________________
પ્રવચન-૬o 7
( ૩૮૭ પર્યાયમાત્ર અભતાર્થ છે. કેમ કે તે આખો પદાર્થ નથી. એકરૂપ ધ્રુવ વસ્તુ તે જ ભૂતાર્થ છે બાકી બધું અભૂતાર્થ છે માટે આ સ્વામી-સેવક, ગુરુ-શિષ્ય, શૂરવીર-કાયર આદિ સંબંધો વ્યવહારનયથી જીવના હોવા છતાં શુદ્ધનયથી શુદ્ધાત્માથી જુદાં છે, આત્માના નથી માટે ત્યાગવા યોગ્ય છે.
બાહ્ય વસ્તુને પોતાની માનનારા બહિરાત્મા-મિથ્યાદેષ્ટિ જીવો પોતાના વીતરાગ પરમાનંદરૂપ નિજશુદ્ધાત્માને તો ઓળખતા નથી, આ ચૈતન્ય તે જ હું એવી અનુભૂતિ તેને થઈ નથી અર્થાત્ પર્યાયમાં વીતરાગ પરમાનંદની પ્રાપ્તિ થઈ નથી એવા બહિરાત્મા મિથ્યાદૃષ્ટિ જીવો ઉપર કહેલા ભેદો અને સંબંધોને પોતાના માને છે તે જ ભેદો અને સંબંધોને વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં અંતરાત્મા સમ્યગ્દષ્ટિ જીવો પરરૂપ જાણે છે.
વીતરાગ નિર્વિકલ્પ નિર્દોષ પરિણતિની પ્રાપ્તિ થાય તેમાં ત્યારે શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ કહેવાય છે. નિર્દોષ વીતરાગી પર્યાયમાં શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે પણ જેને આવી પર્યાય પ્રગટ થઈ નથી એવા મિથ્યાષ્ટિ જીવો પર્યાયમાં રહેલાં ગુરુ-શિષ્ય, સ્વામી-સેવકાદિ ભેદોને જ પોતાનું સ્વરૂપ માને છે પણ આ જ ભેદોને વીતરાગ નિર્વિકલ્પ પરિણતિમાં રહેતો થકો અંતરાત્મા પોતાના માનતો નથી. ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધીમાં વર્તતા બધાં જીવો અંતરાત્મા છે–જ્ઞાની છે, સ્થિરતા ઓછી કે વધારે હોય તે જુદી વાત છે પણ તે બધાંને અંતરાત્મા કહેવાય છે.
જુઓ ! આ અંતરાત્માની વ્યાખ્યા થઈ. અંતરાત્મા ક્યાં રહે છે ! –કે ધ્રુવના ભારપૂર્વક પ્રગટેલી વીતરાગ નિર્વિકલ્પ શુદ્ધ પર્યાયમાં અંતરાત્મા રહેલો છે. પોતે ઉત્પન્ન કરી છે એવી નિર્મળ પર્યાયમાં ધર્મી રહે છે.
ભગવાન આત્મા એક સમયમાં અખંડાનંદ ચૈતન્ય ધ્રુવ છે તેની જેને પર્યાયમાં પ્રાપ્તિ થઈ છે એવો સમ્યગ્દષ્ટિ અંતરાત્મા ગુરુ-શિષ્ય, સ્વામી-સેવકાદિ ભેદોને પોતામાં જોડતો નથી. આત્મા છે એમ માનતો નથી. ગુરુપણું, શિષ્યપણું, સ્વામીપણું, સેવકપણું, શૂરવીરપણું, કાયરપણું, ઊંચપણું, નીચપણું એ કોઈ મારું સ્વરૂપ નથી. એમ ધર્મી જાણે છે.
હું એકરૂપ ધ્રુવ ચૈતન્યપ્રભુ છું એવી જેને પ્રતીતિ જ્ઞાન અને અનુભવ નથી એવા બહિરાત્મા જીવો પોતાને ગુરુ અથવા શિષ્ય, સ્વામી, સેવક આદિ પર્યાયોરૂપે માને છે.
લોકોને આ વાતમાં કાંઈ સૂઝ પડતી નથી-અઘરી લાગે છે. લોકોને તો દયા પાળવી, વ્રત કરવા, કાયોત્સર્ગ કરવા તેમાં સૂઝ પડે છે. પણ કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ જાણતાં નથી–કે ચૈતન્યકાયાની દૃષ્ટિ કરીને તેમાં સ્થિર થવું તે કાયોત્સર્ગ છે. પુણ્ય-પાપાદિ વિકલ્પની બુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિમાં સ્થિર થવું તે ધર્મ છે. વસ્તુનું સ્વરૂપ સૂક્ષ્મ છે ભાઈ ! પૈસાના દાનાદિ કરવાથી ધર્મ થઈ જશે એમ માનશો નહિ. પાંચ-પચીશ લાખ દાનમાં આપો કે