________________
117 )
[ ઘરમાકાશ પ્રવચનો સંસારથી ભગવાન આત્મા રહિત છે. ક્યારે?—ત્રણેકાળ આત્મા સંસારથી રહિત છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગની વર્તમાન વિકૃત અવસ્થા એક સમયની છે તે જ સંસાર છે એટલે ઉદયભાવ એ જ સંસારે છે. તેનાથી આત્મા રહિત છે તેમ શરીર અને ભોગથી પણ આત્મા રહિત છે. સંસાર, શરીર અને ભોગ નથી એમ નથી. એ તો એક સમયની પર્યાયમાં છે પણ ભગવાન આત્મા તેનાથી રહિત છે.
સંસામ્ રૂતિ સંસાર:' શુદ્ધ ચિદાનંદ સ્વરૂપથી હટીને પર્યાયમાં ભ્રાંતિ થવી તે સંસાર છે. બાયડી-છોકરાં તે સંસાર નથી. મકાન, પૈસા આદિ સંસાર નથી. સંસારનું આયુષ્ય જ એક સમયનું છે અને ભગવાન આત્માનું આયુષ્ય ત્રિકાળી છે. એક સમયની સંસારની સ્થિતિથી આત્માની ત્રિકાળી સ્થિતિ ભિન્ન છે. પણ એનો અર્થ એવો નથી કે જીવની પર્યાયમાં પણ સંસાર નથી, પર્યાયમાં તો અશુદ્ધતા છે. એ જ સંસાર છે. સંસાર જ નથી એમ નથી. અખંડાનંદ શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી હટીને ભ્રમ અને રાગ-દ્વેષની પર્યાયમાં આવવું તે જ સંસાર છે. જે સ્વભાવમાં નથી એવું પર્યાયમાં લાવ્યો તે સંસાર છે. ભ્રમ, વ્રત, પ્રમાદ, કષાય અને યોગ સ્વરૂપમાં નથી અને પર્યાયમાં ઊભા થયાં છે તે સંસાર છે.
અકષાય, અબંધસ્વરૂપ શીતળ ચૈતન્યશિલામાં સંસારરૂપ આસવ અને બંધનો અભાવ છે. શરીર અને ભોગનો પણ અભાવ છે. ભોગનો અભાવ એટલે પરને તો આત્મા ભોગવી શકતો જ નથી પણ ભોગવવાના ભાવરૂપ શુભાશુભભાવથી પણ આત્મા રહિત છે. સર્વ ત્રિલોકીનાથ પરમાત્માએ આવો આત્મા જોયો છે, અનુભવ્યો છે અને કહે છે તેવો આ આત્મા છે; એવો આત્મા જેની દૃષ્ટિમાં આવે તેને વાસ્તવિક આત્માની દૃષ્ટિ થઈ કહેવાય.
સંસાર છોડી દેવો એટલે સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન, પૈસા આદિ છોડી દેવાં એમ નથી. એ તો બધું આત્માથી ભિન્ન જ છે તે ક્યાં તારી વસ્તુમાં ઘુસી ગયા છે કે તું તેને છોડ? એ તો છૂટાં જ છે. તેના પ્રત્યેનું મહત્વ છે તે સંસાર છે માટે મમત્વ તોડવાનું છે. (ઘડિયાળમાં ડંકા પડ્યા) અહીં તો ડંકા જ વાગી રહ્યાં છે. ડંકાની ચોટ ઉપર ભગવાન કહે છે આવું તારું સ્વરૂપ છે તેનું એકાગ્રચિતન કર. એ જ તારું કર્તવ્ય છે.