________________
૩૧૨ )
[ પરકાશ પ્રવચનો થાય છે. વ્યવહારનયથી જીવને બંધ થયો છે અને મુક્તિ થઈ શકે છે અને તેનો ઉપાય પણ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી જીવને બંધ નથી તેમ મુક્તિ પણ નથી.
અશુદ્ધનયથી બંધ છે તેથી બંધના નાશનો ઉપાય પણ જરૂર કરવો જોઈએ. તે માટે ઉપાય શું કરવો કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવા તે ઉપાય છે.
સમ્યગ્દર્શન કેવી રીતે થાય?— કે પોતાની દૃષ્ટિને નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી ઉઠાવી ત્રિકાળ સ્વભાવ ઉપર દૃષ્ટિ દેતાં સમ્યગ્દર્શન થાય છે. દષ્ટિને પરનિમિત્ત ઉપર રાખતાં સમ્યકત્વ થતું નથી. દયા, દાન, ભક્તિ, પૂજાદિ રાગ ઉપર દૃષ્ટિ હોવાથી પણ સમ્યકત્વ થતું નથી અને વર્તમાન દશામાં દર્શન, જ્ઞાન, વીર્યનો ઉઘાડ છે તેમાં દૃષ્ટિ આપવાથી પણ સમ્યગ્દર્શન ત્રણકાળમાં થતું નથી. સ્વભાવની દૃષ્ટિથી જ સમ્યક્ત્વ થાય છે. વસ્તુસ્થિતિ આમ છે તેમાં અઘરું કાંઈ નથી પણ લોકોએ બીજી રીતે કલ્પી લીધું હોય એટલે એને અઘરું લાગે. વસ્તુસ્થિતિ જ એમ છે તેમાં અઘરું અને સહેલું એવું કાંઈ નથી.
જીવની વર્તમાન પર્યાયમાં રાગમાં અટકેલી છે તે ભાવબંધ છે અને બંધનો અભાવ કરીને મુક્તિ પણ પર્યાયમાં થાય છે. માટે વ્યવહારનયથી જીવમાં બંધ અને મોક્ષ છે. પણ શુદ્ધનિશ્ચયનયથી ન બંધ છે કે ન મોક્ષ છે. નિશ્ચય તો સત્ અને શુદ્ધ ત્રિકાળ છે. અશુદ્ધનય અર્થાત્ વ્યવહારનયથી બંધ છે તે ઉપચરિત સદ્દભૂત વ્યવહારનયનો વિષય છે અને બંધના નાશના પ્રયત્નરૂપ મોક્ષમાર્ગ અને તેના ફળરૂપ મોક્ષ એ અનુપચાર સભૂત વ્યવહારનયનો વિષય છે. વ્યવહાર એટલે રાગરૂપ વ્યવહારની વાત નથી. મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય પણ વ્યવહાર છે અને મોક્ષપર્યાય પણ વ્યવહાર છે માટે વ્યવહારનું કારણ વ્યવહાર કહ્યું છે પણ દયા-દાનના વિકલ્પરૂપ વ્યવહાર એ મોક્ષનું કારણ નથી એ તો બંધમાર્ગમાં જાય છે. તે મોક્ષનું કારણ ન હોઈ શકે.
સ્વભાવને અવલંબીને શુદ્ધોપયોગ થાય છે તે પણ નવો થાય છે માટે વ્યવહાર છે અને તેના ફળરૂપ પૂર્ણ શુદ્ધતા પણ પર્યાયમાં નવી થાય છે માટે વ્યવહાર છે તે ધ્રુવ નથી માટે નિશ્ચય નહિ કહેતાં તેને સદ્દભૂત વ્યવહારનો વિષય કહ્યો છે. અથવા પર્યાય પોતે જ અંશ હોવાથી વ્યવહાર છે તેના આશ્રયભૂત દ્રવ્ય ત્રિકાળ છે માટે તે નિશ્ચય જ
અહીં વ્યવહારની વ્યાખ્યા એ છે કે ધ્રુવમાં ઉત્પાદૂ-વ્યયનું થવું તે વ્યહાર છે. પર્યાયમાત્ર વ્યવહાર છે તે ભલે શુભ-અશુભ પર્યાય હો કે શુદ્ધ ઉપયોગ હો કે મોક્ષની પર્યાય હો તે બધી પર્યાયને અહીં વ્યવહાર કરી છે. આ અધ્યાત્મનો વ્યવહાર છે. પહેલાંના બનારસીદાસજી જેવા પંડિતોએ પણ આ વ્યવહાર કહ્યો છે. ધ્રુવ વસ્તુ તો નિષ્ક્રિય છે તે નિશ્ચય છે. તેના અવલંબને થતી મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય વ્યવહાર છે, સક્રિય છે. ધ્રુવ દ્રવ્યસ્વભાવમાં પરિણમન નથી માટે તે નિષ્ક્રિય છે પણ પર્યાયમાં વિકલ્પ ઉઠે છે તે બંધરૂપ સક્રિય અવસ્થા છે, મોક્ષમાર્ગ પ્રગટ થાય તે મોક્ષરૂપ સક્રિય અવસ્થા છે.