________________
- સંસાર-વેલ નાશ કરવાનો ઉપાય |
| (સળંગ પ્રવચન નં. ૨૨) भवतनुभोगविरक्तमना य आत्मानं ध्यायति । तस्य गुर्वी वल्ली सांसारिकी त्रुट्यति ॥३२॥ देहदेवालये यः वसति देवः अनाद्यनन्तः ।
केवलज्ञानस्फुरत्तनुः स परमात्मा निर्धान्तः ॥३३॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્રના પ્રથમ અધિકારની આ ૭રમી ગાથા ચાલે છે.
પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા જ્યારે સંસાર, શરીર અને ભોગોથી વિરક્ત થઈને શુદ્ધાત્માને ધ્યાવે છે ત્યારે તેની અનાદિથી ચાલી આવતી સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે.
અનાદિથી જીવ ઉદયભાવોમાં રંગાયેલો છે–મૂછિત થઈ ગયો છે. પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે અને સંસાર, શરીર અને ભોગોમાં લીન થઈ ગયો છે. જુઓ, આ ઉપરથી સિદ્ધ થાય છે કે જીવની પર્યાયમાં કદી ભૂલ જ ન હતી અને શુદ્ધ જ હતો એમ નથી. અનાદિથી પોતે ભૂલ કરતો આવ્યો છે. સંસાર, શરીર અને ભોગાદિમાં આસક્તિ કરતો હતો તેથી દુઃખી હતો. હવે જે તેનાથી વિરક્તમન થઈ શુદ્ધાત્માનું ચિંતવન કરે છે. એટલે કે શુદ્ધસ્વરૂપની સન્મુખ થઈ તેનું ધ્યાન કરે છે તેમાં લીન થાય છે તેની સંસારરૂપી મોટી વેલ નાશ પામે છે–ઉદયભાવની મોટી વેલ નાશ પામે છે. -
રાગ તે સંસાર છે અને સ્વભાવ તે અસંસાર છે. સંસાર, શરીર અને ભોગોને ઉત્પન્ન કરવા એવો કોઈ આત્મામાં ગુણ નથી. આત્મામાં તો એવો ગુણ છે કે જે સંસારનું કારણ ન બને અને સંસારથી પોતાનું કાર્ય ન રચે આવો અકાર્યકારણ નામનો આત્મામાં ગુણ છે. તેથી સંસારનો અભાવ કરવાનું આત્મામાં સામર્થ્ય છે અને પ્રભુત્વ એ પણ આત્માનો એક ગુણ છે. આવા ગુણવાન આત્માનું જ્ઞાન કરીને જીવ પર્યાયમાં અતીન્દ્રિય સુખામૃત ઉત્પન્ન કરી શકે છે.
આત્મવસ્તુમાં એવો કોઈ ગુણ નથી કે સંસાર ઉત્પન્ન કરે, ભોગોને વેદ અને શરીરને પોતાનું માને એવો કોઈ ગુણ આત્મામાં નથી. છતાં અનાદિથી ચિદાનંદસ્વરૂપના અજાણ એવા જીવને સંસાર ઊભો થાય છે, શરીરમાં મારાપણાની ભ્રમણા થાય છે, ભોગોને ભોગવવાની ભાવના થાય છે તે તેની મૂઢતા છે. ચૈતન્ય પોતે તો મહા રત્ન છે તેમાં કોઈ વિકારને ઉત્પન્ન કરે એવો ગુણ નથી પણ મૂઢ જીવ પોતાના સ્વરૂપનો અજાણ થઈને અજ્ઞાનભાવે મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે.