________________
પ્રવચન-૬૪)
( ૪૨૧ ગુણસ્થાનથી જ નિશ્ચય હોય છે અને સ્વરૂપાચરણચારિત્ર પણ ચોથા ગુણસ્થાનથી શરૂ થઈ જાય છે પણ વિશેષ ચારિત્ર તો મુનિદશામાં જ છે, તે સાક્ષાત્ મુક્તિનું કારણ છે. ચોથાગુણસ્થાને તો “ધર્મધ્યાન' રૂપ મોક્ષમાર્ગ હોય છે.
હવે ૯૦મી ગાથામાં કહે છે કે નિર્મળ આત્માને જ ધ્યાવો તો અંતર્મુહૂર્તમાં (તત્કાળ) મોક્ષપદની પ્રાપ્તિ થાય.
અર્થ : હે યોગી ! તુ નિર્મળ આત્માનું જ ધ્યાન કર. અન્ય બહુ પદાર્થોથી શું પ્રયોજન છે ! દેશ, કાળ, પદાર્થ તો આત્માથી ભિન્ન છે, તેનાથી કાંઈ પ્રયોજન નથી. રાગાદિ વિકલ્પજાળના સમૂહોના પ્રપંચોથી શું ફાયદો છે ! એક નિજસ્વરૂપને ધ્યાવો કે જે પરમાત્માના પ્લાનથી ક્ષણમાત્રમાં મોક્ષપદ મળે છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેમ ફરમાવે છે તેમ અહીં સંતો ફરમાવે છે કે હે યોગી ! (ચોથા ગુણસ્થાનથી યોગીપણું શરૂ થઈ જાય છે) આગળ જે નિર્મળ ચિદાનંદ એકસ્વભાવી આત્મા કહ્યો તે નિર્મળ આત્માનું ધ્યાન કર ! તેને જ લક્ષમાં લઈને ઠરી જા તે ધ્યાન છે. ધ્યાન તો તને આવડે જ છે. ધંધામાં, સ્ત્રી, પુત્રાદિમાં, ખાવા-પીવામાં, ભોગમાં જે લીનતા છે તે ધ્યાન જ છે પણ તે આ અને રૌદ્ર ધ્યાન છે અને અહીં ધર્મ અને શુક્લધ્યાનની વાત છે. કોઈ પણ વિષયમાં લક્ષ કરીને એકાગ્ર થઈ જવું તેનું નામ ધ્યાન છે. પણ તેમાં પોપધ્યાન કરવાલાયક નથી. ભગવાન આત્માને વિષય બનાવીને તેમાં ઠરી જવું તે-રૂપ ધ્યાન કરવાલાયક છે.
ધર્મ એટલે આત્માનો વીતરાગ નિર્વિકલ્પ ચિદાનંદ સ્વભાવ.’ તેનું ધ્યાન કરવું એટલે તેમાં એકાગ્ર થઈ જવું તે ધર્મધ્યાન છે. તેમાં નિર્વિકલ્પ શાંતિ પ્રગટ થાય છે. તેની અંદર દર્શન, જ્ઞાનની પરિણતિ પણ આવી જાય છે. સમ્યગ્દર્શન વિના ધર્મધ્યાન હોતું નથી. તેથી ગમે તેટલી ક્રિયા કરે પણ ધર્મ માટે તે વ્યર્થ છે.
ધર્મ એટલે ભગવાન આત્માનો પૂર્ણ સ્વભાવ અને ધ્યાન એટલે એકાગ્રતા. આત્મામાં એકાગ્રતાની શુદ્ધપરિણતિને ધર્મધ્યાન કહે છે. આત્મસ્વભાવના અવલંબને નિર્વિકલ્પ શુદ્ધ વીતરાગીપર્યાય પ્રગટે છે. આત્માના લક્ષે જ શાંતિ પ્રગટે છે. આત્માના લક્ષે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે તે પ્રગટદશાને ધર્મધ્યાન કહે છે અને અંતરમાં વિશેષ ઉગ્રપણે એકાકારતા થાય તેને શુકલધ્યાન કહેવાય છે.
એક આત્મા સિવાય અન્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવોથી તારે શું પ્રયોજન છે ! કેમ કે એ બધું તારા આત્માથી ભિન્ન છે અને રાગાદિ તો વિકલ્પજાળ છે, પ્રપંચ છે, એવા અનેક રાગાદિ વિકલ્પજાળથી પણ તને શું ફાયદો છે !
જીવોને એમ થાય કે વાત તો બધી બરાબર છે પણ અમારે પ્રથમ કરવું શું! પ્રથમ