________________
XXXRUR®R&R®R&RURXRURURURURXRX®X®X®RE હું ધીંગધણી ધ્રુવ ધૂરંધરનાથનું સ્વરૂપ હું KORURERERURSAURURERURSACRORSRSRSRSRSR પૂિજ્ય બહેનશ્રીના જાતિસ્મરણજ્ઞાનના વિષયમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રસન્નતા]
| (સળંગ પ્રવચન નં. ૬૦) आत्मा गुरुः नैव शिष्यः नैव नैव स्वामी नैव भृत्यः। शूरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीचः ।।१६।। आत्मा मनुष्यः देवः नापि आत्मा तिर्यग् न भवति। आत्मा नारकः क्वापि नैव ज्ञानी जानाति योगी॥६०॥ आत्मा पण्डितः मूर्खः नैव नैव ईश्वरः नैव निःस्वः ।
तरुणः वृद्धः बालः नैव अन्यः अपि कर्मविशेषः ।।६१॥ શ્રી પરમાત્મપ્રકાશ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ આ અધિકારની ૮૯મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા ગુરુ નથી અને આત્મા શિષ્ય પણ નથી.
આત્મા અખંડાનંદ જ્ઞાનસ્વરૂપ છે તે કોઈનો ગુરુ નથી કે કોઈનો શિષ્ય નથી. આત્મા કોઈનો સ્વામી નથી અને કોઈનો નોકર પણ નથી. આત્મા શૂરવીર પણ નથી અને આત્મા કાયર પણ નથી. આત્મા ઉચ્ચકુળવાળો કે નીચકુળવાળો નથી.
ગુરુ, શિષ્ય કે સ્વામી-સેવક આદિના ભેદો પર્યાયમાં છે પણ તે આદરવાયોગ્ય નથી. આદરવાયોગ્ય તો એક ધ્રુવ ચૈતન્ય જ છે. દેહ, મન, વાણી એ આત્માનું સ્વરૂપ નથી, પુણ્ય-પાપના વિકલ્પ એ પણ આત્માનું સ્વરૂપ નથી. અને શુદ્ધપરિણતિ પણ આત્માનું ધ્રુવસ્વરૂપ નથી. આખો ધીંગધણી ધ્રુવ ધૂરંધરનાથ છે તે આત્માનું સ્વરૂપ છે.
ભગવાન આત્મા તો ધ્રુવ ખંભ ચિદાનંદકંદ છે તે કાંઈ શૂરવીર કે કાયર નથી. ઊંચ કે નીચ નથી. સ્વામી-સેવક આદિ સંબંધો જોકે વ્યવહારનયથી જીવમાં છે. સ્વામી-સેવક આદિ વિષય છે અને તેને જાણવાવાળી નય પણ છે. વ્યવહારનયથી પર્યાયમાં રહેલાં સંબંધો જાણવાલાયક છે, વેદાંતની જેમ નથી કે કાંઈ છે જ નહિ પણ તે કોઈ સંબંધો આત્માના નથી.
શ્રોતા –પર્યાયમાં તો આ બધાં ગુરુ-શિષ્યાદિના સંબંધો છે ને!
પૂજ્ય ગુરુદેવશ્રી :–પર્યાયમાં સંબંધો છે પણ પર્યાય તો એક સમય પૂરતી છે. ધ્રુવ તો નથી–ત્રિકાળી સંબંધ તો નથી માટે તેને અભૂતાર્થ કહ્યો છે. આ બધું સમયસારની ૧૧મી ગાથાનું જ સ્પષ્ટીકરણ છે. ૧૧મી ગાથા આખા જૈનદર્શનની મૂલ્યવાન ગાથા છે.