ષને કરે છે. આ મોક્ષ પણ વ્યવહાર છે. નિશ્ચયવસ્તુમાં મોક્ષની પર્યાય પણ નથી.