________________
૩૦૪ )
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો વિના, તેની શ્રદ્ધા કર્યા વિના ધર્મ થાય તેમ નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જાણે તો તેને સમ્યજ્ઞાન કહેવાય. જેવું છે તેવું ન જાણે તેને સમ્યફ કેમ કહેવાય !
મૂઢ મિથ્યાષ્ટિ અનાદિથી પરમાં અને રાગમાં પોતાપણું માનીને જ રખડ્યો છે. , ભલે તે સાધુ થયો પણ પુણ્યભાવ તે મારા છે એવી બુદ્ધિથી તે રખડ્યો જ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, યાત્રાના ભાવ પણ આત્મા નથી, તે જડમાં જાય છે. જડ કદી આત્મારૂપ થતાં નથી. ઉપાધિભાવ કદી સ્વભાવભાવરૂપ થતાં નથી.
આત્મા તો અનંતવીર્યની પૂતળી છે તે રાગરૂપે કેમ થાય? અને રાગ તે આત્મારૂપે કેમ થાય? ઈચ્છાથી જે વૃત્તિ ઊઠે છે તે બધી પરવસ્તુ છે. કામ-ક્રોધ આદિ પરવસ્તુ ભાવકર્મ. દ્રવ્યકર્મ, નોકર્મ છે તે પર જ છે, જીવના પોતાના નથી. આમ કહીને “કામ”માં ઈચ્છા અને ક્રોધમાં ટ્રેષાદિ સર્વભાવ ભાવકર્મમાં લઈ લીધા છે તે બધો ઉપાધિભાવ છે–જડ છે, ચૈતન્ય નથી.
આઠ કર્મો છે તે દ્રવ્ય કર્મ છે અને શરીર, વાણી આદિ નોકર્મ છે અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિની વૃત્તિ ઊઠે છે તે ભાવકર્મ છે. તે ત્રણેય પ્રકારના કર્મ પર છે, જીવના પોતાના નથી તો જીવના પોતાના ભાવ શું છે? –કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સ્વચ્છતા, પ્રભુતા એ બધાં જીવના નિજભાવ છે આવો ભાવમયી આત્મા ત્રણકાળમાં કદી રાગ-દ્વેષ, ઇચ્છા, કર્મ કે નોકર્મરૂપ થતો નથી અને કર્મ, નોકર્મ તથા ભાવકર્મ કદી જીવરૂપ થતાં નથી. વસ્તુસ્વભાવે આત્મા આવો છે છતાં તેની પર્યાયમાં કેવી દશા થઈ રહી છે તે હવે કહે છે.
Wઆ આત્મા સંસાર અવસ્થામાં જો કે, અશુદ્ધ-નિશ્ચયનયથી કામ-ક્રોધાદિરૂપ થઈ ગયો છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધાદિરૂપે પર્યાય થઈ છે પણ વસ્તુ એ રૂપે થઈ નથી. પુણ્ય-પાપના ભાવ તો મલિન છે, પર્યાયમાં તે ભાવ એકાકાર છે માટે એક સમય માટે તે પર્યાયમાં તન્મય છે પણ વસ્તુ આખી તન્મય નથી. અજ્ઞાનીએ એમ માન્યું છે કે હું પુણ્ય-પાપરૂપ થઈ ગયો છું તેથી એ અપેક્ષાએ પર્યાયમાં મલિનતા છે. હું મલિન થયો છું એવી માન્યતા એ જીવે પોતે ઊભી કરી છે એ એનો દોષ છે. ઉલટી માન્યતા અજ્ઞાનીએ પોતે કરી છે માટે અવસ્થામાં પોતે એ રૂપે થયો છે. અશુદ્ધ નિશ્ચયથી મલિનતા છે પણ વસ્તુદૃષ્ટિથી જોઈએ તો વસ્તુ તો વસ્તુ છે./
૪જીવની અવસ્થામાં વ્રત, તપ, દાન, ભક્તિ, જાત્રાનો વિકલ્પ ઊઠે છે તે વિકાર છે, આત્મા નથી. છતાં તેણે એમ માન્યું છે કે, હું આસવરૂપે થયો છું, હું ભાવબંધરૂપે થયો છું. આવી માન્યતા છે તેથી અશુદ્ધ નિશ્ચયનયથી પોતે મલિન થયો છે પણ પરમભાવ ગ્રાહક શુદ્ધનિશ્ચયનયથી જોઈએ તો આત્મા પોતાના જ્ઞાનાદિભાવ છોડીને કામ-ક્રોધાદિરૂપે કે દયા-દાન-વ્રતરૂપે થયો નથી, નિજભાવરૂપ જ રહ્યો છે. જ્ઞાયકભાવ કદી વિકારી અવસ્થારૂપે
થયો નથી,