________________
XaXRXASRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRS હું પરમભાવસ્વરૂપ આત્મા પોતે જ પરમાત્મા છે ? KRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRSRURXX
| (સળંગ પ્રવચન નં. ૪૮) आत्मा आत्मा एव परः एव परः आत्मा परः एव न भवति। પર વ વવવિપિ ગાભા નૈવ નિયમન કમત્તિ યોનિનઃ II૬૭ll नापि उत्पद्यते नापि म्रियते बन्धं न मोक्षं करोति।
जीवः परमार्थेन योगिन् जिनवरः एवं भणति॥६॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૬૭મી ગાથા છે. ભેદાભેદ રત્નત્રયની ભાવનાની મુખ્યતાથી જુદા જુદા નવ સૂત્ર યોગીન્દ્રદેવ કહેવાના છે તેમાંથી આ પ્રથમ સૂત્ર છે.
નિજ વસ્તુ જે આત્મા, તે આત્મા જ છે અને દેહાદિ સર્વ પદાર્થ પર છે તે પર જ છે. આત્મા કદી પર થતો નથી અને પારદ્રવ્ય આત્મા બનતાં નથી.
આત્મા ત્રણકાળમાં કદી શરીરપણે, કર્મપણે કે વિકારપણે થતો નથી અને શરીર, કમ તથ વિકાર કદી આત્મારૂપ થતાં નથી એમ સર્વજ્ઞ પરમેશ્વર નિશ્ચયથી કહે છે. યોગીઓના પણ ઈશ્વર એવા યોગીશ્વર પરમાત્મા નિશ્ચયથી એમ કહે છે કે કર્મ અને શરીર કદી આત્મા થતાં નથી. અરે ! અંદરમાં જે દયા, દાન, વ્રતાદિના વિકલ્પ ઊઠે છે તે પણ આત્મારૂપ થતા નથી. અનાદિથી આત્મા આ બધાંથી ભિન્ન છે.
ભાવાર્થ: શુદ્ધાત્મા તો કેવલજ્ઞાનાદિ સ્વભાવ છે. કેવલ એટલે અહીં કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. કેવલ-માત્ર કેવલ એટલે કેવળજ્ઞાન, કેવળદર્શન, પ્રભુતા, સ્વચ્છતા આદિ ગુણોથી ભરેલો કેવળ આત્મા છે તે જડરૂપ નથી અને પુણ્ય-પાપ ભાવ તો જડ છે તે-રૂપે આત્મા કદી થયો નથી.
ભગવાન તો અનાદિથી જ્ઞાયકસ્વભાવે શુદ્ધ શુદ્ધ જ રહ્યો છે તે કદી પુણ્ય-પાપ, શરીરરૂપે થયો નથી. જો એક તત્ત્વ બીજા તત્ત્વરૂપે થઈ જાય તો નવ તત્ત્વ જ ન રહે. આત્મા સદાય જ્ઞાયકભાવે જ રહ્યો છે. કદી આસવ-બંધ કે કર્મ, શરીરાદિ અજીવ તત્ત્વપણે થયો નથી અને આસવ, બંધ તથા અજીવાદિ કદી આત્માપણે થયાં નથી. એક તત્ત્વ બીજા તત્ત્વરૂપે થાય તો એ તત્ત્વ જ ન રહે. આવા તત્ત્વસ્વરૂપની ખબર ન હોય અને ધર્મ કરવા માગે તો ન થાય.
આત્મા તો માત્ર શુદ્ધાત્મસ્વરૂપ જ છે, જડરૂપ કે ઉપાધિરૂપ નથી. એ તો એકલો જ્ઞાન, એકલી શ્રદ્ધા, એકલી ઈશ્વરતા, સ્વચ્છતા, શાંતરસરૂપે રહ્યો છે. એવા આત્માને જાણ્યા