________________
૨૬૨ )
[ રમાકાશ પ્રવચનો આમ કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકત્વ, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ અને અવ્યાબાધ આ આઠ ગુણની આઠ નિર્મળપર્યાય છે તે સ્વભાવના આશ્રયે તો પ્રગટ થાય છે પણ સંસારદશામાં પરના પ્રેમથી તે કેમ અવરાય છે તે પછી કહેવાશે.
[વીતરાગ ચિદાનંદમય નિજ આત્માનો સદા આદર કરવાના દિવ્ય સંદેશા આપનાર શ્રી સદ્ગુરુદેવનો જય હો.]
# વીતરાગભાવસ્વરૂપ આત્મા છે તે વીતરાગભાવથી પ્રાપ્ત થાય છે; સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યેના પ્રેમનો પણ તેમાં અવકાશ નથી. બહારનું બધું ભૂલી જા. શરીર–વાણી–મનને ભૂલી જા, રાગને ભૂલી જા, એક સમયની પર્યાયને પણ ભૂલી જા. આકાશના અનંતા પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણો આત્મામાં છે અને એક એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, અને એક એક ગુણની પર્યાયમાં ષકારકો છે–આવો ભગવાન આત્મા છે, ત્રણલોકનો નાથ છે, પણ કોડી કોડી માટે ભીખારો થઈને ફરે છે !
Qી જેને દ્રવ્યદૃષ્ટિ યથાર્થ પ્રગટ થઈ છે તેને દૃષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક ભાસે છે, શરીરાદિ કાંઈ ભાસતું જ નથી. ભેદજ્ઞાનની પરિણતિ એવી દઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી ભિન્ન ભાસે છે. દિવસે તો ભિન્ન ભાસે છે પણ રાત્રિમાં ઊંઘમાં પણ આત્મા નિરાળો જ ભાસે છે. સમ્યગ્દષ્ટિને ભૂમિકા અનુસાર બાહ્ય વર્તન હોય છે. પરંતુ બાહ્ય વર્તનમાં પણ કોઈ પણ સંયોગોમાં એની જ્ઞાનવૈરાગ્ય- શક્તિ કોઈ જુદા જ પ્રકારની રહે છે. બાહ્યથી ગમે તે પ્રસંગમાં સંયોગમાં જોડાયેલો દેખાય તોપણ જ્ઞાયક તો જ્ઞાયકપણે જ ભાસે છે. વિભાવથી ભિન્ન જ્ઞાયકપણે નિઃશંક ભાસે છે. આખું બ્રહ્માંડ ફરી જાય તોપણ સ્વરૂપ-અનુભવમાં નિઃશંક વર્તે છે. જ્ઞાયક ઉપર ચડીને ઊર્ધ્વરૂપે બિરાજે છે, બીજા બધા નીચે રહે છે. ગમે તેવા શુભભાવો આવે, તીર્થકરગોત્રનો શુભભાવ આવે તોપણ તે નીચે જ રહે છે. દ્રવ્યદૃષ્ટિવંતને આવું અદ્ભુત જોર વર્તે છે.
પૂજ્ય ગુરુદેવશ્રી