________________
૧૨ ]
[ પરમાત્મપ્રકાશ પ્રવચનો
જ્ઞાનમય મૂર્તિ છો—સંકલ્પ-વિકલ્પથી રહિત દર્શન-જ્ઞાનમય છો. છતાં તું એમ માને કે મન સંકલ્પ-વિકલ્પથી આત્મા જણાશે, ઇન્દ્રિયોથી આત્મા અનુભવમાં આવશે એ તારી ઊંધી માન્યતા છે. ઇન્દ્રિયો અને મન વડે ગમ્ય થાય એવો આત્માનો સ્વભાવ નથી અને ઇન્દ્રિયો અને મનમાં આત્માને જાણવાની તાકાત પણ નથી.
જે ભગવાન આત્માથી ભિન્ન છે એવા સંકલ્પ, વિકલ્પ અને ઇન્દ્રિયો વડે આત્મા ગમ્ય કેવી રીતે થાય ? જેનાથી તે રહિત છે એવી ઇન્દ્રિયો અને મનમાં શક્તિ જ નથી કે તે આત્માને જાણે. છતાં તું એમ માને છો કે ઇન્દ્રિયો અને મનથી આત્મા જણાશે તો તે તારાં સ્વભાવને જાણ્યો જ નથી–માન્યો જ નથી.
બે રીતે વસ્તુનું સ્વરૂપ બતાવવાનો હેતુ છે કે તારો સ્વભાવ એવો નથી કે તું ઇન્દ્રિયો અને મન વડે જણાય અને ઇન્દ્રિય અને મનમાં તાકાત નથી કે તે તને જાણે. બંનેના સ્વભાવ બતાવીને સિદ્ધાંતને દૃઢ કરે છે.
ભગવાન આત્મા વીતરાગ શુદ્ધસ્વરૂપી છે માટે તે વીતરાગ સ્વસંવેદનની પર્યાય ) દ્વારા જ ગ્રહણ થાય છે. વસ્તુ પોતાની આંશિક શુદ્ધ પરિણતિ વડે જ ગમ્ય થાય છે. વિકાર તે આત્માનો અંશ નથી માટે તેના વડે આત્મા ગમ્ય નથી.
આ તો સાદા, સીધા, સજ્જન=સજ્જન એવા આત્માની સાદી-સીધી વાત છે. આ તારાં ઘરની વાત છે અને તને હરખ કેમ ન આવે પ્રભુ ! તને અંતરથી પ્રમોદ આવશે ત્યારે જ આત્મા ગમ્ય થશે.
,
એક ભાઈ કહેતાં હતાં કે અમે પહેલાં ‘સમકિત' ને બહુ ગોતતા હતાં કે સમકિત કહેવું કોને ? સમકિત કયાં હશે ?——ભગવાન! સમકિત એટલે તારાં શ્રદ્ધા જ્ઞાનસ્વભાવી આત્મા તરફ તારી પરિણતિ જાય તેમાં ભગવાન આત્મા ગમ્ય થાય—અનુભવમાં આવે તેનું નામ સમકિત છે. જેવો સ્વભાવ છે તેવી પરિણતિ પ્રગટ થાય તેનું નામ સમકિત છે. મંદિર બંધાવવા કે વ્રતાદિ ક૨વાનો ભાવ તે તો શુભભાવ છે. તે ભાવથી તો આત્મા રહિત છે, તો જે જેનાથી રહિત છે તેના વડે આત્મા ગમ્ય ક્યાંથી થાય?
વીતરાગ સ્વરૂપ ભગવાનથી વિકલ્પ ભિન્ન છે અને વિકલ્પથી ભગવાન ભિન્ન છે તો મંદિર અને મૂર્તિ તો ક્યાંય ભિન્ન રહી ગયાં. સમ્મેદશિખર તો ક્યાંય ભિન્ન રહી ગયા. સમ્મેદશિખર જવાનો હેતુ તો શું છે કે ત્યાં જે ક્ષેત્રે પરમાત્મા સિદ્ધ થયા તેની સમશ્રેણીએ ઉપર ભગવાન બિરાજે છે એમ દૃષ્ટિને લંબાવીને સિદ્ધ જેવા પોતાના આત્માનું ધ્યાન કરવાનો છે. અનંત સિદ્ધો અહીંથી થયા તે મારાં મસ્તક ઉપર બિરાજે છે એમ કરીને ભગવાનનું સ્મરણ કરવાનો હેતુ છે. બીજો કોઈ હેતુ નથી.
ભગવાન આત્માની મહિમા શું કહેવી ! ઊંધો પડ્યો હોય તો સાક્ષાત્ તીર્થંકરના