________________
૩૦૬ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો વૈભવ છે તેને જોતો નથી. ખરેખર એને સારું થયું નથી પણ સારો છું એમ અન્ય પાસે કહેવડાવવું છે. નિજ અનુભવની દૃષ્ટિ કરવી તે પોતાને સારો થવાનો ઉપાય છે પણ એને તો સારું થયું નથી, સારો છું એમ કહેડાવવું છે. એને તો પુણ્ય-પાપના ભાવમાં મીઠાશ લાગે છે, વિષયની વાસનામાં અને ભોગવટામાં મીઠાશ લાગે છે એ જ પોતાની ચીજ લાગે છે અને તેનાથી પોતાનું અસ્તિત્વ છે એમ માને છે. આમ, અજ્ઞાનીની દૃષ્ટિમાં આત્મા પુણ્ય-પાપના રાગવાળો અને વાસનાવાળો મનાય છે. આ
/વસ્તુ તો એ રાગરૂપે કે તેની મીઠાશરૂપે થઈ નથી પણ માન્યતામાં તે રાગની મીઠાશરૂપે વર્તે છે તેથી અશુદ્ધનિશ્ચયનયે એવી અવસ્થા થઈ છે પણ ભગવાન આત્મા તો પોતાના આનંદસ્વભાવને છોડી કદી વિકલ્પરૂપે પરિણમ્યો જ નથી ને ! નિજભાવને છોડ્યો જ નથી ને! પણ અરે, એ ક્યાં ગુંચવાયો છે તેની એને ખબર નથી અને ગુંચવણને જ આત્માનું સ્વરૂપ માને છે. રાગને જ આત્મા માને છે છતાં અહો ! એ રાગમય થયો જ નથી. પોતે જ પોતાને અનંતકાળથી છેતર્યો છે. બીજો પોતાને ન છેતરી શકે, પોતે જ પોતાને છેતરે છે.
હવે છેતરપીંડીમાંથી છૂટવા માટે પ્રથમ તો આ જ્ઞાયક તે હું છું અને આ કર્માદિભાવ હું નથી એવા ભેદજ્ઞાનથી શરૂઆત થાય છે એ વિના મહાવ્રત પાળે, તપ કરે, જાત્રા કરે આદિ લાખ ઉપાય કરે તે વ્યર્થ છે. “ૐ”ના જાપ કરીને સૂકાય જાય પણ જ્યાં સુધી વિકલ્પમાં એકત્વબુદ્ધિ છે ત્યાં સુધી તેને આત્માના સ્વરૂપની જ ખબર નથી
તે આત્મા ક્રોધાદિરૂપે થતો નથી, નિજભાવરૂપ જ છે. આ બે વાતની વ્યાખ્યા ચાલે છે. પરમભાવસ્વરૂપ આત્મા પોતે જ પરમાત્મા છે તે પરમાત્મા ત્રણકાળમાં કદી વિકારપણે થયો નથી. અહો ! અનંતગુણના ભાવથી ભરેલું જેનું રૂપ-સ્વરૂપ છે તે કદી રાગ-દ્વેષ અને ઈચ્છારૂપે થધો નથી, થતો નથી અને થશે નહિ. આત્માએ કદી નિજભાવને છોડ્યો નથી, છોડતો નથી અને છોડવાનો નથી.
હિંસા, જૂઠ આદિ અશુભભાવ અને દયા-દાનાદિ શુભભાવ એ બંને ભાવ ઉપાધિરૂપ છે. પરના સંબંધથી ઉપજેલી ઉપાધિ છે, નિજભાવ નથી સ્વભાવ નથી. માટે આત્મા કદી રાગાદિરૂપ થતો નથી એમ ત્રિલોકીનાથ તીર્થંકરદેવ કહે છે, કેમ કે પરના સંબંધવાળો ભાવ કદી સ્વના સંબંધવાળો થતો નથી.
અહીં ઉપાદેયરૂપ મોક્ષસુખથી (અતીન્દ્રિય સુખથી) તન્મય અને કામ-ક્રોધાદિથી ભિન્ન જે શુદ્ધાત્મા છે તે ઉપાદેય છે એવો અભિપ્રાય છે. મોક્ષસુખ એટલે અતીન્દ્રિય સુખ તેનાથી આત્મા તન્મય. નામ એકરૂપ છે. કયારે?–અત્યારે આત્મા અતીન્દ્રિય આનંદના ભાવથી તન્મય છે અને કામ-ક્રોધાદિથી અર્થાત્ વિકલ્પમાત્રથી ભિન્ન છે. આત્મા