________________
પ્રવચન-૨૧ ) સમવસરણમાં ગયો હોય તોપણ મિથ્યાત્વથી ડગ્યો ડગે નહિ અને સવળો પડે તો ઉપસર્ગમાં અગ્નિ વચ્ચે પણ ડગ્યો ડગતો નથી. અંતરમાં શાંતરસના શેરડા પડે છે. હું ક્યાં અગ્નિમાં છું? હું તો અગ્નિને અડતો પણ નથી. હું તો આનંદકંદનો અનુભવ કરનારો છું. આવો ભગવાન આત્મા ખ્યાલમાં કેવી રીતે આવે ? કે પોતાની જાતવાળી દશા દ્વારા પોતાનો અનુભવ થાય છે, શુદ્ધ પરિણતિ દ્વારા શુદ્ધસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. જાતથી વિરુદ્ધ દશા દ્વારા આત્માનો અનુભવ થતો નથી.
વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું ન માનતાં બીજી રીતે માનવું તે તો મિથ્યાભ્રમ અને મિથ્યાશલ્ય છે. આ તો પરમાત્માનો પ્રકાશ કરનારું પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. જે જાતનું મણિરત્ન હોય એવી જાતના જ તેના કિરણો હોય ને ! તેમ વીતરાગ સ્વરૂપ, અકષાય પરમાનંદમૂર્તિ પ્રભુનું લક્ષ કરતાં શાંતરસરૂપ કિરણો પ્રગટ થાય છે તેના દ્વારા જ આત્મા
ગ્રહણ થાય છે.
ત્રિલોકનાથ ભગવાનને અસંખ્યપ્રદેશમાં અનંત ચૈતન્યસૂર્ય પ્રગટ થઈ ગયો છે એવા ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે કે ભગવાન આત્મા મન અને ઇન્દ્રિયોથી રહિત. અતીન્દ્રિય જ્ઞાનમય છે. ચૈતન્યપ્રભુની જાતની ભાત જ કોઈ જુદી છે. આવું સ્વરૂપ પહેલાં શ્રદ્ધા-જ્ઞાનમાં લ્ય, ત્યારે સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રદ્ધા-જ્ઞાન વગર અનુભવ ત્રણકાળમાં કદી હોઈ ન શકે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણ્યા વગર બીજી રીતે માને તો વસ્તુ ગ્રહણ થતી જ નથી. વસ્તુની દૃષ્ટિ થતી જ નથી.
ભગવાન આત્મા ઇન્દ્રિય અને વિકલ્પથી રહિત અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે તેથી જ્ઞાનમય શાંતિ દ્વારા જ આત્મા પ્રહણ થાય છે એમ તું નિઃસંદેહ જાણ. એમાં શંકા ન કર. શુભરાગથી આત્મા પ્રહણ થાય છે એમ કદી ન માનીશ. જે શુભરાગ વસ્તુથી ભિન્ન છે તેનાથી વસ્તુ ગ્રહણ થતી નથી અને સ્વસેવેદનમાં તે શુભ વિકલ્પો મદદ પણ કરી શકતો નથી.
પ્રભુ! આત્મામાં તો પ્રસન્નતા ભરી છે ત્યાં શોક નથી ભર્યો. પ્રસન્ન શાંતરસનો પિંડ પ્રભુ, શતરસની પ્રસન્નતાથી જાણવામાં આવે છે. બહારની પ્રસન્નતાથી આત્મા અનુભવમાં આવતો નથી. અભિન્ન વસ્તુ, પોતાથી અભિન્ન નિર્મળ પરિણતિ દ્વારા અનુભવમાં આવવા યોગ્ય છે.
આવો ભગવાન આત્મા જ ઉપાદેય છે, આરાધવા યોગ્ય છે અને સેવવા યોગ્ય છે.
હવે ૩૨મી ગાથામાં મુનિરાજ કહે છે કે જીવ સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત મનવાળો થયો થકો શુદ્ધ આત્માને ધ્યાવે છે તેની સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે.
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ ક્ષણિક પર્યાય તે સંસાર છે. તે