________________
જીવને ઠેર ઠેર ઠગાવાના સ્થાનો
(સળંગ પ્રવચન નં. ૫૦) अस्ति न उद्भवः जरामरणं रोगाः अपि लिङ्गान्यपि वर्णाः।
नियमेन आत्मन् विजानीहि त्वं जीवस्य एकापि संज्ञा ॥६६॥ શ્રી પરમાત્મપ્રકાશ ગ્રંથ છે. તેના પ્રથમ અધિકારની આ ૬૯મી ગાથા લઈએ છીએ.
યોગીન્દ્રદેવ કહે છે કે, નિશ્ચયનયથી જીવને જન્મ, જરા, મરણ, રોગ, લિંગ, વર્ણ અને સંજ્ઞા નથી. આત્મા આ સર્વ વિકારોથી રહિત છે.
હે જીવ આત્મારામ! જીવને જન્મ નથી એમ જાણ. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને જન્મ ન હોઈ શકે. જન્મને મારો માનવાવાળો મિથ્યાત્વભાવ આત્માના સ્વભાવને રૂંધીને ઊભો થાય છે. જીવને બુઢાપો-વૃદ્ધાવસ્થા પણ ન હોય. જે એમ માને છે કે હું બાળક, યુવાન કે વૃદ્ધ છું તેને આત્માના સ્વરૂપની ખબર જ નથી. એ અવસ્થા તો જડની છે, તેને પોતાની માને છે તેને ધર્મ થતો નથી “હું જ્ઞાનાનંદ આત્મા છું' એવું પર્યાયમાં અનુભવવું તે ધર્મ છે.
ધ્રુવ ચિદાનંદ આત્માને મરણ પણ કેવું! મરણ તો દેહની એક સ્થિતિ છે. તેને પોતાનું જ મરણ માને છે તે જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માને જાણતો નથી. આત્મા તો મરણ રહિત ત્રિકાળ સત્ ચિદાનંદસ્વરૂપ છે, સિદ્ધ સમાન છે એમ નહિ જાણતાં પોતાનું મરણ માને છે તે મિથ્યાદેષ્ટિ છે. મરણ તો દેહની સ્થિતિ પૂરી થવાની એક અવસ્થા છે.
મને રોગ છે એમ માનનારને આત્માના સ્વરૂપની ખબર નથી. રોગ પણ દેહની એક અવસ્થા છે એમ નહિ જાણતા અજ્ઞાની મને રોગ છે. રોગ છે એમ કરીને દુઃખી થાય છે. મને જન્મ, મરણ, વૃદ્ધાવસ્થા, રોગાદિ છે એમ માનનાર અસત્ દૃષ્ટિ-પાપદૃષ્ટિમિથ્યાદૃષ્ટિ છે. આત્મા તો જ્ઞાનાનંદ સત્ ચિદાનંદસ્વરૂપ શાશ્વત ચૈતન્યમૂર્તિ છે તેને થાક પણ ન લાગે. મને થાક લાગે છે, મને રોગ છે, મને વૃદ્ધાવસ્થા છે એવી માન્યતા તે ભ્રમણા છે–અજ્ઞાન છે.
ચિહ્ન એટલે આકાર. શરીરના સ્ત્રી, પુરુષ આદિ ચિહ્નો આત્માને નથી. હું સ્ત્રી છું અથવા હું પુરુષ છું એમ માનનાર મૂઢ છે, પાપી છે, મિથ્યાદૃષ્ટિ છે. શરીરના લિંગનો આકાર તો જડનો છે. આત્મામાં સ્ત્રીલિંગ કે પુરુષલિંગ નથી. હું પુરુષ છું તેમ બતાવવાનો ભાવ તે મિથ્યાત્વભાવ છે, પાખંડ છે, ભ્રમ છે. પોતે અતીન્દ્રિય આનંદની મૂર્તિ હોવા