________________
૩૧૦ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
આ રીતે પર્યાયમાં બંધ, મોક્ષ હોવા છતાં શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં આત્મા બંધને કે મોક્ષને કરતો નથી. પર્યાયરૂપી વ્યવહાર-આત્મા જ પર્યાયમાં બંધ અને મોક્ષને કરે છે.
વસ્તુ સદેશરૂપે રહેનારી છે એટલે કે ચેતન....ચેતન.....ચેતનપણે રહેનારો છે તે` નિશ્ચયનયનો વિષય—નિશ્ચયતત્ત્વ છે અને અવસ્થાનું થવું અને અવસ્થાનું જવું તે વ્યવહારનો વિષય—પર્યાયતત્ત્વ છે. આમાં ૫૨ની સાથે તો કાંઈ સંબંધ જ નથી. નિશ્ચય ધ્રુવ છે અને પર્યાય વ્યવહાર છે. નિશ્ચયમાં પર્યાય પણ નથી, એકલું ધ્રુવ છે. તેમાં બંધ નથી, મોક્ષમાર્ગ નથી અને મોક્ષ પણ નથી./
મુમુક્ષુ ઃ—બહુ ઝીણી વાત છે.
પૂજ્ય ગુરુદેવશ્રી :—સમજવામાં ઝીણી નથી. સમજવા માગે તેને સમજાય જ જાય એવી વાત છે. પહેલીવાર આ વાત સાંભળે તો ન સમજાય એવું નથી. એકદમ સાદી ભાષામાં વાત ચાલે છે. આત્મા એક શાશ્વત અકૃત્રિમ વસ્તુ છે તેમાં બે પ્રકાર છે એક શાશ્વત સર્દેશ રહેનાર ભાગ અને એક વિસર્દેશ થનાર પર્યાયતત્ત્વ છે. તેમાં શાશ્વત સદેશ તત્ત્વ તો સદાય જેમ છે તેમ જ છે પણ વિસદેશ એવા પર્યાયતત્ત્વમાં શુભ-અશુભભાવ થાય છે અને શુદ્ધાત્માની અનુભૂતિ તથા મોક્ષ પણ તેમાં જ થાય છે. માટે સર્દશ વસ્તુની અપેક્ષાએ વસ્તુમાં બંધ-મોક્ષ નથી પણ વિસદેશ પર્યાયની અપેક્ષાએ વસ્તુમાં બંધ-મોક્ષની બધી અવસ્થા થાય છે.
બંધની પર્યાય તો અશુદ્ધ છે માટે અપરમભાવ જ છે પણ મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય પણ ક્ષણિક હોવાથી અપરમભાવ છે. ક્ષાયિકભાવ અપરમભાવ છે. એક ત્રિકાળી ધ્રુવભાવ તે જ પરમભાવ છે. માટે ધ્રુવ ઉપર દૃષ્ટિ દે તો પર્યાયમાં મુક્તિ થાય એમ કહેવાનો આશય છે. આખો ધ્રુવનો સ્તંભ બિરાજે છે તેના આશ્રય વિના શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા સમ્યક્ થાય તેમ નથી માટે પર્યાયને દ્રવ્યમાં વાળ ! કામ તો પર્યાયમાં જ લેવાનું છે પણ તેનું કારણ જે દ્રવ્યસ્વભાવ છે તેના લક્ષ, શ્રદ્ધા અને લીનતા વિના મોક્ષનો માર્ગ ઉત્પન્ન થતો નથી.
અહીં પર્યાયને વિસર્દશ કહી એટલે વિકારી કહેવી નથી પણ ઉત્પાદ્ ને વ્યય, ઉત્પાદ્ ને વ્યય થયા કરે છે એ અપેક્ષાએ પર્યાયને વિસદેશ કહી છે. સદેશ—એકરૂપ ભગવાન આત્મા ઉપર દૃષ્ટિ સ્થાપતાં વિસર્દેશ એવી પર્યાયમાં પણ નિર્મળતા થાય છે. આ તો અંદરના ખેલ કોઈ જુદી જાતના છે ભાઈ! એ તો જાણે તે માણે. વીતરાગનું કહેલું તત્ત્વ કોઈ અલૌકિક છે તેને તેં જાણ્યું નથી ભાઈ ! શ્રીમદે કહ્યું ને ! પ્રભુ ! આપે કહેલાં તત્ત્વને અમે ઓળખ્યું નહિ. ભગવાને કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાને અમે ઓળખ્યા નહિ.