________________
પ્રવચન-૪૮ ]
| ૩૦૫
અનાદિથી આત્મા અતીન્દ્રિય જ્ઞાનાનંદ આદિ મહાન ગુણનો ધારક શુદ્ધ હોવા છતાં એણે માન્યતામાં પોતાને રાગાદિવાળો માન્યો છે. એ દૃષ્ટિએ અવસ્થામાં તે અશુદ્ધ થયો છે પણ વસ્તુદૃષ્ટિએ જોઈએ તો વસ્તુ તો કદી રાગાદિરૂપ થઈ જ નથી તો અશુદ્ધ કેમ” કહેવાય ! ત્રણેકાળ આત્મા શરીરરૂપ થયો નથી અને શરીર આત્મારૂપ થયું નથી ત્રણેકાળ આત્મા શુભાશુભભાવરૂપ થયો નથી અને શુભાશુભભાવ આત્મારૂપ થયાં નથી. માત્ર અજ્ઞાનીએ માન્યું છે કે હું શુભાશુભભાવ અને શરીરરૂપે થયો છું.
નિજ આત્મવસ્તુ સદાય નિજભાવરૂપ જ છે.
વીતરાગ પરમેશ્વર કોને આત્મા કહે છે, કોને કર્મ કહે છે અને કોને શરીર કહે છે તેની ખબર નથી અને વ્રતાદિ કરવાથી પોતે ધર્મ કરે છે એમ માને છે તેને ધર્મની ખબર જ નથી. આત્મા તો શુદ્ધ જ્ઞાનધન છે તે પોતાના નિજભાવને છોડીને કદી રાગરૂપ થયો જ નથી. નિજભાવને છોડે તો રાગરૂપે થાય ને! નિજભાવને છોડ્યો નથી અને રાગરૂપે થયો નથી.
મોટા લાખોપતિના છોકરા પણ સ્કૂલમાં શીખવામાં હથોડા આદિ ઉપાડતાં હોય છે ને ! તેના ઉપરથી વિચાર આવ્યો કે આ અનંત જ્ઞાન, આનંદ આદિ લક્ષ્મીનો સ્વામી આત્મા પુણ્ય-પાપના વિકલ્પના હથોડા ઉપાડે છે. પોતે અનંત લક્ષ્મીવાન છે છતાં ભાન વગર વિકલ્પના બોજા ઉપાડે છે. પોતે જ પોતાના આત્મા ઉપર ઘણના ઘા મારે છે કે, હું રાગી, દ્વેષી, મોહી, શરીરવાળો સંસારી છું. છતાં દ્રવ્ય કંદી વિકાર કે સંસારરૂપ થયું નથી, થતું નથી અને થશે નહીં. પુણ્ય-પાપના હથોડા અચેતન છે, ચૈતન્યનું મૂળ સ્વરૂપ નથી.
,
ભગવાન મહિમાવંત પદાર્થ છે તે અમહિમાવંત એવા વિકા૨પણે થતો જ નથી. નવ તત્ત્વમાં એક આ આત્મતત્ત્વ છે તે પુણ્ય-પાપ, આસ્રવ આદિ તત્ત્વરૂપે કદી થતો જ નથી, એ તો નિજભાવસંપન્ન અનંત જ્ઞાનાદિ લક્ષ્મીનો સ્વામી પૂર્ણ...પૂર્ણ પરમભાવરૂપ પ્રભુ છે તે કદી આવા નિજભાવને છોડીને અજીવ તથા આસ્રવભાવરૂપે થયો જ નથી પણ મૂઢદશામાં એણે પોતાને જેવો રાગ છે તેવારૂપે માની લીધો છે. મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં ઉપવાસ કર્યો એવી મૂઢે માન્યતા કરી છે તે જ સંસાર છે.
કર !
2
આમ દૃષ્ટિ ફેરે સંસાર છે અને દૃષ્ટિ ફેરે મુક્તિ છે. ઊંધી દૃષ્ટિ છોડીને સવળી દૃષ્ટિ આ શરીર, કર્મ ને પુણ્ય-પાપ મારા છે એવી દૃષ્ટિ છે તે જ સંસાર છે અને તે મારામાં નથી, હું તો શુદ્ધ જ્ઞાનાદિ નિજભાવરૂપ છું, હું કદી શરીર, કર્માદિરૂપ થયો નથી એવી દૃષ્ટિ કરવી તેનું નામ મુક્તિ છે. મહાપ્રભુને વિપરીત એવા રાગાદિરૂપ માનવો એ જ ભ્રમ છે, મિથ્યાત્વ છે અને સંસાર છે અને મારો જ્ઞાયકભાવ કદી નિજભાવ છોડીને પરભાવરૂપ થયો નથી એવો અંતરથી સ્વીકાર આવે તે મુક્તિનો પંથ કહો કે મુક્તિ જ છે.
બીજા મને સારો કહે એવી અજ્ઞાની અપેક્ષા રાખે છે પણ
અંતરમાં પોતાનો સારો