________________
૩૧૪ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પ્રગટ થાય છે. સમકિતના લક્ષે ચારિત્ર થતું નથી. એ અપેક્ષાએ જ નિશ્ચયમોક્ષમાર્ગ અને મોક્ષ પણ હેય છે. એક પરમાત્મદ્રવ્ય વસ્તુ જ ઉપાદેય છે બાકી બધું જાણવા લાયક છે. એમ આ પરમાત્મપ્રકાશ કહે છે.
અરે ! જેને આ નિજઘરની પૂર્ણતાની વાત પણ સાંભળવા ન મળે તે ક્યારે પ્રયત્ન કરે અને ઠરે ! જિંદગી આમ ને આમ વ્યર્થ ચાલી જાય, એમાં જો વાદિવવાદ કરે તો ઝઘડા થાય અને વસ્તુ તો એક તરફ રહી જાય.
અને પહેલાં વિશ્વાસમાં તો આવવું જોઈએ કે શાશ્વત ગુણધામ નિજવસ્તુ એક જ ઉપાદેય છે. તેમાં જ લક્ષનો દોર બાંધવા જેવો છે. જેને નિર્મળ પર્યાય પ્રગટી હોય તેને પણ પર્યાય ઉપર લક્ષ કરવાયોગ્ય નથી એ અપેક્ષાએ પર્યાય હેય છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે એવા મુનિઓને પણ કષાયના અભાવરૂપ ચારિત્રદશા આશ્રય કરવા માટે ઉપાદેય નથી. તેથી જ મુનિઓએ તો ત્રિકાળ પરમેશ્વર દ્રવ્ય ઉપર મીટ માંડી છે. એ એક જ તેને આદરણીય છે, બાકી કાંઈ આદ૨ણીય નથી.
જ્યાં શુદ્ધપર્યાય આદરણીય નથી ત્યાં લીલોતરી ન ખાધી કે કેરી ન ખાધી-ત્યાગ કર્યો એની ઉપાદેયતા ક્યાં રહી! તેનાથી પણ લાભ થાય અને આત્માથી પણ લાભ થાય એવો સ્યાદ્વાદ નથી. ભગવાન ! તું ક્યાં પૂરો નથી કે તારે પરનો આશ્રય લેવો પડે ?
ધીંગધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ....એમ આનંદઘનજીમાં આવે છે તે ધીંગધણી પોતાનો આત્મા છે. તેનું લક્ષ કર ત્યારે નિર્મળ પર્યાય પ્રગટશે પણ તે પર્યાય હેય છે. આદરવાલાયક તો એક ચિદાનંદપ્રભુ જ છે. શરૂઆતથી માંડીને કેવળજ્ઞાન થાય ત્યાં સુધી એક ચિદાનંદ ઉપર મીટ માંડવાની છે કેમ કે તે એક જ શાશ્વત શુદ્ધ ધ્રુવ
વસ્તુ છે.
આવો આત્મા મારા લક્ષમાં ન હતો તે મને ગુરુએ આપ્યો એટલે કે ગુરુએ સમજાવ્યો તે પોતે સમજ્યો ત્યારે ગુરુએ આત્મા આપ્યો એમ કહે છે. પ્રભુ ! આપે કહ્યો તેવો આત્મા મારા લક્ષમાં જ ન હતો.
અહીં ગુરુ કહે છે કે, દ્રવ્યાર્થિકનયના વિષયભૂત ચેતન મહાપ્રભુનું એકનું જ લક્ષ કર ! તેનો જ આશ્રય લે ! તે એક જ ઉપાદેય છે. તેના આશ્રયથી જ મોક્ષ થાય છે માટે તે જ આદરણીય છે.
*ઢ