________________
પ્રવચન-૪૯)
[ ૩૧૩ અહો ! વીતરાગે કહેલું તત્ત્વ અલૌકિક છે. અહો ! વીતરાગે અનુભવેલો પૂર્ણ વીતરાગમાર્ગ !! શ્રીમદ્જીએ એક જગ્યાએ કહ્યું છે ને ! “અહો, આ દેહની રચના ! અહો આ ચૈતન્યનું સામર્થ્ય ! અહો આ જ્ઞાની ! અહો જ્ઞાનીની ગવેષણા ! અહો, જ્ઞાનીનું ધ્યાન ! “ અહો, જ્ઞાનીની સમાધિ ! અહો એનો વચનયોગ !” અદ્ભુત વાત કરી છે અંતરની વાસ્તવિક વિતરાગતાના ભાસમાં આવું સ્વરૂપ જોઈને “અહો !! થઈ જાય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાં ઘણું ભર્યું છે પણ અર્થ સમજે તો હિત થાય. પોતાનો પક્ષ રાખીને વાંચે તો શું કામનું?
- તારી પાસે પુસ્તક હોય તેથી શું! તારી પાસે આત્મા છે એની વાત કરે ને! અરે, સૌ પાસે ભગવાન આત્મા છે. તે ત્રિકાળ સત્ છે. વસ્તુમાં એકાંતે નિષ્ક્રિયપણું કેમ હોય ! અહીં તો નિશ્ચયમોક્ષમાર્ગના પરિણામને પણ સક્રિય હોવાથી વ્યવહાર કહ્યો છે. સક્રિયપણું નથી એમ નથી. વેદાંતને આ વાત ન બેસે. એ પર્યાયને ઉડાડી છે. વેદાંતના કરનારે વસ્તુને જોઈ જ નથી.
ભગવાન આત્મા–શુદ્ધ ચૈતન્યદ્રવ્ય નિષ્ક્રિય છે. નિષ્ક્રિય એટલે પરની ક્રિયાને તો ન કરે, રાગ પણ ન કરે અને મોક્ષની પર્યાયને પણ તે ન કરે એવો નિષ્ક્રિય છે. નિષ્ક્રિયતત્ત્વ સક્રિયતત્ત્વને કેમ કરે ! નિષ્ક્રિયતત્ત્વ કાંઈ ન કરે માટે શુદ્ધનિશ્ચયનયથી વસ્તુમાં બંધ અને મોક્ષ નથી. અશુદ્ધનિશ્ચયનયથી બંધ છે અને મુક્તિ છે. અશુદ્ધનિશ્ચય કહો કે વ્યવહાર કહો એક જ છે. મુક્તિની પર્યાય શુદ્ધ હોવા છતાં વસ્તુનો અંશ છે–ખંડ છે માટે વ્યવહારમાં જાય છે.
- વ્યવહારથી બંધ હોવાથી બંધના નાશનો યત્ન પણ જરૂરી છે, યત્ન-પ્રયત્ન શું કરવો?—કે ધ્રુવનું લક્ષ કરવું તે યત્ન છે તે પર્યાય છે માટે વ્યવહાર છે અને તે વ્યવહારના ફળરૂપ મોક્ષ પણ પર્યાય છે માટે વ્યવહાર છે,
અહીં આ ગાથામાં એ અભિપ્રાય છે કે સિદ્ધ સમાન આ પોતાનો શુદ્ધાત્મા વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન પુરુષોને ઉપાદેય છે બાકી બધું ય છે. સિદ્ધસમાન પોતાનું ધ્રુવ દ્રવ્ય શાશ્વત શુદ્ધ છે તેની અરાગી દૃષ્ટિ, જ્ઞાન અને શાંતિના કાળે તે શુદ્ધાત્મા જ ઉપાદેય છે. વીતરાગી શાંતિની પર્યાયનું લક્ષ ધ્રુવ ઉપાદાનભૂત આત્મા ઉપર છે માટે તે જ ઉપાદેય છે.
“સમજાણું કાંઈ?' એ વિસામાનું વાક્ય છે અને જેટલું સમજાય છે તે વિસામાનો માર્ગ છે. સમજાણું કાંઈ !
ધ્રુવ શુદ્ધ નિજ વસ્તુ ઉપર દૃષ્ટિ આપીને સ્થિર થવાવાળી દશાને નિર્વિકલ્પ શાંતિ કહે છે તેમાં પોતાનું દ્રવ્ય જ ઉપાદેય છે અન્ય સર્વ દેય છે. ક્ષાયિક સમકિતની પર્યાય પ્રગટી છે તે પણ દ્રવ્યની એકાગ્રતા કાળે હેય છે. કેમકે દ્રવ્યના લક્ષે જ ચારિત્રની પર્યાય