________________
પ્રવચન-૪૯ /
[ ૩૧૧ અનંતગુણનો એક સદેશ ધ્રુવ પરમપારિણામિકભાવ છે તે પરમભાવમાં બંધ અને મોક્ષ એવું કાંઈ નથી પણ પર્યાયદૃષ્ટિએ જોઈએ તો પર્યાયમાં બંધ અને મોક્ષ છે તે અપરમભાવ છે. એકરૂપ ત્રિકાળ ધ્રુવ તે પરમભાવ છે તે સિવાય કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતવીર્ય આદિ બધી પર્યાય અપરમભાવ છે. એક સમયની દરેક અવસ્થા અપરમભાવ છે. ત્રિકાળભાવ તે પરમભાવ છે. સમજાણું કાંઈ !
પોતાના સ્વભાવને ભૂલેલો આત્મા પોતાની પર્યાયમાં શુભાશુભપણે પરિણમે છે અને જન્મ-મરણને કરે છે. જન્મ-મરણ એટલે શરીરના જન્મ-મરણની વાત નથી પણ પોતાની પર્યાયમાં જન્મ-મરણને કરે છે અને કર્મને બાંધે છે અર્થાત્ કર્મબંધનમાં નિમિત્ત છે તથા જે પર્યાયમાં પોતાના સ્વભાવનું ભાન થાય છે, શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે તે પર્યાય મોક્ષને કરે છે એટલે કે શુદ્ધોપયોગરૂપે પરિણમીને મોક્ષને કરે છે,
એકરૂપ પરમ સ્વભાવભાવની દૃષ્ટિએ જોઈએ તો એ ભાવ તો બંધને પણ કરતો નથી અને મોક્ષને પણ કરતો નથી. આ પરમભાવ ઉપર દૃષ્ટિ કર ! એમ કહેવું છે. દૃષ્ટિ પોતે ઉત્પાદ્વ્યયવાળી છે પણ તેનો વિષય ધ્રુવ છે.
આટલી વાત કાલે આવી ગઈ હતી પણ હવે પ્રશ્ન આવે છે એટલે તેનું અનુસંધાન ફરી લીધું. શિષ્યને આટલી વાત સાંભળીને પ્રશ્ન ઉઠ્યો તે પૂછે છે હે પ્રભો ! શુદ્ધ દ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધનિશ્ચયનયથી આત્મા મોક્ષનો પણ કર્તા નથી તો એમ સમજવું જોઈએ કે શુદ્ધનયથી મોક્ષ જ નથી અને જો મોક્ષ જ નથી તો મોક્ષ માટે પ્રયત્ન કરવો તે પણ વ્યર્થ છે?
શિષ્યના પ્રશ્નનો યોગીન્દ્રદેવ ઉત્તર આપે છે કે, મોક્ષ છે તે બંધપૂર્વક હોય છે. મોક્ષની પર્યાય બંધનો વ્યય થાય ત્યારે થાય છે. પણ વસ્તુસ્વરૂપે જોઈએ તો બંધ થતો જ નથી તેથી બંધના અભાવરૂપ મોક્ષ પણ વસ્તુસ્વરૂપમાં નથી. શુદ્ધનિશ્ચયનયથી એટલે ત્રિકાળ સત્ રૂપ રહેનારા નયથી જોઈએ તો, બંધ જીવને નથી અને બંધના અભાવરૂપ મોક્ષ પણ શુદ્ધનિશ્ચયથી નથી. જો શુદ્ધનિશ્ચયનયથી જીવને બંધ હોય તો બંધ જ કાયમ રહે. બંધનો અભાવ જ ન થાય. ધ્રુવ ચીજમાં બંધ હોય તો બંધ પણ ધ્રુવ જ રહે પણ ધ્રુવમાં બંધ છે જ નહિ. પર્યાયમાં બંધ છે અને તેના અભાવપૂર્વક મોક્ષ પણ પર્યાયમાં થાય છે.
આ વાત સમજાવવા આચાર્યદેવ એક દષ્ટાંત કહે છે. કોઈ એક પુરુષ સાંકળથી બાંધેલો છે અને એક પુરુષ બંધનરહિત છે અથવા તો એમ સમજો કે એક માણસ જેલમાં ગયો છે અને બીજો ઘરમાં જ છે તો જ્યારે પહેલો માણસ જેલમાંથી છૂટીને ઘરે આવે ત્યારે તેને તો એમ કહેવાય તમે મુક્ત થઈ ગયા? પણ જે જેલમાં ગયો જ નથી તેને મુક્ત થયા એમ કહેશું તો? તેને ક્રોધ આવશે કે હું ક્યાં જેલમાં ગયો હતો કે, મને મુક્ત થવાનું પૂછો છો. જે જેલમાં ગયો હોય તે છૂટે. તેમ જે જીવને બંધ થયો છે તેને જ મુક્તિ