________________
૪૨૦ /
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો પણ કદી તે તારા વીતરાગ પરમાત્માને ઓળખ્યો નથી. એની ઓળખાણ વિના બધું ધૂળધાણી છે–નકામું છે–રખડવા માટે કામનું છે.
આ ગાથામાં જેમ અભેદરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે તેમ જૈનસિદ્ધાંતોમાં દરેક જગ્યાએ કહ્યું છે. જેમકે પુરુષાર્થસિદ્ધિઉપાયની ૨૧૬મી ગાથામાં આ પ્રમાણે કહ્યું છે :
दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः।
स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः ।।२१६॥ આ ગાથાનો અર્થ એ છે કે આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન છે. આત્મા–હું અખંડ ચિદાનંદ જ્ઞાયકમૂર્તિ છું એવો નિર્ણય અર્થાત્ નિર્વિકલ્પ પ્રતીતિ થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, તે આત્મા જ છે. તે આત્માનું રતન છે, તેનાથી તેને મોક્ષ મળશે. રતન પાડ્યું.રતન. એવું જ બીજું રતન છે “સમ્યજ્ઞાન'. આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. બહારના જાણપણા અને હોશિયારી તે સમ્યજ્ઞાન નથી. એ મીંડા છે. અહીં તો શાસ્ત્રજ્ઞાનને પણ જ્ઞાન કહેતાં નથી. પર તરફનું જ્ઞાન છે તેને જ્ઞાન કેમ કહેવાય ! જ્ઞાયકને ધ્યેય કરીને તેમાંથી જે જ્ઞાનનું કિરણ પ્રગટે છે તેને સમ્યજ્ઞાન રતન કહેવાય છે. તેને જ ભગવાન “જ્ઞાન” કહે છે. બીજા જ્ઞાનને તો અજ્ઞાન કહે છે. સમ્યજ્ઞાન રતનથી મુક્તિ અને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે.
આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તો ચરણાનુયોગનો ગ્રંથ છે તેમાં પણ આત્માના શ્રદ્ધા-જ્ઞાનને જ સમ્યક્રરત્ન કહ્યાં છે. વસ્તુનું સ્વરૂપ તે દરેક શાસ્ત્રમાં એકસરખું જ હોય ને ! વસ્તુના જ્ઞાનપૂર્વક પાંચમા ગુણસ્થાને વ્રત, તપ આદિ હોય તેને વ્યવહાર કહેવાય પણ વસ્તુના જ્ઞાન વિના તો વ્રત કેવા અને તપ કેવા ! એ તો મૂર્ખાઈ ભરેલાં બાળવ્રત અને બાળતપ છે.
આત્મામાં નિશ્ચલ-લીન થવું તેને ભગવાન સમ્યક્ષ્યારિત્ર નામનું રતન કહે છે. પાંચ મહાવ્રતના વિકલ્પ ઊઠે, નગ્ન રહે વગેરે ક્રિયા કરે તે સમ્યારિત્ર નથી. સ્વાશ્રિત તે નિશ્ચય અને પરાશ્રિત તે વ્યવહાર છે માટે, આત્મામાં લીનતા તે નિશ્ચયચારિત્ર છે અને ૨૮ મૂળગુણ આદિના વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે.
સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા એ જ ત્રણ રત્નો છે. એ રત્નની કિંમત કેટલી? –કે આ રત્ન અમૂલ્ય છે. આ નિશ્ચયરત્નત્રયના ફળમાં તો જીવને સાક્ષાત્ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનાથી બંધ ક્યાંથી થાય ! નિશ્ચયરત્નત્રયથી કદી બંધ થાય જ નહિ, સાથે રહેલાં વ્યવહારથી બંધ થાય છે.
ભગવાન આત્મામાં પોતાના વીર્યનો ઉપાડ કરીને દૃષ્ટિ, જ્ઞાન અને સ્થિરતા કરવી તે પુરુષાર્થ સિદ્ધિઉપાય છે. તેનો આધાર આપ્યો.
અહીં, ચારિત્ર તે સાક્ષાત્ મોક્ષનું કારણ હોવાથી ચારિત્ર સહિતના દર્શન, જ્ઞાનને અભેદરત્નત્રય કહીને મુક્તિનું કારણ કહ્યું છે. પણ, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તો ચોથા