________________
પ્રવચન-૨૧ )
[ 111
ગયાં. ચોથા ગુણસ્થાનમાં આવી દેઢ પ્રતીતિ હોય છે. વાડામાં માનીને બેઠા છે એવું વસ્તુનું સ્વરૂપ નથી.
અહીં વેદાંતની જેમ નથી કે એક આત્મા જ છે બીજું કાંઈ નથી. ઇન્દ્રિયો પણ છે અને આત્મા પણ છે. બંનેનું અસ્તિત્વ છે પણ તે બંને એકબીજાથી ભિન્ન છે. જ્ઞાનસૂર્ય નિજ ચૈતન્યપ્રભુ ઈન્દ્રિય અને મનથી ભિન્ન છે. આટલી વાત કહીને હવે બીજા દ્રવ્યોમાં નથી એવા વિશેષ લક્ષણ વડે આત્માનું સ્વરૂપ વર્ણવે છે.
આત્મા જ્ઞાનમય છે.' ભગવાન આત્મામાં ઇન્દ્રિયો અને મન નથી તો આત્મામાં છે શું? તો કહે છે કે આત્મા જ્ઞાનમય છે. જુઓ, આત્મા જ્ઞાનવાળો છે એમ ન કહ્યું પણ જ્ઞાનમય છે એમ કહ્યું છે. જ્ઞાનમાં તદ્રુપ છે. જ્ઞાનમાં એકાકાર છે. જગતની અનંત ચીજોથી આત્મા રહિત છે પણ લોકાલોકની અનંત ચીજોને એક જ સમયમાં એકસાથે જાણવાની તાકાતવાળો છે. આત્મા અનંત ચીજોને પોતામાં રાખતો નથી પણ અનંત ચીજોને જાણવાની તાકાત રાખે છે. પરને સ્પર્યા વગર પરને જાણી લેવાની આત્મામાં તાકાત છે.
આત્મા એટલે? આત્મા એટલે ચૈતન્યસૂર્ય ત્રણકાળ, ત્રણલોકને એક સમયમાં જાણનાર ” ચૈતન્યસૂર્ય છે. આત્મા જ્ઞાનમય અને અરૂપી છે. ધર્મ, અધર્મ આદિ અરૂપી છે પણ જડ છે, જ્ઞાનથી શૂન્ય છે જ્યારે આત્મા જ્ઞાનમય અરૂપી તત્ત્વ છે.
ભગવાન આત્મા અન્ય દ્રવ્યોમાં નહિ એવી શુદ્ધ ચેતનાસ્વરૂપ છે. અન્ય દ્રવ્ય, મન, વાણી, દેહમાં જે નથી એવા દર્શનજ્ઞાનમય શુદ્ધચેતના સ્વરૂપ આત્મા છે. જુઓ, પહેલાં “જ્ઞાનમય વિશેષણ કહ્યું અને પછી “ચિન્માત્ર” વિશેષણ કહ્યું તે બેમાં શું ફેર છે એ ખ્યાલમાં આવે છે? બહારમાં તો બધો સૂમમાં સૂક્ષ્મ તફાવત હોય એ પણ ખ્યાલમાં આવી જાય છે તો આમાં કેમ ખ્યાલ ન આવે! રુચિ હોય તેમાં બધો ખ્યાલ આવી જાય. જ્ઞાનમય કહેતાં લોકાલોકને જાણવાની શક્તિની વાત છે અને ચિન્માત્ર કહેતાં સામાન્ય-વિશેષરૂપ દર્શન-શાનમય ચેતનાની વાત છે.
શુદ્ધાત્મા ઇન્દ્રિયોથી અગોચર છે. પહેલા કહ્યું હતું કે આત્મા ઇન્દ્રિયોથી રહિત છે તો જેનાથી આત્મા રહિત છે તેને ગોચર ક્યાંથી હોય? પોતાથી ભિન્ન એવી ઇન્દ્રિયોથી આત્મા અગોચર છે–જણાય તેવો નથી. આત્મા તો પોતાથી અભિન્ન એવા જ્ઞાન વડે ગોચર છે. જ્ઞાનમાં આત્મા જણાય તેવો છે. જ્ઞાનમય ચેતના વડે આત્મા જણાય એવો છે.
આ તો સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકીનાથ તીર્થંકર વીતરાગદેવના જ્ઞાનમાં જે આવ્યું અને દિવ્યધ્વનિમાં તેનું ફરમાન આવ્યું કે ભાઈ ! તને અમે જેમ કહીએ છીએ તેનાથી બીજી રીતે તું માને છો તો એ તારી માન્યતામાં મોટો ફેર છે. અમે જેવું કહીએ છીએ તેવું તારું સ્વરૂપ છે. અમે અમારાં સર્વજ્ઞજ્ઞાનમાં જોયું છે કે તું ઇન્દ્રિયો અને મનથી રહિત